Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 35
________________ અર્થશાસ્ત્રના અભ્યાસનું એક પ્રકરણ શ્રમ-વહેંચણી ન. હ. વ્યાસ મનુષ્યના જીવનમાં શ્રમને જેટલું મહત્ત્વનું સ્થાન છે તેટલું જ બલકે તેથી પણ વિશેષ શ્રમની યોગ્ય વહેંચણીને સ્થાન છે. પ્રત્યેક માનવીને શ્રમ કરવો પડે છે, પણ તે માત્ર ગમે તે ઢગથી શ્રમ કરીને મુક્ત નથી થતું; તેને અમુક જ પ્રકારનો શ્રમ કર પડે છે; પિતાની પરિસ્થીતીને અંગે જે પ્રકારના શ્રમનું નિર્માણ થયું હોય તે પ્રકારને શ્રમ કરવો પડે છે. આ રીતે પ્રત્યેક માણસને વિવિધ પ્રકારને શ્રમ કરવો પડે છે. આર્થિક જીવનની શક્યતા માટે માનવીના જીવનમાં શ્રમ અનિવાર્ય છે. પણ જીવનની સમગ્ર જરૂરિયાતો પ્રાપ્ત કરવાને માટે તે, વિવિધ પ્રકારને-પ્રત્યેક જરૂરિયાતને અનુલક્ષીને શ્રમ કરતા નથી. તે તે માત્ર સારી જીદગી સુધી એક જ પ્રકારનો શ્રમ ઉઠાવે છે અને છતાં તે શ્રમના બદલામાં તેનું સારું આર્થિક જીવન શક્ય બને છે, તેમજ બધી જરૂરિયાત પ્રાપ્ત થાય છે. આનું કારણ શ્રમની–વહેંચણી છે. ઘણું પ્રાચીન કાળમાં જ્યારે માનવી આજના જેવા નિયમબદ્ધ આર્થિક સમાજમાં નહેતો વસતો ત્યારે શ્રમની વહેંચણીની હસ્તી નહોતી, તેને ખ્યાલ પણ ન હતો. જગત પ્રગતિશીલ છે, જગતમાં વસત માનવી પણ પ્રગતિશીલ છે. વ્યક્તિજીવનમાંથી કુટુમ્બ જીવન આવ્યું, કુટુંબજીવનમાંથી સમૂહજીવન આવ્યું, સમૂહજીવન સ્થિર થતાં ગ્રામ જીવન પ્રાપ્ત થયું અને ગ્રામજીવનમાંથી પ્રાંતો, રાષ્ટ્રો અને આજે, માનવી આંતરરાષ્ટ્રિય જીવનના ધ્યેય તરફ ઝપટભેર જઈ રહ્યો છે. આ બધી પ્રગતિના મૂળમાં શ્રમની-વહેંચણી રહેલી છે. શ્રમની વહેંચણી વિના પ્રગતિ આકાશ કુસુમવત છે. શ્રમની વહેચણી જેટલી વિશેષ તેટલી પ્રગતિ વિશેષ. શ્રમની વહેંચણની વ્યાપક્તા, પ્રગતિનું માપ કાઢવાનું સાધન છે. માનવી તેની પ્રાથમિક અવસ્થામાં પિતાની બધી જરૂરિયાતો માટે–અલબત જરૂરિયાતો ઘણી મર્યાદિત હતી–જેટલા પ્રકારને શ્રમ કરે પડે તે બધે શ્રમ કરતો. જેમકે સુધાશાન્તિ માટે પિતાના ખોરાકનું સાધન તેને પિતાને જ તૈયાર કરવું પડતું; શરીરના રક્ષણ માટે કપડાંઓ પોતાને જ તૈયાર કરવાં પડતાં–જે પ્રકારનાં કપડાઓ પ્રચલિત હતાં તેપિતાનાં આયુધો–શો; પોતાને રહેવાનું ઘર વગેરે વગેરે બધી જરૂરિયાત મેળવવાને માટે તેને પોતાને જ દરેક જાતને શ્રમ કરવો પડતો. એકજ માણસ પોતે શિકારી, મચ્છીમાર, પ્રત્યે તેમણે તીવ્ર વૈર કેળવ્યું. હજી સુધી એ ક્રમ ચાલુ છે. હવે તેને જુવાળ આવ્યો છે. અને સરકારે જાપાન-સિરિયા સિવાયની આખી એશિયાઈ પ્રજા સામે એ કાયદે અમલમાં મૂકવા ઠરાવ્યું છે. આ પ્રસંગે રંગીન પ્રજાના દરેક વર્ગો પોતપોતાનો જુદે સ્વાર્થ બળે એ કરતાં આખી પ્રજા એકમેકને માટે એકત્ર અવાજ રજુ કરે છે એના પર પ્રભુના વધારે ઊંડા આશિર્વાદ ઊતરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52