Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 37
________________ શ્રમ-વ્હેંચણી - ૧૮૭ જેટલા વિભાગેા કરી નાખવામાં આવેલા હાય છે અને પ્રત્યેક વિભાગ જુદો જુદો તૈયાર થઇ છેવટ બધાયે વિભાગાનું સંયેાજન થઈ છૂટ તૈયાર થાય છે. પ્રત્યેક મજૂર માત્ર બૂટને અસીમા ભાગ જ હરહંમેશને માટે બનાવ્યા કરતા હૈાય છે. આ પ્રમાણે શ્રમની હેંચણી જેટલી વધારે સૂક્ષ્મ તેટલી ઉત્પાદનની શક્તિ વધારે. એટલે ઉત્પાદનની શક્તિને વધારવા માટે શક્ય હાય ત્યાંસુધી શ્રમની હેંચણીને વધારે ને વધારે સૂક્ષ્મ બનાવવામાં આવે છે; ઉત્પાદનની વસ્તુના શકય હાય તેટલા વધારેમાં વધારે વિભાગેા પાડી નાખવામાં આવે છે. આમ કરવામાં કામ કરનારાઓને વધારે સંખ્યામાં રાકવા પડે છે અને તે ત્યારે જ બની શકે જ્યારે ઉત્પાદન જથ્થાબંધ કરવાનું હોય તેમ જ જથ્થાબંધ તૈયાર થતા ઉત્પાદન માટે વિશાળ બજાર હોય. માત્ર જથ્થાબંધ ઉત્પાદન અને વિશાળ બજારને પરિણામે શ્રમની વ્હેંચણીને સુક્ષ્મતમ બનાવી શકાતી નથી પણ ઉત્પાદન સતત ચાલુ રહેવું, જોઈ એ. જે ઉત્પાદન સતત ચાલુ ન રહે તેમ હોય તેા કાઈ પણ એક વસ્તુને સામો કે હજારમા ભાગ માત્ર બનાવવા પૂરતા મજૂર કામ કરવા તૈયાર નહિ થાય. ખેતીવાડીના ધંધામાં યાંત્રિક ઉત્પાદન કરતાં સંયુક્ત શ્રમની વ્હેંચણી બહુ જ ચેડા પ્રમાણમાં શકય બને છે તેનું કારણ આ જ છે. યાંત્રિક ઉત્પાદન જેટલા કૃષિઉદ્યોગ સતત હાતા નથી. ઉત્પાદનના ક્ષેત્રમાં સંયુક્ત શ્રમની વ્હેંચણીમાંથી પૂરેપૂરા લાભ ઉઠાવવા હાય તા પ્રત્યેક મજૂરને એકજ પ્રકારના કામ ઉપર——અને તે કામ ઉત્પાદનની વસ્તુને શકય હાય તેટલે નાના વિભાગ–સતત લગાડવા જોઇએ. આવી રીતે પ્રત્યેક મજૂરને તેની શક્તિ અને યાગ્યતા પ્રમાણે જુદા જુદા અક્કેક વિભાગનું કામ આપવાથી તે વિભાગ તૈયાર કરવામાં અસાધારણ કુશળતા, તે મજૂર પ્રાપ્ત કરી શકે છે. પરિણામે કામ વધારે સારૂં અને સચોટ બને છે. પ્રત્યેક વિભાગ તૈયાર કરવા પૂરતું યંત્ર પણ વિશિષ્ટ પ્રકારનું થતું જાય છે. શ્રમની વ્હેંચણીને પરિણામે ઉત્પાદનના ક્ષેત્રમાં અનેકવિધ ફાયદાઓ થાય છે. જેમકે પ્રત્યેક મજૂરને તેની શક્તિ કે ચાગ્યતા પ્રમાણે કામ આપી શકાય છે. સ્ત્રી મજૂરા અને ખાળ–મજૂરા ઉત્પાદનના ક્ષેત્રમાં શ્રમની–વ્હેંચણીના સિદ્ધાન્તને પરિણામે જ પ્રવેશી શકમાં છે. એકજ પ્રકારનું કામ સતત કરવાથી કાર્યમાં કુશળતા પ્રાપ્ત થાય છે; વખતને, મૂડીના, સાધનાના સંપૂર્ણ રીતે ઉપયેાગ થઈ શકે છે તેટલું જ નહિ પણ ધણા લાભથી ઉપયાગ કરી શકાય છે. યંત્રને ઉપયાગ ખૂબ જ વ્યાપક બનાવી શકાય છે. ઉપર જોયેલા શ્રમની વ્હેંચણીના ફાયદાએ માત્ર ઢાલની એકજ બાજુ છે. ઢાલની ખીજી ખાજી-તેનાથી થતા ગેરફાયદાઓ કેટલા ભયંકર છે તે ઊઁડાણથી વિચાર કરતાં કમકમાં આવે તેવા છે. શ્રમની વ્હેચણી ઉત્પાદનના ક્ષેત્રમાં જેવાં સ્ત્રી-મજૂરા અને બાળ-મજૂરાને લાવે છે કે તેનીજ સાથે બેકારી, અનીતિ, કુટુંબજીવનને વિનાશ અને શૈશવને નિર્દોષ આનંદ અને વિકાસ હણી નાખે છે. એકજ પ્રકારનું કામ આખી જિન્દગી સુધી કરતાં કદાચ તે કામ પૂરતી કુશળતા પ્રાપ્ત થાય પણ સાથે સાથે તે મજૂરના જીવનમાંથી જીવનની તેમજ શ્રમની ખીજી બધી બાજુએ બંધ થઈ જાય છે, તેના જીવનમાંથી વિવિધતા અને રસ ઊડી જાય છે, તે યંત્રની સાથે માત્ર યંત્રવત બની જીવન પસાર કરે છે, અને સદાને માટે મૂડીદારના ગુલામ ખની રહે છે કારણ કે એક વસ્તુને સામે! કે હજારમા ભાગ બનાવવા સિવાય તેને કંઇ આવડતું નથી. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52