Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 45
________________ ગોચરી ીટલરના બાલમિત્ર રેઈનહેલ્ડ હેનીશે હમણાં પિતાનાં સંસ્મરણે લખ્યાં છે, જે G° જર્મનીના એ માધાતાને પ્રભાવ અને તેના વિકાસના મૂળ પર સારો પ્રકાશ નાંખે છે. અમલદાર–પિતાના મૃત્યુ પછી હીટલર અનાથ અને કંગાલ બન્યું. તે સ્થિતિમાં તે વિયેનાના અનાથાશ્રમમાં જઈ વસ્યો, ત્યાં ડેનીશને એની મુલાકાત થઈ. ભૂખથી દબાયલા હીટલરને ખાવાનું આપી ડેનીશે એને વિશ્વાસમાં લીધે. ડેનીશ બજારૂ ચિત્રકાર હતો; હીટલર પણ કંઇક ચિત્રકામ જાણો. બંનેએ ભાગીદારીમાં એ કામ આદર્યું. હીટલરના પિતાના અવસાન પછી, તેની સુંદર સેવાઓના બદલામાં, સરકારે તેના કુટુંબને માસિક ૫૦ કોનનું પાન બાંધી આપેલું. એ નાણાં હીટલરની પરિણીત બહેન લઈ લેતી. હીટલર એ વિષે પરવા પણ ન કરતો. પણ શિયાળામાં જ્યારે તે ટાઢથી થરથરી ઊઠયો ત્યારે ડેનીશના કહેવાથી તેણે ગરમ કેટ ખરીદવાને બહેન પાસેથી થોડાક પૈસા મંગાવ્યા. ડેનીશ અને હીટલર બને ભાગીદારીમાં કામ કરતા, પણ હીટલરને આ સામાન્ય કામ જરીકે ગમતું નહિ. તે તો સમાજ, સંસ્કૃતિ ને રાજકારણની વાત કર્યા કરતો અથવા ગહને પુસ્તકે કે છાપાં વાંચવામાં જ વખત વીતાવતે. પરિણામે ડેનીશને ઊલટ તે ભારરૂપ થઈ પડયે. તેને સ્વભાવે ઉગ્ર હતા. રાજકીય ચર્ચાઓમાં તેને ખૂબ જ રસ પડત. અનાથાશ્રમના નિવાસીઓ તેના આ સ્વભાવની ઘણી વખત મશ્કરી પણ ઉડાવતા. તે જ્યારે ચર્ચા કરવા બેસે ત્યારે તેઓ તેના પહેરણનો પાછળનો ભાગ ગુપ્ત રીતે પાટલી સાથે બાંધી નાખતા અને પછી તેઓ ચર્ચામાં હીટલરને એવો ઉશ્કેરી મૂકતા કે તે મુક્કીઓ ઉગામી ઊભો થવા જતે તે સાથે જ પાટલી પણ ઊછળી પડતી. ધર્મને તે ખૂબ જ જરૂરી માને છે. કોઈ પ્રચલિત ધર્મ ન હોય તે ન સર્જાવીને પણ પ્રજાને તેના પર પ્રેમવતી કરવી જોઈએ એ તેને અભિપ્રાય છે. પાપ-પુણ્યને પણ તે સમજે છે ને માને પણ છે. તે સંબંધમાં તે વારંવાર વૉલ્ટેરનું દષ્ટાંત ટાંતોઃ “નાસ્તિક વિકટરને એક વખતે કેટલાક ગામડિયાઓએ લૂંટી લીધે. વોટર ચીડાઈ ગયે. ગામડિયાએએ કહ્યું, “જો પાપ-પુણ્ય છે જ નહિ તો આમાં દેષ શું છે? તમારા પાસે બચત નાણું હતું, અમારે તે જોઈતું હતું કે અમે તે લઈ લીધું.” આ પરથી વેસ્ટેરની આંખ ઊઘડી ગઈ ને તે હમેશ દેવળમાં જવા લાગ્યો!' કેથેલિક-ખ્રિસ્તિ ધર્મને તે ખૂબ જ વિરોધી છે. દુનિયામાં જે લોહી રેડાયું છે તેમાંને મેરે ભાગ તે એ ધર્મના નામ પર ચડાવે છે. ઇશુના કેટલાક સિદ્ધાંત એ માને છે. સુસંસ્કૃત હિંદ પ્રત્યે એને ખૂબ જ પ્રેમ છે. હિંદને તે સંસ્કૃતિઓની જનતા માને છે. ઈશુ સંબંધમાં તે કહે કે, “તે હિંદમાં રહેલ હોવો જ જોઈએ. તેના પર બુદ્ધ ધર્મની ઊંડી અસર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52