________________
૧૮૪ - સુવાસ શ્રાવણ ૧૯૫
મદદમાં લઈ કેગે ફી સ્ટેટ નામે સંસ્થાન વસાવ્યું. પણ પછી એ સંસ્થાનમાં ગુજરેલા અત્યાચારોની સીમા નથી. એ પ્રદેશમાં રમ્બર ને હાથીદાંત બેની પુષ્કળ પેદાશ છે. પણ ગોરા વેપારીઓ પોતે તે એ કામ કરી ન શકે. તેમણે ત્યાંની મૂળ પ્રજા પર એ ફરજ નાંખી. અને એ ફરજ અદા કરાવતાં તેમણે હજારોની કતલ કરી. સેકડોને શિકારી પ્રાણીઓના મોઢામાં ધકેલી દીધા, હજારોને ફાંસીએ લટકાવ્યા, સેંકડને ભૂખથી મારી નાંખ્યા. તેમને મારી નાંખવામાં બંદુકની ગોળીઓ નકામી વપરાઈ ન જાય એ ખાતર તેઓ સેંકડોને ઝાડ સાથે બાંધી ભૂખ-તરસ કે શિકારી પ્રાણીઓના શિકાર તરીકે મરવા દેતા. પુરુષ પાસે કામ કરાવવાને તેઓ તેમનાં સ્ત્રી–બાળકને પકડીને કડક સજા કરતા, તેમનાં અંગ છેદી નાંખતા, તેમને દિવસ સુધી ભૂખે મારતા. ઝાડ સાથે બાંધી રાખતા. તેમનાં ગામો સળગાવી મૂકતા, તેમને મારી નાંખી તેમનાં માંસની ઉજાણી કરતા. આ રીતે એ દારૂણ ગાળામાં તે પ્રદેશનાં ૨૦૦૦૦ માણસે હેમાઈ ગયાં.
ચાલાક રાજા લિપેડે આવા ઘોરવર્તન માટે પોતાના પર દુનિયાને રોષ ન ઊતરે એ માટે કેન્દ્ર–કેગામાં પણ આજ નીતિ અમલમાં મૂકાવી. તે દેશના સારી વિભાગમાં, એ નીતિની રૂએ, એક જ દિવસમાં ૫૮ સ્ત્રી-છોકરાંને નાની કોટડીમાં પૂરી મારી નાંખવામાં આવેલાં. સેકડો સ્ત્રીઓને તેઓ ધગધગતા સળિયાથી કંપાવતા. ફેટ સિબુટમાં તેમણે ૧૧૯ સ્ત્રીઓ અને કુમળી કન્યાઓને એકજ દિવસમાં એ રીતે મારી નાખેલી.
અંગ્રેજે પણ આ વિષયમાં ઊતરતા નથી. થોડા જ દિવસ પહેલાં બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રશ્ન પૂછવામાં આવેલ કે સિયેરાલીયોન નામના બ્રિટિશ સંસ્થાનમાં કંગાળ બની ગયેલી પ્રજાને કર ભરવાને પિતાનાં સંતાન વેચવાં પડે છે અને સરકાર તરફથી કર ન ભરનારાઓ પર અંગઘર્ષણ જેવા જુદા જુદા અત્યાચાર થાય છે એ વાત સાચી છે ?”તેના ઉત્તરમાં સર થોમસ ઈચ્છીએ કબૂલ કરેલું કે ગેરવર્તાવ ચલાવવામાં આવે છે ખરો. હિંદમાં એમણે શું કર્યું એ તે જગજાણીતી વાત છે.
દક્ષિણ-આફ્રિકાનો ઈતિહાસ, ગાંધીજીના પ્રતાપે, હિંદને વિશેષ જાણીતા છે. ત્યાંની મૂળ પ્રજા બાજુ. તે પછી ત્યાં ડગે જઈ વસ્યા. તેમણે બાજુઓને અનેક રીતે ફસાવી, તેમના પર અત્યાચારો કરી, કેટલાક પ્રદેશ પડાવી લીધું. પછી ત્યાં અંગ્રેજોનું ધ્યાન આકર્ષાયું. તેમણે મૂળ પ્રજાને વિશ્વાસમાં લઈ ડચને ફૂટવા માંડ્યા. ડચો ઉત્તર તરફ આગળ વધતા ગયા. આફ્રિકાની ડચ પ્રજા બેઅર નામે ઓળખાય છે. તેનું ઝનૂન પણ અજબ ગણાય છે. તેની અને અંગ્રેજોની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પણ છેવટે અંગ્રેજો ફાવ્યા ને બન્ને વચ્ચે સમાધાન થયું. સમાધાન થતાં જ અંગ્રેજો મૂળ પ્રજાને અને યુદ્ધમાં મદદ કરનાર હિંદી પ્રજાને વીસરી ગયા; ૧૮૪૩ માં મહારાણી વિકટોરિયાએ બહાર પાડેલ પ્રજાસમાનતાને ઢઢેરે ભૂલી ગયા. મૂળ પ્રજાને ડએ ઘણે અંશે તે કચરી નાંખી હતી. હવે બંનેએ સાથે મળી તેને વિશેષ કચરવા માંડી.
હિંદીઓ ત્યાં વણનોતર્યા ગયા પણ નહતા. બંને ગોરી પ્રજાઓ કરતાં આફ્રિકા પર તેમને વિશેષ હક્ક હતું. અને મોટાભાગના હિંદીઓને તો નાતાલમાં ૧૮૬૦માં શેરડીનું વાવેતર કરવાનું હતું ત્યારે નહોંતરવામાં આવેલા. પણ કામ સર્યું કે વૈદ્ય વૈરી. બંને ગોરી પ્રજાએ અંદરથી એક થઈ હિંદી પ્રજાને મૂળ પ્રજાની જેમ કોઈ પણ જાતના હક્ક વગર અંત્યજવાડામાં ધકેલી દેવાની અથવા હિંદ પાછી કાઢવાની યોજનાઓ રચવા માંડી. હિંદી પ્રજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com