________________
આધુનિક નેપાળના ભાગ્યવિધાતા સાહસશિરે મણી, નરકેસરી રાણા જંગબહાદુર
ચીમનલાલ સંઘવી
[ અનુસંધાન ગતાંક પૃ. ૧૪૦ ] રાણુએ જંગને વડે --પ્રધાન બનાવ્યા, પણ રાજાએ અનુમતિ આપવા ના કહી. તેણે જંગ અને રાણી પાસે ગઈ રાત્રે રેડાયલ ખૂનનો હિસાબ માગ્યો. રાણીએ તીણતાથી કહ્યું, “જે પૂછવા જશે તે હવે જે લોહી રેડાશે એની આગળ આ લેહી તે કશા. જે વિસાતમાં નથી.” રાજા બિચારો હતાશ બની ગયો. તેણે યાત્રાના બહાને કાશીનો રસ્ત પકડયો. પણું પાટનગરની બહાર તે રાજાને માર્ગ ઊલટો મેકળો બનશે માની જશે તેને યુક્તિથી પાછો વાળ્યો.
બીજા જ દિવસથી જગે પિતાના પક્ષને મજબૂત બનાવવા માંડયો. રાજકુમારોના રક્ષણ માટે તેણે રાણીને શંકા ન જાય એ રીતે સુયોગ્ય વ્યવસ્થા કરી. લશ્કરમાં પિતાના પક્ષમાં માણસોની ભરતી કરી, જવાબદાર હોદાઓ પર યુક્તિથી પિતાના જ પક્ષકારો કે સંબંધીઓને ગોઠવવા માંડયા. જંગની પ્રતિભામાં અંજાયેલ રાણી તેને પિતાનો જ માની તે જે ફેરફાર કરે તેને અનુમતિ આપવા લાગી.
પણ થોડા જ વખતમાં જંગ ઉઘાડે પડી ગયો. રાણીએ તેને પાટવીકુંવર અને તેના ભાઈનું તત્કાળ ખૂન કરાવી પોતાના પુત્રને રાજગાદીએ બેસાડવાને આગ્રહ કર્યો તે અંગે એવા અધર્મમાં ભાગ લેવા સીધી ના સંભળાવી. છંછેડાયલ રાણું વધારે ઉશ્કેરાઈ. તેણે જંગનું ખૂન કરાવી હવે એવા માણસને વડો–પ્રધાન બનાવવાનો નિશ્ચય કર્યો કે જે પોતાના પુત્રને ગાદીએ બેસાડવાનું પહેલેથી લિખિત વચન આપે. વીરધર નામને એક બુદ્ધિમાન છતાં તીણ મહત્વાકાંક્ષી પુરુષ એ વિરલ પદની લાલચે રાણીની અઘટિત શરતો સ્વીકારવાને પણ તૈયાર બન્યું. રાણીએ તેની સાથે મળી જંગના ખૂનની યુક્તિઓ રચવા માંડી.
પણ જંગનું ભાગ્ય બળવાન હતું. ખૂનની કેટલીક યોજનાઓ નિષ્ફળ ગઈ, તે કેટલીક પડતી મૂકાઈ. આખરે જંગના સંખ્યાબંધ વિરોધીઓની સહાયથી રાણું અને વીરપજે જંગને નાનકડા યુદ્ધમાં જ હેમી દેવાની યુક્તિ વિચારી. પણ તે અમલમાં મૂકાય તે પહેલાં જ તેને પકડી પાડી જંગે વિરધજની સાથે તેના મદદગારનો પણ વધ કરાવી નાખ્યો ને રાણી પર પિતાના અને પાટવી કુંવરના ખૂનના પ્રયાસનો આરોપ મૂકો.
રાજા અને કુંવર બંને તે રાણુથી ડરતા હતા. પણ જંગને ટેકો મળતાં તેઓ ઉત્સાહી બન્યા. તેમણે સંયુક્ત સહીથી એક આજ્ઞાપત્ર બહાર પાડયું જેમાં રાણીને, તેના અમર્યાદિત ખૂની પ્રપના પરિણામે, તેની સત્તા છીનવી લઈ, દેશની શાંતિ અને તેની મનશુદ્ધિ માટે દેશનિકાલ થઈ, કાશીમાં વસવાની સજા ફરમાવવામાં આવી.
દુર્બળ છતાં મનસ્વી રાજાએ પણ એ જ પ્રસંગે પોતાનું રાજપદ કાયમ રાખી કાશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com