________________
રંગીન પ્રજાઓ - ૧૮૩
ગારી પ્રજાએ આફ્રિકાના દેશે સર કરવામાં વાપરેલી ક્રૂરતા અને અધમતાને ઈતિહાસ પણ એટલો જ કારણ છે. ગોરાઓને મન બિનગોરી ચામડી એટલે સંહાર કરવાનું ઠેકાણું. એમના ભગવાન ઈશુ યહુદી કામમાં જન્મેલા એ ખાતર એશિયાઈ યહુદીઓને પણ તેઓ ગરા ગણે છે. ઈશુની જન્મભૂમિ એશિયામાં આવેલી છતાં એને એઓ બિનએશિયાટીક ગણે છે. ગોરી ચામડી સિવાયનું જગત એમને મન પશુજગત છે. અને એના પ્રત્યે તેઓ પિતાની કશી ફરજ નથી માનતા.
આફ્રિકામાં દોઢ લાખ ચોરસ માઈલ લગભગના વિસ્તારને દક્ષિણ રોડેશિયા નામે પ્રાન્તા છે. ત્યાંની પ્રજા તંદુરસ્ત અને આનંદી ગણાતી. એ પ્રાન્તના રાજ લેખેગ્યુલાને અંગ્રેજો ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તે એક અંગ્રેજ મીશનરી સાથે મિત્રતાથી સંકળાય; પરિણામે અંગ્રેજ વેપારીઓ ત્યાં આવતા જતા થયા. એ વેપારીઓને તે પ્રદેશની ખનીજ સંપત્તિ અખૂટ અને અમૂલ જણાઈ. તેમણે અંગ્રેજી ન જાણતા એ રાજા પાસે, તેને જુદી જ રીતે સમજાવી, એક કરાર પર સહી કરાવી લીધી. જ્યારે રાજાએ જાણ્યું કે તે કરાર તો માસિક રૂ. ૧૫૦૦ના બદલામાં દેશની બધી ખનીજ સંપત્તિ પરના હક્કો ઝૂંટવી લેતા હતા ત્યારે તેણે મહારાષ્ટ્ર વિકટેરિયાને તે કપટ સંબંધી લખી જણાવ્યું. મહારાણી વિકટેરિયાએ તેવા અંગ્રેજોને બિનસત્તાવાર જણાવી તેમની સાથે જોઇને વર્તવાની રાજાને સલાહ આપી; પણ પછી તે રેડેશિયામાં અંગ્રેજ કંપનીઓ સ્થપાયું. ને તે બ્રિટનના પીઠબળ સાથે નવાનવા હક્ક મેળવતી જ ગઈ. પછી તેમણે જુદાં જુદાં બહાનાં કાઢી ત્યાંની મૂળ પ્રજા સાથે ઝગડવા માંડયું. ને છેવટે હજારો માણસો ને હેરાને સંહાર કરીને એ પ્રદેશ પડાવી લીધો. તે પછી તેમણે મૂળ પ્રજા સામે કડકમાં કડક કાનુન કરી બધી જમીન ઝૂંટવી લઈ તે પ્રજાને વાડાઓમાં ધકેલી મૂકી. તેના પાસે મરછમાં આવે એટલું વળતર આપી ફરજિયાત મજુરી કરાવવા માંડી. અંગ્રેજો પર વિશ્વાસ રાખનાર રાજા લોબેચુલાના વંશજોએ સમ્રાટ જ્યોર્જ પર પિતાની કરણ સ્થિતિ સંબંધી લખેલો કકળતે પત્ર કઠણ હૈયાને પણ આંસુ સરાવે એવો છે.
વીસમી સદીની શરૂઆતમાં બ્રિટન દક્ષિણ આફ્રિકામાં બોઅર યુદ્ધમાં સંડોવાયું હતું. આ વખતે ફ્રાન્સને મોરોક્કો ગળી જવાને તલસાટ જાગ્યો. તેણે મોરોક્કોના વિલાસી સુલતાનને
ડાંક નાણાં ધીરી તેના પર કાબૂ જમાવ્યું. પહેલાં તે ઈગ્લાંડ ક્રાંસની વિરૂદ્ધ પડયું પણ પછી જર્મનીની વિરૂદ્ધ ફ્રાન્સનું બળ કેળવવું જરૂરી હોઈ તેણે ફ્રાન્સને ગુપ્ત કરારથી મોરક્કો ગળી જવાની છૂટ આપી. ખોટા આરોપ ઊભા કરવામાં તે ગોરી પ્રજા નિષ્ણાત જ છે. એવા જુદા જુદા આરે ઊભા કરી કાજો મેરોક્કોના એક નગર કેસેબ્લેન્કા પર તોપોને મારો ચલાવ્યો. હજારેની કતલ થઈ. ને થોડા જ વખતમાં મેરોક્કો ફ્રાન્સને હસ્તક જઈ ૫ડયું.
આ જ રીતે ઇગ્લાંડની બેવડી ત્રેવડી રમતોથી પ્રેરાઈ કાજો ટક પાસેથી ટયુનિસ પડાવી લીધું, ઈટાલીએ ટ્રીપલી પડાવી લીધું. એ બંનેને કબજે લેતાં જે સંહાર થયો એ ગયો જાય એમ નથી. ઇટાલિએ થોડા જ સમય પૂર્વે લીધેલા એબીસીનિયાના કબજાથી એને કંઈક ખ્યાલ આવી શકશે.
બેજિયમના રાજા લિયોપેડના મનમાં પણ સંસ્થાનવાદની દુષ્ટ ભાવના જાગી. તેણે ગોરી પ્રજાને પિતાના સંસ્થાનમાં વેપારી લાભો કરી આપવાનું વચન આપ્યું, મધ્ય આફ્રિકાની પ્રજાને અનેક જાતના સુખની લાલચ આપી; ને આફ્રિકન પ્રજાને પ્રિય થઈ પડેલા મુસાફર સ્ટેન્લીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com