Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 26
________________ ૧૭૬ સુવાસ : શ્રાવણ ૧૯ જ્યારે દ્રોહીઓ અને દંભીઓના પટ ચીરાઈ જતા. કેટલીક વખત તે જુગારખાનામાં જઈ ચડતો અને પિતે પણ ગુપ્તરીતે રમવા બેસી જતો. એવાં સ્થળે તેને ઘણું જાણવાનું મળતું. તે છત પણ સહેલાઈથી મેળવી લેતા. એક દિવસે તેણે એક જ રમતમાં રૂપિયા ૨૫૦૦ મેળવેલા. હિંસક પ્રાણીઓના શિકારને તેને વિશેષ શોખ હતો. તે માટે અનેક વખતે તે જીવલેણ સાહસમાં પણ ઝંપલાવતા. ઘણું વેળા તે ભાઈને પ્રધાનપદ સોંપી દિવસોના દિવસે જંગલમાં ગાળતા. એ સમયનાં એનાં સાહસો એવાં રોમાંચક છતાં એટલી સંખ્યામાં છે કે તે બધાંની નોંધ ઘણી લાંબી થઈ પડે. સાહસી હેવા સાથે જ તે સાહિત્ય અને કલાને પણ એટલો જ પૂજક હતો. સાહિત્યકારો અને કલાકારોને તે અવનવાં ઉત્તેજન આપતો. તેણે તે પ્રદેશનાં પંખીઓ અને પશુઓની જુદી જુદી જાતનાં તેમજ કુદરતી લીલાનાં લેવરાવેલ ચિત્ર હજી પણ સચવાઈ રહ્યાં છે. ગ્રન્થભંડારે પણ તેને અતિ પ્રિય હતા. રાજ્યના મુખ્ય ગ્રન્થભંડારમાંથી ગોરા વિદ્વાનોએ અમુક અલભ્ય અને પચાવી પાડવાના સમાચાર મળતાં જ તે ઉશ્કેરાઈ ગયેલું. તેણે કોઈ પણ ઉપાયે એ ગ્રન્થ કે તેની નજો મેળવવાનો આગ્રહ કર્યો. અને ગુમ થયેલમાંથી ઘણાખરાની નકલો તેણે એ રીતે પાછી મેળવાવી પણ લીધી. તેમાં કેટલાક તાંત્રિક ગ્રન્થો, મુદ્રારાક્ષસ, સિદ્ધાન્ત દીપિકા, ગુહ્ય સમાજ, મેઘસૂત્ર, વાજસૂચિ, વરાહમિહિરેકૃત જ્યોતિષ વગેરે મુખ્ય હતા. તેનો સ્વભાવ પણ એટલા જ ઉદાર હતો. તેણે બ્રાહ્મણને દાનમાં હજારો ગાયો આપી, સુવર્ણનો રથ આપો, રત્નધેનુ આપી. નાનાં છોકરાંઓને સાહસિક હરિફાઈઓમાં ઝેરી તે તેમને સુંદર અનામે આપતો. એક પ્રસંગે એક ગરીબ કાબુલીનું કાપડ ખપતું નહેતું ને તે બિચારાને દેશ પાછા જવું હતું, તે વખતે અંગે પોતાને બિનજરૂરી છતાં તેનું બધું જ કાપડ ખરીદી લીધેલું. નેપાળનાં કેટલાંક દેવાલયો સૈકાઓથી જીર્ણ થઈ રહ્યાં હતાં તે તેણે ચીનથી કુશળ ઇજનેરે બોલાવી લાખના ખર્ચ સમરાવી દીધાં. એક પ્રસંગે તે હરિહર છત્રના મેળામાં ગયેલ. ત્યાં વેપારીઓને પટાવવા તેણે એક જ રાતમાં રૂા. ૩૫૦૦૦ ની ચીજોની ખરીદી કરી. તેની ન્યાયપ્રિયતા પણ એટલી જ ઉજજવળ હતી. એક શહેરીએ તેના પિતાને ચોવીશ વર્ષ પૂર્વે, તેની ગરીબ સ્થિતિમાં, ગુપ્ત રીતે, રૂ. ૨૩૦૦ આપ્યા હોવાની વાત કરી ને અંગે તરત જ તેને વ્યાજ સાથે તે નાણાં ચૂકવી આપ્યાં. એક ગામના જમીનદારે ન્યાયાધીશને ફોડી એક કેસનો ચુકાદ પિતાની તરફેણમાં મેળવેલ. જંગ તરત જ ત્યાં જઈ પહોંચ્યો ને ઊંડી તપાસ કરી જમીનદાર દોષિત જણાતાં તેને દંડ કર્યો, નિર્દોષને બદલે આપો, ન્યાયાધીશને નાળિયેર પરખાવ્યું. મહારાણ સુરેન્દ્રવિક્રમે એક નિર્દોષ અમલદારનું અપમાન કરતાં તેણે મહારાણની પણ ધૂળ કાઢી નાંખી. સત્તાવન વીર સેનાપતિ નાનાસાહેબનાં નેપાળમાં વસતાં મહારાણીને એક ઝવેરીએ તેમની બે હીરાની બંગડીઓના વેચાણમાં છેતરેલાં, જંગને એ સમાચાર મળતાં જ તેણે ઝવેરીનો દંડ કરી મહારાણીને યોગ્ય બદલે અપાવ્યું. એક સ્થળે એક સ્ત્રીને રડતી જોઈ તે તેના ઊંડાણમાં ઊતર્યો અને તેમાં સ્ત્રીના ધણીને દેષ જણાતાં તેણે તે ધણીને ધમકાવ્યો એટલું જ નહિ પણ કાયદો કર્યો કે કઈ પુરુષ પોતાની પત્નીને વિશેષ પડતી હેરાન કરે તે તેને એવી કડક સજા કરવામાં આવશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52