________________
૧૭૮ સુવાસ : શ્રાવણ ૧૯૯૫ ત્રણને સહર્ષ સ્વીકાર કર્યો. જંગે તેમની સાથે ત્રણેક અઠવાડિયાં સુધી તેરાઇના જંગલમાં ઘૂમી હિંસક પ્રાણીઓના શિકારની તેમને કળા શીખવી. કુંવર અતીવ આનંદ પામી શુભેચ્છા સાથે પાછા ફર્યા.
જંગનું સ્વાસ્થ હવે ધીમેધીમે લથડતું જતું હતું. એ જ અરસામાં એનો બીજો પુત્ર અવસાન પામ્યું. તેને અપાર વેદના થઈ. તે શાંતિ માટે જંગલમાં શિકારે ચાલ્યો. પણ તબિયત વધારે લથડી. તેને તરત જ પાછો ફેરવવામાં આવ્યું. પણ રસ્તે તેની આંખનું નૂર ઓલવાઈ ગયું. ને પછીના બેત્રણ દિવસમાં જ બાગમતી નદીને કિનારે, પથરઘાટમાં, ૧૮૭૭ના ફેબ્રુઆરીની પચીશમીએ તે અવસાન પામે. તેની પાંચ પત્નીઓમાંથી મેટી ત્રણ તેની પાછળ સતી થઈ, નાની બેને કુમળાં સંતાન હોઈ તેમને તેમ કરતાં વિનંતિપૂર્વક અટકાવવામાં આવી.
આમ જંગ ગયો, પણ નેપાળમાં એની જીવનપ્રભા હજી જીવતી જાગતી છે. નેપાળની ગાદી પર, ત્યાંના પ્રધાનપદે તેના જ વંશજો શોભે છે. મુસાફરે ત્યાંથી કંઈક ને કંઈક તેની જ સ્મૃતિ લઈ પાછાં ફરે છે.
મજલિસમાં–
નિતમ “અહો ! શા દિવ્ય સંગીતે આભ-પ્યાલી છલી રહે, કિન્નર કંઠ આ કેને નીરવે માધુરી ઝરે ?
સ્વર હિલોળ ચગે, નભ નીલમાં મધુરિમા લસી મેઘકમાનની; સુભગ સાંજની માદક લાલિમાં
ધ્રપી સૂર-માધુરી ગાનની !” સુરીલાં ગાનતાને કે દેહવલરી નાચતી, અંગની ભંગિમા દેખી નેનપલલવી રાચતી !
લાવણ્ય અંગે લસતાં અનંગનાં, લાલિત્ય એ લાસ્ય તણાં અનૂપ; સંગીત ને નૃત્ય-લીના સ્વરૂપ
ભૂલે દિશા, જેમ દીવે પતંગિયા !” ગામને ગોંદરે સાંજે જામી છે મજલિસ, ત્યાં ગભરાજ ને ઊટે સંગીત નૃત્ય આદર્યાઃ “હેત ! હા! ખૂબ ! દુબારા!” પ્રસંશાની પરંપરા ચાલી અ ન્ય માટે ત્યાંઃ “અહે રૂપમ અહ ધ્વનિ ! ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com