________________
૧૮૬ સુવાસ : શ્રાવણ ૧૯૯૫ રસોઇ પકાવનાર, કપડાં તૈયાર કરનાર, સુતારી કામ કરનાર, મકાન બાંધનાર વગેરે અનેક પ્રકારના શ્રમ કરનાર હતે.
પણ જેમ જેમ માનવી સમાજમાં રહેતે થયો અને સમાજજીવન દિન-પ્રતિદિન પ્રગતિ પામવા લાગ્યું, તેમતેમ સમાજમાં તેમ જ વ્યક્તિના જીવનમાં શ્રમની વહેંચણીને સ્થાન મળ્યું. શ્રમની વહેંચણી આવતાં અમુક માણસો ખેડૂત બન્યા, કોઈ મચ્છીમાર બન્યા, કેાઈ દરજી બન્યા, કેઈ મોચી, કઈ ઘાંચી, કોઈ સુતાર તે વળી કઈ લુહાર બન્યા, એમ અનેક પ્રકારની જરૂરિયાત પૂરી પાડવાને માટે વિવિધ પ્રકારના ધંધાઓવાર શ્રમની વહેંચણના સિદ્ધાંત ઉપર આખાયે સમાજનું આર્થિક જીવન શક્ય બન્યું. શ્રમની –હેંચણના સિદ્ધાન્ત પ્રમાણે ચાલતું સમાજજીવન વધારે સુગમ, સરળ, સંગીન અને સુખ આપનારું પણ પરિણમ્યું.
હજુ આ તો શ્રમની-વહેચણીની પ્રાથમીક ભૂમિકા જ હતી; વહેંચણી માત્ર સાદા સ્વરૂપમાં જ હતી. જેવી રીતે પ્રત્યેક કુટુમ્બમાં અને ખાસ કરીને જ્યાં અવિભક્ત કુટુંબની પ્રથા છે ત્યાં કુટુમ્બના પ્રત્યેક સભ્યને ભાગે અમુક પ્રકારનું કામ આવી જાય છે અને આખુંયે કુટુમ્બજીવન સરળતાથી અને સહેલાઈથી ચાલે છે, તેવી જ રીતે સમાજમાં રહેતા પ્રત્યેક માનવીને ભાગે અમુક અમુક પ્રકારનું કામ–અમુક પ્રકારને શ્રમ-કરવાનું આવે છે અને સારા સમાજનું આર્થિક જીવન સુંદર રીતે સુગમતાથી ચાલે છે.
પણ આજે તો શ્રમની-વહેંચણીનો વિકાસ અને તેની વ્યાપકતા ન કલ્પી શકાય તેટલાં આગળ વધેલાં છે. વિજ્ઞાને યંત્રો આપ્યાં અને મંત્રોથી ઔદ્યોગિક ક્રાંતિ આવી. આ યંત્રની સફળતાના મૂળમાં તેમજ ઔદ્યોગિક ક્રાતિના વિજયના મૂળમાં શ્રમની વહેંચણી છે. આ શ્રમની-હેંચણને પ્રકાર ઉપર જોઈ ગયા તે સાદી શ્રમની-હેંચણી કરતાં જુદો છે. અર્થશાસ્ત્રમાં આ શ્રમની વહેંચણીને સંયુક્ત શ્રમની વહેંચણી કહેવામાં આવે છે.
સંયુક્ત શ્રમની–હેંચણીને આધાર યંત્ર અને જથ્થાબંધ ઉત્પાદન ઉપર જ છે, ઉલટાવીને કહીએ કે યંત્રની હસ્તિ તેમજ જથ્થાબંધ ઉત્પાદનની શક્યતા કેવળ શ્રમની વહેંચણીને આભારી છે તે તે પણ બિલકુલ સત્ય છે. સાદી શ્રમની વહેંચણી આજના સામાજિક જીવનની જેટલી વાસ્તવિક ઘટના છે તેટલી જ બલકે તેથી પણ વિશેષ સંયુક્ત શ્રમની-હેંચણી યાંત્રિક ઉત્પાદનની વાસ્તવિક ઘટના છે. - ગૃહઉદ્યોગના યુગમાં, હજુ જ્યાં સુધી યંત્ર ઉત્પાદનના ક્ષેત્રમાં પ્રવેક્યું નહોતું ત્યાંસુધી, પ્રત્યેક ઉદ્યોગમાં બનતી જુદી જુદી વસ્તુઓને, બનાવનાર સળંગ રીતે પહેલેથી છેલ્લે સુધી તેની બધી વિધિ પિતાના જ શ્રમથી સંપૂર્ણ કરી તૈયાર કરતો. જેમકે આપણો મચી પગરખાંને, સળંગ પિતાના શ્રમથી તેના બધા ભાગોને તૈયાર કરી, બનાવે છે, તે જ પ્રમાણે લુહાર, તે જ પ્રમાણે સુથાર. પ્રત્યેક કારીગર જે યંત્રનું અવલંબન નથી લેતા પણ હાથ કારીગરીથી કામ કરે છે તે તૈયાર કરવાની વસ્તુને સળગ પોતે જ તૈયાર કરે છે. * પણ યાંત્રિક ઉત્પાદનમાં જ્યાં સંયુક્ત શ્રમની વહેંચણીને સિદ્ધાન્ત ખૂબ જ વ્યાપક બને છે ત્યાં તો બનાવવાની વસ્તુના અનેક ભાગ પાડી નાખવામાં આવે છે અને પ્રત્યેક ભાગ જુદા જુદા માણસથી-મજૂરથી તૈયાર થાય છે, અને છેવટ બધા ભાગોનું સંયોજન એક જગ્યાએ થઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપમાં તૈયાર થઈ બહાર આવે છે. જેમકે બૂટના કારખાનાઓમાં આખેય બૂટ એક માણસ નથી બનાવતા પણ એ બૂટના લગભગ અશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com