Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 22
________________ ૧૭૨ - સુવાસ : શ્રાવણ ૧૯૯૫ બીજે દિવસે જંગે લંડનની મુખ્ય વ્યાયામશાળાની મુલાકાત લીધી. ત્યાં લંડનના એક અદ્વિતીય ભલે પિતાની અનુપમ શક્તિનાં બણગાં ફૂંકતાં જંગે પિતાની સાથેના એક કુસ્તીબાજને એની સામે અખાડામાં ઉતાર્યો અને એ નેપાળીએ ઈંગ્લાંડના મલ્લનાં હાડકાં ખરાં કરી નાંખ્યાં. જંગે એ મલ્લ ઉપર દયા લાવી તેને થોડીક સેનામહોરે બક્ષી. આ પછી જંગે બેંક ઑફ ઇગ્લાંડ, ટેમ્સપૂલ, લંડનનાં દવાખાનાં, બાગબગીચા, સંગ્રહસ્થાને, લશ્કરી ટુકડીઓ વગેરેની મુલાકાત લીધી. કેટલેક સ્થળે જણાતી સુશોભિત વ્યવસ્થાએ તેને મુગ્ધ કર્યો. તેણે કેટલીક નેધો ટપકાવી લીધી. એ પ્રસંગે તે હિંદના માજી વાઈસરોય, ઈલાંડના પરદેશમંત્રી વગેરેના સંસર્ગમાં આવ્યો. એક દિવસે જંગ અકસ્માત માં પડશે. તે પ્રસંગે તે સમયના ઇગ્લાંડના નામાંકિત વૈદ્ય સર બે જામીનને બેલાવવામાં આવ્યા. બેન્જામીને સુંદર સારવાર કરી જંગને બે ત્રણ દિવસમાં જ સાજો કરી દીધું. જંગે વૈદ્યને ઉ૫૦૦ રૂપિયા ધામવા માંડ્યા પણ વૈધે પોતાની ફીના રૂ. ૧૫૦૦ ઉપરાંત વિશેષ લેવા ના કહી. આવા કેટલાક પુરુષોએ જંગના મન પર પ્રિટન અને તેની પ્રજા વિષે સુંદર છાપ પાડેલી. આ સમય દરમિયાન મહારાણી વિકટોરિયા પ્રતિભવન છેડી બહાર આવી ચૂક્યાં હતાં. તેમની સાથે તરત જ જંગની મુલાકાત ગોઠવવામાં આવી. જંગે પતિની સાથે દિવાનખંડમાં બેઠેલાં મહારાણીને નમન કરીને ભેટયું ધર્યું. મહારાણીએ વળતાં નમન કરી હસીને જંગનું સન્માન કર્યું ને તેની સાથે ખુલા દિલે વાતચીત કરી. જંગને મહારાણુ ખૂબ જ પ્રભાવશાળી ને આકર્ષક લાગ્યાં. બીજે દિવસે પણ મુલાકાત ગોઠવાઈ. તે વખતે મહારાણીએ જંગને બાલકુંવરની સંસ્કારવિધિમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું. જંગે આમંત્રણને સ્વીકાર કરી પ્રસંગ પર હાજરી આપી. મહારાણીએ તેને પિતાની સમીપ જ બેસાડો. અહીં તે ભવિષ્યના જર્મન શહેનશાહ પ્રીન્સ વિલિયમ સાથે સંસર્ગમાં આવ્યો. મહારાણીએ જંગને નેપાળની પ્રાકૃતિક લીલા સંબંધી પૂછપાછ કરી. તે પછી બાલકુંવરની સલામતિમાં દારૂની રંગરેલ ચાલી પણ જંગે પિતાનો પ્યાલો સાથેના કેપ્ટનને આપી દીધો. થોડાક દિવસ બાદ મહારાણીએ એક જંગી મહેફીલ ગઠવી તેમાં તેમણે જંગને પિતાની સાથે જ જમવાને આગ્રહ કર્યો પણ જંગે વિનયપૂર્વક એ રીતે જમવાની પિતાની અશક્તિ દર્શાવી. તે પછી જંગે મિજબાનીઓ કે મુલાકાતો, ભેટ કે જુદી જુદી આકર્ષક કળાઓ-દરેક રસ્તે લંડનમાં મિત્રોનું જુથ જમાવવા માંડયું. મહારાણીને માનીત મહેમાન હોઈ અનેકાએ તેની સાથે મિત્રતા કેળવવામાં ગૌરવ જોયું. પ્રસિદ્ધ સેનાપતિ વેલિંગ્ટન ને મહારાણીના પતિ પ્રીન્સ આબર્ટ પણ તેની સાથે સ્નેહનાં બંધને સંકળાયા. જંગના ભાઇઓએ પાર્લામેન્ટના મુલાકાત લઈ ત્યાં પણ પિતાની છાપ પાડી. સ્ટીમર પર જ્યારે તેમને જંગી મહેફીલ અપાયું ત્યારે થેકરીએ આ નેપાળી મહેમાનોના માનમાં પિતાની જગવિખ્યાત સન્માનકવિતા રચેલી. છેલ્લે દિવસે જંગે રાણીની મુલાકાત લીધી. તે પ્રસંગે મહારાણીએ તેને સ્વતંત્ર રાજ્યના અધિપતિ સરખી વિદાય આપી, ઉમરા, ઉમરાવજાદીઓને મંત્રીઓથી ચિકાર દિવાનખંડમાં મહારાણીએ જંગના શૌર્યની, તેની પ્રતિભાની, તેની મમતાની પ્રશંસા કરી. અંગે આ રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52