Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 41
________________ જીવન સુવાસ ૧૯૧ સેનાપતિ મન્થલે બે વખત છૂટાછેડા લેનાર સ્ત્રી સાથે લગ્ન કરવાની નેલિયન પાસે મંજુરી માગી. નેપોલિયનને છૂટાછેડાની પદ્ધતિ દૂષણભરી લાગતી. પિતાના સેનાપતિઓ એવી સ્ત્રી સાથે પરણે એ તેને ન મ્યું. પરિણામે તેણે એવી અનુમતિ આપવા ના કહી. પણ મેન્થોલને તદ્દન નિરાશ ન કરી નાંખવાને તેણે ઉમેર્યું, “તમે પ્રેસીડેન્ટ સેગરની ભત્રીજી સાથે પરણે એ વધારે યોગ્ય છે. ” પણ કમભાગે નેપોલિયને પ્રેસીડેન્ટની જે ભત્રીજીનું સૂચન કર્યું એ ભત્રીજીજ બે વખત છૂટાછેડા લેનાર અને મોન્ટેલની ઉક્ત પ્રિયતમા હતી. નેપલિયનને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તે ખીજાયો. તેણે કહ્યું, “મારી ન્યાયસભામાં છૂટાછેડા લેનાર સ્ત્રીઓને માટે સ્થાન નથી.” ને સેનાપતિ મન્થલને તેણે પોતાની પત્ની સાથે વર્ઝબર્ગની કોર્ટમાં પ્રવેશવાની મના ફરમાવી. એક વખતે નેપોલિયન ફ્રાન્સમાં બળવાનાં મૂળ રેપનાર રૂની પ્રતિમા પાસેથી પસાર થતો હતો. તે પ્રસંગે એ પ્રતિમા સામે જોઈ એ બબ, “આ માણસ જે પાકો જ ' ન હેત તો ફાન્સની શાન્તિ વિશેષ જળવાત.” પાસે ઊભેલ કેટલાક પ્રજાજનોએ આ સાંભળી પૂછયું, “નામદાર આપ આમ કેમ બેલે છે ? બળવાને લીધે વધારેમાં વધારે લાભ તે આપને થયો છે.” હું જાણું છું,” નેપોલિયને દુ:ખપૂર્ણ શાંતિથી કહ્યું, “પણ હું એ પણ જાણું છું કે રૂસો ન થયો હેત, બળવો ન થયે હેત કે હું પણ ન થયે હેત તે ફ્રાન્સની અને જગતની શાંતિ વિશેષ જળવાત.” એક પ્રસંગે એક મેલેઘેલે ચિત્રકાર નેપોલિયનને મળવાને આવ્યો. નેપોલિયને શરૂઆતમાં તે એના પ્રત્યે કશું ધ્યાન જ ન આપ્યું; પણ જ્યારે નેપોલિયન સાથે થોડોક સમય ચિત્રકલા સંબંધમાં વાતચીત કરી ચિત્રકાર જવાને ઊઠયો ત્યારે નેપોલિયન તેને બારણા સુધી વળાવવા ગયો. ચિત્રકારે વિનયપૂર્વક આ ફેરફારનું કારણ પૂછયું. નેપલિયન બોલ્યો, “માણસ આવે છે ત્યારે કપડાંથી ઓળખાય છે. જાય છે ત્યારે ગુણથી.” ગુરુ ચૈતન્યદેવ એક પ્રસંગે બેટમાં એક મિત્રની સાથે જળવિહાર કરતા હતા. એ પ્રસંગે તેમણે તરતમાં પોતે રચેલે ન્યાયને અદ્દભુત ગ્રન્થ મિત્રને જેવાને આપે. પણ અન્ય જોઈને તે મિત્રની આંખમાંથી ઊલટાં આંસુ સરી પડયાં. “કેમ?” ચૈતન્યદેવે ચમકીને પૂછયું. “ભાઈ,” મિત્રે દુઃખ છુપાવતાં કહ્યું, “મેં પણ અમરકીર્તિ કમાવાને ન્યાય પર એક ગ્રન્થ લખ્યો છે. પણ આ ગ્રન્થ જોતાં જણાય છે કે મારા એ ગ્રન્થને કઈ કશો ભાવ પણ નથી પૂછવાનું.” * “એમ !” ચૈતન્યદેવ હસીને પિતાના પ્રખ્ય સરિતામાં પધરાવતાં બેલ્યા, “હવે તે ભાવ પૂછાશે ને ?” એક પ્રભાતે ગુર્જરપતિ ભીમદેવના સામે રાજાની હાજરીમાં એક નિશાન તાકતા હતા. પણ તે નિશાન કેઈથી ભૂદાતું નહતું, એ પ્રસંગે ત્યાં મેલાઘેલા વેશમાં એક અજાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52