Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 52
________________ 202 સુવાસ : શ્રાવણ 15 સંસ્કારને સંબંધ ધરાવતી યુગનૂની મિત્રએને તરછોડવાને પણ તે તત્પર બનેલી હોય છે. જ્યારે તે એવી બને છે ત્યારે જ તે સંસ્થાનને લાયક લેખાઈ હોય છે.] ઈગ્લાંડની ઉમરાવસભાએ લોર્ડ સિંહાને ઉમરાવહક સ્વીકાર્યો છે. [ ભવિષ્યમાં કામ લાગશે.] ટ્રાન્સવાલ–સત્યાગ્રહ મુલતવી રહ્યો છે. કરાંચી–કોલેજમાં હડતાળ ને લાઠીમાર. [ યુદ્ધના મેદાને સુમસામ જોઈ હિંસાદેવીએ સંસ્કાર અને સરસ્વતી–મંદિરને આમ લીધે લાગે છે.] હિંદને મુસલમાની અમલમાં લાવવા ખાકાર ચળવળ આગળ વધે છે. [બે બિલ્લીઓ ન લડે તે બંદરને મળે શી રીતે ?] દિલ્હીમાં દ્રામ-હડતાળ. અમદાવાદની કેટલીક શિક્ષણ-સંસ્થાઓને પંક્તિભેદ કડવું લાગે છે. [ એમ ન થાય તો ખ્રિસ્તીઓને સમાન સામાજિક દરજજો મળી પણ શી રીતે શકે?] ચડા-જેલમાં તોફાન, રાજા મહેન્દ્રપ્રતાપને હિંદ આવવાની અનુમતિ નથી મળતી. [ હિંદ હિંદીઓનું નથી એ વાત કંઈ નવી નથી.] સર હેરમસજી એડનવાળાનું અવસાન. મેવાડના એક જૈન શ્રીમતે પિતાના પુત્રને ખ્રિસ્તી બનતે અટકાવનારને માટે ત્રણ હજારનું ઇનામ જાહેર કર્યું છે. [ ખ્રિસ્તી પ્રચારકોને હિંદુઓની શક્તિનું માપ કાઢવાને અવકાશ મળશે.] મુંબઈમાં તિલક જયંતિ ને શરાબબંધીનાં મંગલાચરણ, હિંદી મીલઉધોગ પર ઝઝમતે ભય; મને અઠવાડિયામાં બે દિવસ બંધ રાખવાની વિચારતી યોજના; [મ ને અને એમનાં કુટુંબને બન્ને દિવસ ઉપવાસ કરી પવિત્ર બનવાને અવકાશ મળશે. ] હિંદી લકર મલાયા ને કેરે જશે. (તદ્દન સ્વાભાવિક! ] સમવાયતંત્રની અનુકુળતા માટે વડી ધારાસભાની મુદ્દત ફરી એક વર્ષ માટે લંબાણ છે. [પ્રાન્તિક્તત્વ સામેના બખાળા જેમ પિલા હતા એમ સમવાયતંત્ર સામેના બખાળા પણ બ્રિટનને એવા જ લાગે છે.] મુંબઈમાં સામાન્ય હુલ્લડ અને શાન્તિ. ગુજરાતમાં દુષ્કાળને ઉગ્ર બનતે ભય. [ રાજા કાયસ્થ કારણુભ ].. દેશી રાજ્ય- ભાયાવદરના દરબાર પદભ્રષ્ટ થાય છે. [દાક્તરે પણ અંગને સડવા દઈને પછી જ તેના પર વાઢકાપ કરે છે. રાજકોટમાં ચાર નવી આગ્લનત્તિકાઓ. (ધનભાગ્ય ! } વીરાવાળા લેન મેળવવા માટે દેડાડ કરે છે. એ પણ ધનભાગ્ય ! ] લુણાવાડા રાજયમાં ખેડૂતો પર દમન, ભરતપુરમાં સ્ત્રીએ સત્યાગ્રહને પજો. ધામીની ન્યાય માગવા આવતી પ્રજા પર ગોળીબાર [ન્યાયનાં મંદિર બંધ થતાં શયતાનનાં ખૂલે એ સ્વાભાવિક છે. રાજાઓને લંડ ટાઇમ્સ ચેતવણું આપે છે. ( સમય પાકો હશે.] હૈદ્રાબાદમાં સુધારા; લીંબડીના યુવરાજ કહે છે, “સ્વાતંત્ર્ય એ તે પ્રજાને જન્મસિદ્ધ હક્ક છે. બંને સમાન નુષ્કા છે.] હૈદ્રાબાદના સુધારા સામે ત્યાંની મુસલમાન પ્રજાને વિરોધ. [અંગ્રેજી વ્યાપારીઓ પણ હિંદને આપી દેવાયેલા સ્વરાજ્યને વિરોધ કરે છે.]. પતિયાળા જેલમાં 200 કેદીઓના ઉપવાસ. પરદેશ–-ડેન્ઝીગનો તંગ બનતો મામલો. [ હળાહળ સ્વાર્થની અથડામણ એવી જ હોય છે.] ચીન-જાપાનમાં બ્રિટનવિરિધી દેખા. ટીએન્જીન સંબંધમાં બ્રિટને સ્વીકારી લીધેલી જાપાની શરતે; પણ પછી એવીજ ઉગ્ર પરિસ્થિતિ. ચીન-જાપાન યુદ્ધની શરૂઆતથી આજ સુધીમાં સવાનવ લાખ જાપાની યુદ્ધભૂમિ પર સૂતા. કાઉન્ટ સિયાને સ્પેનની મુલાકાતે. મેન-ઈટાલિની મિત્રતામાં થતા જતે વધારે. આયરિશ રીપબ્લિકનેએ લંડનમાં ચલાવેલા ધૂમધડાકા. [તે માટે નાણાંની મદદ એમને બ્રિટનના મિત્ર અમેરિકામાંથી જ મળે છે !] ચીનાઈ ડોલરની કિંમતમાં ઘટાડે. એ પણ જાપાનનો એક વિજયજ છે! ] એંગ્લ-ફ્રેન્ચ-રશિયન મુલાકાતને નડયા કરતાં ચાલુ અપશુકને. એક અબજ પડ આપીને પણ બ્રિટન કદાચ જર્મનીની શાંતિ ખરીદે. (પ્રત્યાઘાતનાં મૂલ્ય આપવાને તે સૌ તૈયાર બને છે; આધાત વખતેજ આંખ નથી ઊઘડતી.] ટીરેલરમાંથી ઈટાલિ પરદેશીઓને હદપાર કરે છે. અમેરિકા જાપાન સાથેના વેપારી કરાર તેડે છે; જાપાન જર્મનીની સાથે નવા વેપારી કરાર કરી વળતર મેળવી લ્ય છે. સેવિયેટ ચીનને ત્રણ કરોડ પાઉન્ડની લોન આપે છે. અડાણવટમાં શું લેવાયું છે એ પણ સાથેજ જાહેર કરવું જોઈતું હતું. ) અમેરિકાના માજી પ્રમુખ હુવર વર્તમાન–પ્રમુખ રૂઝવેલ્ટની નીતિને વખોડી કાઢે છે; ત્યાંની પ્રતિનિધિ-સભા પ્રેસીડેન્ટના લેન્ડીંગ બિલ પર વિચાર ચલાવવાની પણ ના પાડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52