________________
જગતને જેણે સંસ્કાર આપ્યા-સમૃદ્ધિ આપી, પયગંબરે આયા-તત્વજ્ઞાન આપ્યું, કલા આપી-સંસ્કૃતિ આપી છતાં આજે હિંદમાં જે ગુલામ છે, ન્યુઝીલેન્ડ કે - લિયામાં જે ભૂંસાઈ ગઈ છે, અમેરિકામાં આજ સુધી જેને બાળી દેવામાં આવી છે, ચીનમાં જેના પર બોંબ અને અગ્નિ વર્ષ છે, આફ્રિકામાં જેના પર ગુજરેલા અમાનષિક અત્યાચાર માટે શબ્દ નથી એ-જગતની
રંગીન પ્રજાઓ
નરસિંહ - દક્ષિણ-આફ્રિકામાં મહાત્માજીને ઝાડની ડાળી પર ફાંસીએ લટકાવી દેવાની યોજના અને ના. શાસ્ત્રીજી અને શ્રીમતી સરોજિની દેવી સામે થયેલ ગેરા હુમલાઓએ હિંદી પ્રજાનું એ પ્રદેશ પ્રત્યે ઠીક ઠીક ધ્યાન આપ્યું છે. આજે ફરી એ પ્રશ્ન હિંદના પ્રજાકીય સ્વમાનને મૂંઝવી રહ્યો છે. ત્યાં વસતા હિંદીઓએ વર્ષોથી અઘટિત અપમાને સહ્યાં છે, અસહ્ય ગુલામી વેઠી છે, મજૂરી કરી કરીને ગોરાઓને પૈસે કમાવી આપે છે–આજે એ ગોરાઓ કંઇક વર્ષોથી ઘડેલી પોતાની યોજના પ્રમાણે હિંદી વસાહતીઓને પાછા હડસેલવા માગે છે, અથવા એમના ન જેવા હક્કો મૂંટવી લઈ એમને અંત્યજવાડામાં ધકેલી દેવા માગે છે.
આ પ્રસંગે દક્ષિણ–આફ્રિકામાં હિંદીઓના સ્થાન વિષે વિચાર ખાસ જરૂરી છે; પણ તે કેવળ હિંદી દષ્ટિએ નહિ પણ સમસ્ત રંગીન પ્રજાની દૃષ્ટિએ. કેમકે દક્ષિણ-આફ્રિકાની આ દ્વેષનીતિ–જો કે એના પરિણામે શોષવાનું તે મોટે ભાગે હિંદીઓને છે છતાં—કેવળ હિંદીઓ સામે નહિ, પણ મોટા ભાગની એશિયાવાસી રંગીન પ્રજા સામે આદરવામાં આવી છે; અને તે પણ ગોરી પ્રજાની આખી રંગીન પ્રજા પ્રત્યેની વલણનું એક પ્રકરણ જ છે.
ગારી પ્રજાના ભીષણ અત્યાચારે અને રંગીન પ્રજાની કરુણતમ સ્થિતિને ઉખેળતાં પહેલાં એ જઈ જવું જરૂરી છે કે ગોરી કરતાં અનેકગણું મોટી રંગીન પ્રજા ગોરા પાશમાં શા માટે ચૂંથાઈ રહી છે?–અત્યારે તો એમ થવાનાં ત્રણ કારણ જણાય છેઃ એક ગરી પ્રજાનું દાનવી શસ્ત્રબળ; બીજું હાથચડેલી રંગીન પ્રજામાં કેળવવામાં આવેલ કુસંપ, નિર્બળતા અને સંસ્કારભ્રષ્ટતા; અને ત્રીજું ગોરી પ્રજાની રાક્ષસી અને કુટિલ વૃત્તિઓને સમજવાની રંગીનની અશક્તિ. ગેરી પ્રજા જ્યારે રંગીનને પડખે લે છે ત્યારે રંગીને કુલાઈ જાય છે, સમજતા નથી કે આ કઈક નવી સોગઠાબાજી છે. એક ગોરા અમલદારે દક્ષિણ આફ્રિકાની ધારાસભામાં ગોરી પ્રજાનું માનસ વ્યક્ત કરતાં ખરું જ કહ્યું છે કે “દશ હજાર દેશીઓ કરતાં એક ગોરાની કિંમત વધારે છે.” જર્મની બ્રિટનનું દુશ્મન છતાં હારીને પણ વીસ વર્ષમાં પાછું ટટાર બન્યું છે, કેમકે તે ગોરું છે. પણ યુદ્ધમાં બ્રિટનને પડખે રહી એના પગ ચાટતા ચાટતાં સમરભૂમિ પર આળોટનારાઓની પ્રજા પાસે આજે રોટલો નથી, કેમકે એ રંગીને છે. દક્ષિણ–આફ્રિકામાં બોર યુદ્ધમાં મદદ કરી, હિંદીઓએ અંગ્રેજોને ડચ સામે વિજય અપાવ્યો; આજે હિંદીઓને હાંકી કાઢવામાં એ જ અંગ્રેજો ને ડો એક બન્યા છે; કેમકે બંનેની ચામડી ગોરી છે. પણ રંગીને એક નથી બની શકતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com