Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 12
________________ ૧૬૨ - સુવાસ : શ્રાવણ ૧લ્પ પ્રથમ વ્યક્તિઃ “તે સાંભળી લે. મણિમય રેયની આત્મહત્યાના કેસના તપાસનો ભાર મારી ઉપર પડયો. તે દિવસે એકાદશી હતી. તે પછી એકબે દિવસ બાદ સર્વસિદ્ધિ ત્રયોદશીને દિવસે મણિમયના ગામે તપાસ કરવા માટે ગયો. સદ્દભાગે એ જ રાત્રે એક ટપાલ લૂંટાઈ. બીજે દિવસે સવારે થાણામાં ટપાલની લુંટની ખબર આવી. થાણાના દરેગા સાથે હું પણ તપાસ કરવા માટે ગયો. તપાસમાં મારા હાથમાં હરેનબાબુનું એક કવર આવી ગયું. તેમાં એક વાર્તા લખેલી હતી. બપોરે જમી પરવારીને એ વાર્તા વાંચી. વાર્તામાં એક પત્ર વાંચતાં જ મારા ભેજામાં એક વિચાર કર્યો. મનમાં વિચાર કર્યો કે મણિમયના કેસમાં કાંઈ પુરા હાથ નહિ લાગે તે છેવટે આ પત્ર ઉપરથી કેસ ઊભો થઈ શકશે. થયું પણ તેમ જ.” બીજી વ્યકિતઃ “હરેનબાબુએ કોર્ટમાં જે માથાઝીક કરી હતી તે બધી સાચી હતી કે શું ?' પ્રથમ વ્યકિતઃ “જરૂર સાચી.” બીજી વ્યક્તિઃ “ત્યારે તેના હસ્તાક્ષર એ પત્રમાં કયાંથી આવ્યા ?” પ્રથમ વ્યકિતઃ “બુદ્ધિ હેય તે બધુંય થાય. વાર્તાને છેવટે લેખકે પિતાનું નામ ઠેકાણું વગેરે લખે છે તે નથી જાણતો? તેનું અનુકરણ કરવું કંઈ અઘરું નથી. હરેનબાબુના મનમાં એમ હતું કે વાર્તાનું કાચું ટિપ્પણું બતાવી, મારે ઊભો કરેલો કેસ તેડી પાડે. પરંતુ હું તેનાથી ક્યાં કાચો હતો ? ઘરની જડતીને બહાને તે વાર્તાનું બેખું મેં પ્રથમથી જ હરેનબાબુના ઘરમાંથી સેરવીને હાથ કરી લીધું હતું. ભાગ્યબળે બે દિવસ રાહ જોઈને ત્રયોદશીને રેજ તપાસ માટે ગયે તેથી જ આ બધે મેળ બેઠા. ” પાછળ ચાલતાં આ બધે ઈતિહાસ સાંભળી રહેલા હરેનબાબુના મુખ પર દુઃખપૂર્ણ હાસ્ય છવાયું. તે મન સાથે જ બેલ્યાઃ “હાય, રે ત્રયોદશી, પ્રમથની નિર્દોષ સાહિત્યસેચના વેળાએ પણ તું સર્વસિદ્ધિ, વળી આ લોકના પાપકર્મ વખતે પણ તું સર્વસિદ્ધિ. કેવળ મારી વખતે જ તું સર્વનાશી ?” તે દિવસે હરેને પ્રતિજ્ઞા કરી. વાર્તા છપાવવાના નશામાં તથા સર્વસિદ્ધિવની પરીક્ષા કરવા જતાં જીવનમાં આ એકવાર જ તેણે ત્રયોદશીને માન આપ્યું હતું. તેનું ફળ પણ તેને હાથોહાથ મળ્યું. કેવળ અર્થદંડ જ નહિ, પરંતુ એકીસાથે છ માસની જેલ પણ સાથે સાથે મળી. માટે આ પ્રથમ અનુભવ તે જ છેલ્લે માનીને, હવે આ જીવનમાં પોતે કદી ત્રયોદશીની આડે પણ નહિ ઉતરે એવી તેણે પ્રતિજ્ઞા કરી.* * જી. બ્રહ્માનંદસેનની બંગાળી વાર્તા ઉપરથી. . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52