Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 32
________________ ૧૮૨ - સુવાસઃ શ્રાવણ ૧લ્પ કેટલાક સશક્ત પુરુષોને ગુલામે તરીકે ઉઠાવવાની છેજના ઘડી. પરિણામે બંને પક્ષ વચ્ચે યુદ્ધ થયું. પણ શસ્ત્રધારી ખ્રિસ્તિઓએ અનેક કાળાં સ્ત્રી-પુરુષોને સંહાર કરી નાંખ્યો. તે પછી વિજય માટે તેમના વહાલા પ્રભુની સ્તુતિ કરી બાર ગુલામો લઈ તેઓ પોર્ટુગલ પાછો ફયો. એ પછી કોલંબસ રખડતે રખડતે અમેરિકા જઈ ચડો. શરૂઆતમાં તે પ્રદેશ સ્પેનને હસ્તક આવ્યો. તેને ત્યાં ધાતુઓ અને કુદરતી ખજાનાની વિપુલતા જણણ. પણ ત્યાંની મૂળ સ્વમાની પ્રજા તેને માટે મજૂરી કરવા તૈયાર થાય એમ નહતી. પરિણામે તેને પરદેશી ગુલામેની જરૂર જણાયું. પિર્ટુગલ તૈયાર જ હતું. તેણે સ્પેનને ગુલામો પૂરા પાડવાનો કોન્ટ્રાકટ કર્યો. અને ઈશુખ્રિસ્તના પવિત્ર નામ પર આફ્રિકામાંથી ટોળાબંધ ગુલામ ઉઠાવીને તેમને અમેરિકાને કાંઠે ખડકવા માંડયા. ગુલામોને પકડવામાં કેટલું લેહી રેડાતું હતું, કેટલાં નિર્દોષ ચૂંથાઈ જતાં હતાં, મુસાફરીમાં કેટલા ગુલામો મરી જતા હતા તેને ખ્યાલ રાખવાની પિટુગલને જરૂરત નહતી. પણ પોર્ટુગલને આ રીતે લાડ ખાટી જતું જેઈ યુરોપના બીજા દેશોની દાઢ સળકી. ૧૫૬૨ માં ઈગ્લાંડનાં મહારાણી એલીઝાબેથની ખાનગી ભાગીદારી સાથે હોકીન નામના અંગ્રેજે પણ એ પવિત્ર કામ ઉપાડી લીધું. એ પછી તે બધા દેશો વચ્ચે તે ધંધામાં હરીફાઈ ચાલી. સ્પેને પોર્ટુગલ સાથેના કરાર રદ કરી બીજા દેશોને પણ એ સફળ ધંધામાં જોડાવા દીધા. પણ સાથે જ તેનું અમેરિકા પણ બીજાઓ ખાઈ જવા માંડ્યા. આ બધા ધંધા, હરીફાઈ ને વિજયોમાં વધુમાં વધુ ભાગ ઈંગ્લાંડને ફાળે ગયો. - ઈ. સ. ૧૬ ૬૬થી ૧૮૦૦ના ગાળા દરમિયાન યુરોપની ગોરી પ્રજાએ આ રીતે અમેરિકાને કાંઠે ૧૦૫૯૧૧૧૫ ગુલામે ઊતાર્યા. આમાં સાઠ લાખ લગભગ તે એકલા ઈંગ્લાંડે જ ઉતાર્યા. એ બધાને પકડતાં રેડવું પડેલ લેહી, તેમનાં કુટુંબના હાલહવાલ, રસ્તે દુઃખ કે ભૂખથી તેમાંનાં લાખોનાં કરુણ મૃત્યુ એ કશાનો તો હિસાબ જ નથી. એક ગાળા દરમિયાન અઢી લાખ લગભગ ગુલામ રસ્તે દુઃખથી કચરાઈને મરી ગયાની નોંધ લેવાઈ છે. આ બધા ગુલામ મોટે ભાગે પશ્ચિમ-આફ્રિકામાંથી જ ઉઠાવાયેલા. આ વેપારમાં જોડાનાર પેઢીઓની સાથે જ રાજ્યને અને વહાણવટાના વેપારીઓને પણ એટલો જ આર્થિક લાભ થયેલો. ઇ. સ. ૧૭૭૫ માં બ્રિટનના સંસ્થાનમંત્રીએ પાર્લામેન્ટમાં જવાબ આપતાં કહેલું કે, “આ ઉમદા લાભદાયી ધંધો દેશથી ન છેડી દેવાય.' ઈગ્લાડનો વહાણવટા ઉદ્યોગ પણ એ અરસામાં ફાલી ફૂલી નીકળ્યો. ગુલામોના એ વેપારમાં એકલાં લીવરપુલનાં વહાણો જ વાર્ષિક રૂ. ૧૬૭૬૪૭૦૫ ને નફે કરતાં હતાં. નફામાં લોક ભાગ કાળી પ્રજામાં ઉમદા ખ્રિસ્તિ ધર્મના પ્રચાર માટે મીશનરીઓને મેંપાને. અમેરિકામાં ઉતારવામાં આવેલા ગુલામેની દશા વર્ણવી જાય એવી નથી. તેઓ કામ કરવાને અશક્ત બનતાં તેમને મારી નાંખવામાં આવતા. તેઓ સામનો કરે તે શરીરનું લોહી નીતરવા માંડે એ હદે તેમને ચાબખા મરાતા. કામ ન કરનાર કે ઓછું કરનારને દિવસ સુધી ઝાડ સાથે ભૂખ્યા બાંધી રાખવામાં આવતા. ડચ-ગિયાના ને બ્રિટિશ વેસ્ટ ઇનીઝમાં તો તેમને જીવતા સળગાવી દેવામાં આવતા. તેમનાં ગુહ્ય અંગ છેદી નાંખવામાં આવતાં કે તેમને ખાંડના ઊકળતા તાવડામાં ફેંકી દેવાતા. તેમના દેશમાં તેમનાં કુટુંબોની સ્થિતિ તે પ્રભુને આધીન હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52