Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 31
________________ રંગીન પ્રજાઓ - ૧૮૧ ખ્રિસ્તિ બનાવી દેવામાં આવે છે. આવા માણસો ગોરી અને ખ્રિસ્તિ પ્રજાની તરફેણમાં પ્રચાર કરવામાં ચેપી રોગની ગરજ સારે છે. ચીનમાં ગોરી પ્રજાએ ઠેર ઠેર પોતાનાં થાણું જમાવ્યાં છે. તે ચીનનું રાજતંત્ર અડાણવટમાં લખાવી તેને જાપાનની સામે લડવાને નાણાં ધીરે છે. એનો મૂળ ઉદ્દેશ તો ચીન-જાપાનને અંદરોઅંદર લડાવી બંનેને ખોખરાં કરવાનો છે.' અમેરિકાની મૂળ રેડઇન્ડિયન્સ પ્રજાને તે આજ સુધી જીવતી ને જીવતી બાળી દેવામાં આવી છે એ જગજાહેર વાત છે. ગોરાઓ કહે છે કે એ પ્રજાઓ તો પશુથીયે હલકી છે. કેણે માપ કાઢ્યું? ઇતિહાસ તે એમ પૂરવાર કરી શકે એમ છે કે ઉત્તર રશિયાને માર્ગ થઈ આર્યોની કેટલીક ટુકડીઓએ અમેરિકામાં જઈ ત્યાં વસવાટ જમાવેલો. અમેરિકાનો મહાન ઈતિહાસકાર પાર્કમેન તે ત્યાંની મૂળ પ્રજાએ ખેલેલાં અદ્વિતીય યુદ્ધોની પ્રશસ્ય નોંધ લે છે. ને અમેરિકામાં મળી આવતા પુરાતત્ત્વના ભવ્ય અવશેષ શું છેલ્લા ત્રણસો-ચારસો. વર્ષથી ત્યાં જઈ વસેલી ગોરી સંસ્કૃતિએ ઊભા કરેલા છે? ઈગ્લાંડમાં જેને માટે કંઈ સ્થાન ન રહ્યું હોય એવાઓને ઑસ્ટ્રેલિયા ધકેલી ધકેલી એ સંસ્થાનની ખીલવણી કરવામાં આવી છે. પણ એ ખીલવણી શું કેવળ એવા ઊતરેલ ગોરાઓએ જ કરી છે? ગોરાઓએ જ્યારે ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલાંડ પર પિતાને વાવટે ચડાવ્યો ત્યારે તે પ્રદેશની પ્રજા જેવી અને જે સંખ્યામાં હતી તેવી અને તેથી અડધી સંખ્યામાં પણ આજે છે ? આફ્રિકા પરના અત્યાચાર વિષે તે વિચાર કરવાને પણ પત્થરી હૈયું જોઈએ. ઈ. ડી. મોરેલ જે નામાંક્તિ અંગ્રેજ લેખક પણ કહે છે કે, “એ કાળા અત્યાચારનાં લેહિયાળ પાનાં ઉકેલવાની હિંમત નથી. એ હિંદના વિજય જેટલાં જ લેહીથી રંગાયેલાં છે.” આફ્રિકા વિષે એક ભ્રમણ એ ફેલાવવામાં આવે છે કે ત્યાંની પ્રજા પશુ જેવી અને બિનસંસ્કારી હતી અને ગરાઓએ ત્યાં જઈને પ્રકાશ ફેલાવ્યો છે. પણ આ બંને હળાહળ જુઠાણાં છે. ગોરાઓએ તે ત્યાં જઈને લેહીની નદીઓ જ વહાવી છે. અને ત્યાંની પ્રજા યુગોથી સંસ્કારી હોવાનાં પૂરતાં પ્રમાણ છે. - પુરાણોમાં આફ્રિકાને ઊંચ દ્વીપના નામે ઓળખવામાં આવે છે. હિંદી સંસ્કૃતિ પશ્ચિમ એશિયાને માર્ગે થઈ ઈ. સ. પૂર્વે ૧૦૦૦ લગભગમાં ત્યાં પહોંચેલી. ઝીમ્બાબ્લેનાં ભવ્ય ખંડેરમાં આજે પણ તેના અવશેષો નજરે પડે છે. ખંડના અનેક ભાગોમાંથી મળી આવતાં ખડકચિત્રોને તો ગોરા સંશોધકોએ પણ ઈ. સ. પૂર્વે ૮૦૦૦ લગભગનાં ઠેરવ્યાં છે. મીસરના રાજવંશને સ્થાપક રાજા મેનીજ (અસમંજસ) ચક્રવર્તી સગરને પુત્ર હતા. બેબિલોનના ચક્રવર્તી સમ્રાટ પણ આફ્રિકાના ઉત્તર ભાગમાં જતાં હાર ખાઈ બેઠેલા. એચ. જી.વેલ્સના મતે ઈ. સ. પર૦ માં હિંદી પ્રવાસીએ દક્ષિણ આફ્રિકાની મુલાકાત લીધેલી. પૂર્વ–આફ્રિકામાં તે હિંદીઓ સદીઓથી જઈ વસ્યા હતા અને વાસ્કો ડી ગામાએ ત્યાં તેમને જોયેલ હોવાના પણ પુરાવા છે. હિંદ-વિધીઓમાં અગ્રપદ ધરાવનાર મી. ચચલના મતે પણ હિંદીઓ આફ્રિકામાં ગોરાઓ પૂર્વે ઘણું વર્ષ પહેલાં જઈ વસ્યા હતા. આમ આફ્રિકા અંધારખંડ હતો અને ગોરાઓએ એને શોધીને અજવાળામાં મૂકો એ વાત જુદભરી નથી જણાતી. એ ખરું છે કે લૂંટફાટની નીતિ ગોરાઓએ જ ત્યાં પહેલવહેલી અજમાવી. ચૌદમી સદીના મધ્યાન્હમાં પોર્ટુગલના રાજા હેન્રી ધી નેવીગેટરની સહાયથી કેટલાક ગોરા શોધકે એ પશ્ચિમ આફ્રિકાને કાંઠે પગ મૂક્યો. તેમની નજર ત્યાંના સુષ્ટિસૌન્દર્ય પર ન કરી પણ કેટલાંક ખેલતાં-કૂદતાં કાળાં માનવો પર જઈ ચોંટી. તેમણે એ માનવોમાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52