Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 44
________________ ૧૯૪ - સુવાસ : શ્રાવણ ૧૯૯૫ શ્રી. હેમચન્દ્રાચાર્ય' નામના પિતાના અનુવાદગ્રન્થમાં કવિનું નામ લખ્યું, “અષાડ.” બિચારાનું નામ બદલ્યું તે બદલ્યું પણ એને “કવિસભાશંગારના બિરુદને પણ “કવિસભા સંગ્રહ કરી દીધું. એ જ ગ્રન્થમાં મહારાણી જેતલ્લદેવી “Jayataladevi'નું નામ બદલાયું ‘જેટલાદેવી'. ટાડે વસ્તુપાળની પત્ની લલિતાદેવી વિશે લખ્યું કે, “લલિતાદેવી વસ્તુપાળ કે તેજપાળ બેમાંથી એકની મા, પત્ની કે છેવટે દીકરી હતી. આ પરથી કોઈકે એને દીકરી ઠેરવી તે કેઈકે એને મા ઠેરવી. મુદ્રાવ્યાપારને અર્થ થાય રાજમંત્રીને વ્યવસાય. પણ અણજાણુ પરદેશીઓએ તેને અર્થ કર્યો શરાફી ધંધે. ને એ અર્થને અનુસરી આપણું સંશોધકોએ કેટલાય મંત્રીઓને શરાફ ઠેરવી દીધા. ફાર્બસની રાસમાળામાં પાને પાને ગેરસમજુતીઓ ભરેલી છે. તેની વિરૂદ્ધ બીજી પ્રમાણ ભૂત હકીકત પણ મળી રહે છે. છતાં એ ગ્રન્થ જાણે ગુજરાતના ઇતિહાસને એક માત્ર અદ્ભુત ગ્રન્થ હોય એમ એની આગળ એવી વિશેષ આદરણીય હકીકતોને ઠેકર મારવામાં આવે છે. ઢડે લખ્યું કે, “સંવત ૧૨૩૪માં કુમારપાળના શાસનકાળ દરમિયાન તેના મંત્રી વસ્તુપાળે......મંદિરની પ્રતિષ્ઠા કરી.” કુમારપાળ ૧૨૩માં અવસાન પામેલ અને વસ્તુપાળને ઉદય ૧૨૭૫ પછી થયો છે એ નગદ ઇતિહાસ છે. છતાં આ હકીક્ત પરથી ડો. અલેકર જેવા અનેકે વસ્તુપાળને કુમારપાળને મંત્રી ઠેરવી દીધે. આપણું ભૌગોલિક નામોની વિકૃતિએ તે એ હદે સીમા વટાવી દીધી છે કે એને હવે સ્પર્શવું જ નિરર્થક જણાય છે. શ્રમણ-સંસ્કૃતિના બે મહાન સ્વભ-શ્રી બુદ્ધ અને શ્રી મહાવીર. તેમાં જે તટસ્થ દષ્ટિએ જોવા જઈએ તો વધારે કસાયેલ ને વધારે ભવ્ય જીવન શ્રી મહાવીરનું લાગે છે. છતાં એડવીન આર્નોલ્ડ અને બીજા અંગ્રેજ લેખકોએ બુદ્ધને ઝડપ્યા અને આપણે બુદ્ધને જ સર્વસ્વ માની બેઠા. બુદ્ધનું જીવન આપણે બૈદ્ધ ગ્રન્થમાંથી નથી લીધું, વેલ્સ કે આર્નોલ્ડ જેવાએ આપ્યું છે એ લીધું છે;-મૂળ બૌદ્ધ ગ્રન્થો કરતાં કેટલાય વિકૃત સ્વરૂપે. ન પૂજવા જેવી કેટલીયે એતિહાસિક વ્યક્તિઓને આપણે પૂછએ છીએ; પૃથ્વીરાજ જેવી કેટલીયે મહાન વ્યક્તિઓને તરછોડી બેઠા છીએ. આજે આપણી દૃષ્ટિ છીછરી બની ગઈ છે. એક પણ વિષયના ઊંડા અભ્યાસ વિના અનેક વિષયોમાં માથું મારવાને આપણે તલપાપડ બની જઈએ છીએ પુરાણની પંદર લીટીને પણ શુદ્ધ અર્થ ન કરી જાણનાર આજે પૌરાણિક સાહિત્ય પર વિવેચન લખવા બેસી જશે; વેદનાં બે સૂતોને પણ સમજી ન શકનાર વૈદિક સાહિત્ય ઉપર નિબંધ લખવા બેસશે; જૈન ઈતિહાસ, સાહિત્ય કે તત્ત્વજ્ઞાનનું ડીટ ન જાણનાર આખા જૈનત્વનો પૂર્ણ અભ્યાસી હોવાનો ડોળ કરશે; ને શાંત–ભવ્ય તટસ્થતાપૂર્વક લખવા બેસી જશે કે “જૈનના પહેલા તીર્થંકર પાર્શ્વનાથે આમ કર્યું કે “જૈનોના બાવીસમા તીર્થકર આદિનાથે આમ કર્યું.” પણ હવે આપણે આ બધું દૂર કરી વધારે વિશુદ્ધ બનવું જોઈએ. ચલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52