Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 40
________________ ૧૯૦ - સુવાસ : શ્રાવણ ૧૯૯૫ એ બધું શાંતિથી સહ્યા કર્યું. છેવટે બહેનેા ભાઈની આ ક્રરુણુ સ્થિતિથી પીગળી ઊઠી. તેમણે પેાતાની ભૂલ ખૂલી. જ્યારે નેપોલિયનને આ સંબંધી પૂછવામાં આવ્યું ત્યારે તે ખાલ્યા, ‘ તે સ્ત્રી છે, મારી બહેનેા છે, કામળ વયની છે, તેમને સજા કરવામાં આવે તે કરતાં મને થતી સજાથી એમને વધારે શીખવાનું મળ્યું છે. ' નૈપોલિયને ટુઇલેરીસ–મહેલના સ્નાનખંડમાં મરામતની કેટલીક વ્યવસ્થા કરેલી. મહેલના અધિકારીએ તે વિભાગમાં ફ્રાંસના સર્વોત્તમ ચિત્રકારો પાસે કેટલાંક સુંદર ચિત્રા દારાવ્યાં. ખંડ તૈયાર થઈ જતાં નેપેાલિયને જ્યારે સ્નાન કરવા માટે ત્યાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં ારાયેલ ચિત્રામાં ક્રેટલાંક સ્ત્રીચિત્રો તરફ તેની નજર ખેંચાઈ. તે તરત સ્નાન કર્યા વિના જ ત્યાંથી બહાર આવ્યા. મહેલના અધિકારીને પેાતાની સમીપ ખેાલાવી તે ખેાલ્યેા; “ સ્ત્રીઓનું સન્માન જાળવે. ''-ને જ્યારે એ ખડમાંથી સ્ત્રીચિત્રાને ભૂંસી નાંખવામાં આવ્યાં ત્યારે જ તેણે તે ખંડમાં સ્નાન કર્યું. .. સેનાપતિ સાલ્ટને નેપેાલિયને સ્પેનના યુદ્ધમાં જવાની આજ્ઞા ફરમાવી. પણ સાલ્ટની સ્વરૂપવતી અને તેજસ્વી પત્નીને એવા જોખમી પ્રદેશમાં જવું ન ગમ્યું. તેણે સાલ્ટને દબાવી દીધા. નેપોલિયનને આ સમાચાર મળતાં તેણે સાલ્ટની પત્નીને પેાતાની સમીપ ખેલાવી. ને રૂપરૂપના અંબાર વર્ષાવતી એ ઉમરાવનદી તેપાલિયનની સમક્ષ આવી ધડાધડ પોતાની મુશ્કેલીએ વર્ણવવા માંડી. શ્રીમતીજી, નેપેાલિયને શાંતિથી કહ્યું, “હું તમારા પતિ નથી કે મારી સામે જેમતેમ ખેલા છે. તે જો પતિ હેત તેા તમે આ રીતે ખેલતાં શીખ્યાં પણ ન હેાત. યાદ રાખેા, શાસકની આજ્ઞા એ સેનાપતિને ધર્મ છે; પતિની આજ્ઞા એ સ્ત્રીને ધર્મ છે. મેં તમને અહીં શિખામણ લેવા નથી ખેાલાવ્યાં. જા, તરત સ્પેન ચાલ્યાં જાઓ. ” બિચારી ઉમરાવાદી તે ઠંડીગાર બની ગઈ. ખીજે જ દિવસે તેણે પતિની સાથે સ્પેનના રસ્તે પકડયા. 66 મુલાકાતે આવનાર પ્રત્યેક સ્ત્રીને નેપોલિયન ત્રણ પ્રશ્ન પૂછ્તાઃ ‘ તમે કયા કુળનાં છે ? તમારી વય શું? તમને કેટલાં સંતાન છે ?' આ ત્રણ પ્રશ્નાના ક્રમિક ઉત્તર ગોખી એક વૃદ્ધ અને બહેરાં મેડમ નેપોલિયનને મળવા ચાલ્યાં. પણુ કમભાગ્યે નેપોલિયને એ જ પ્રસંગે પેાતાના પ્રનેામાં ફેરફાર કર્યાં. તેણે પૂછ્યું, “આપ મૃત સેનાપતિનાં ભાભી થાએ ? ’ મેડમે કહ્યું. “ હું ખ્રિસેક......’ આપને કંઈ સંતાન છે ? ” નેપાલિયને પહેલા પ્રશ્નના ઉત્તર ન સમજાતાં પૂછ્યું, '' આવન વૃદ્ધ મેડમે હસીને ઉત્તર દીધા. .. "" 66 આટલાં બધાં સંતાનની ભાગ્યશાળી માતા તા નેપેાલિયનના ધ્યાન બહાર રહી શકે જ નહિ. એટલે એણે વિશેષ ખુલાસા માટે પૂછ્યું, આપની ઉમ્મર ? ” ". .. સાત ” વૃદ્ધાએ ગર્વથી ઉત્તર દીધા. .. નેપોલિયન પહેલાં તેા ગુંચવાયા. પણ પછી પરિસ્થિતિ સમજાઈ જતાં તેણે વૃદ્ધાને હસીને વિદાય આપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52