Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 25
________________ રાણું જંગબહાદુર ૧૭૫ પિતાની શક્તિ અને સત્તા, સત્ય અને સમૃદ્ધિ અંગ્રેજોની સેવામાં ધર્યા; છ હજારના ગુરખા સૈન્ય સાથે તે હિંદી જુવાળને કચરી નાંખવા દોડી આવ્યો. પણ વાઇસરૉયે તેની સેવાને અસ્વીકાર કરતાં તેને વીલા મુખે પાછા ફરવું પડયું. એ સમયે કેટલાક સ્વદેશભક્તોએ તેને કચરી નાંખવાની યોજના ઘડી પણ યુક્તિબાજ જંગ સહેજે બચી ગયે. ને અંગ્રેજો જ્યારે હિંદમાં ખરેખર સપડાઈ ગયા ત્યારે જંગ ફરી તેમની મદદે દોડી આવ્યો ને પિતાની અનુપમ સેવાથી પડતા બ્રિટિશ સામ્રાજ્યને તેણે બચાવી લીધું. તેની એ સેવા અનેકવિધ હતી. કેટલેક ઠેકાણે તેના સૈન્ય બળવાખોરોને પાછા હટાવ્યા તે કેટલેક સ્થળે અંગ્રેજ મિત્રોને છૂટકારો કર્યો; કેટલેક ઠેકાણે તેમણે કતલ ચલાવી તે કાઈક સ્થળે લૂટફાટ પણ કરી. ઝનૂની બળવાખોરોની સામે તે જંગ અંગ્રેજોને દેવદૂત સામે થઈ પડયો. કેમકે તેનું સૈન્ય હિંદી યુદ્ધકળાથી પરિચિત હતું ને બળવાખોરો અંગ્રેજો સામે લડે એવા ઝનુનથી તેની સામે લડી શકતા પણ નહિ. કેટલાક હિંદી રાજાઓને પણ અંગ્રેજેના પલ્લે બેસાડવામાં તેણે મહત્વને ભાગ ભજવે. ઔધના નવાબે તેને બળવાખોરોને પક્ષે ભળવાની કરેલ વિનતિના જવાબમાં તેણે તે નવાબને અંગ્રેજોના ચરણે જઈ ઢળવાની દીધેલી સલાહ કણાજનક છે. અંગ્રેજોએ તેને એ મદદનો તાત્કાલિક બદલે ૫ણું આપો. લખનૌની કાયદેસર જંગી લૂંટમાં જંગને અને તેના સૈન્યને ભાગ પડાવવાની છૂટ આપવામાં આવી. કરોડોનું જવાહિર, કિમતી કાપડ, અગણિત નાણું, સોનાચાંદીનાં વાસણો, અમૂલ્ય કલાસામગ્રી અંગ્રેજ-ગુરખા લૂટારાઓને હાથમાં જઈ પડી. બિચારા લડાયક ગુરખાઓને તો અમૂલ્ય વસ્તુઓનું જ્ઞાન પણ નહોતું. મોતીની માળામાંથી સોનાના તાર ખેંચી લેવાને તેમણે લાખની કિંમતનાં મોતી રસ્તે વેરી નાંખ્યાં; અમૂલ્ય રત્નકંબલેને ભોંય પર પાથરી તેઓ તેના પર આળોટવા લાગ્યા. - હિંદી બળવાની આ રીતે ઘોર ખોદી વિજયી જંગ નેપાળ પાછો ફર્યો. અંગ્રેજોએ તેને પિતાના લાડીલા સહાયક તરીકે અભિનંદનના સંદેશા મોકલ્યા. હિંદી વાઈસરોય લેડ કેનિંગે જંગનાં ગુણગાન કરતો પત્ર લખી, તેની અનુપમ સેવાના બદલામાં, નેપાળને જે ડોક પ્રદેશ બ્રિટિશ હિંદમાં ભેળવી દેવામાં આવ્યો હતો તે તેને પાછો સેં. બ્રિટનના સત્તાધીશોને લાગ્યું કે કચરાયલ નેપાળ કરતાં સ્વતંત્ર નેપાળ તેમને વધારે લાભદાયી છે. પરિણામે નેપાળને તેમણે સન્માન્ય મિત્ર રાજ્ય તરીકે કબૂલ્યું. બ્રિટનનાં મહારાણીએ જંગ પર ભારેમાં ભારે ઈકાની નવાજેશ કરી. મહારાણીને પતિ પ્રીન્સ આલ્બર્ટે અભિનંદન પત્ર લખી તેની પ્રશંસા કરી. બળવાની નિષ્ફળતા પછી બળવાખોરોમાંના કેટલાક નેપાળની સરહદમાં ભરાયા. બ્રિટનના મિત્ર તરીકે તો જંગ એ બધાને અંગ્રેજોને સોંપી દેત પણ હિંદુઓને પવિત્ર અતિથિધર્મ તેનાથી છેડાય એમ નહતું. ઔધના નવાબ અને તેની માતા જેવી કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓને તેણે વર્ષાસન બાંધી આપ્યું, કેટલાકને નિવાસની ગોઠવણ કરી આપી, તોફાને ચડ્યા એને પૂરા કર્યા, ને જે લેકે ફોજદારી રીતે ગુન્હેગાર કરતા હતા, તેમને તેણે અંગ્રેજોને સોંપી દીધા. બળવાખોરોના હાથમાં કેટલાક અંગ્રેજ કેદીઓ હતા તેમને તેણે મુક્તિ અપાવી. જુના ભારતીય રાજવીઓની જેમ જંગ ઘણી વખત ગુપ્તવેશે નગરની નવાજૂની જાણવા નીકળતું. એ પ્રસંગે કઈ ગુપ્ત વરે, સાચા સેવકે કે દેશભક્તોનાં ભાગ્ય ખૂલી જતાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52