Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ ૧૬૦ - સુવાસ : શ્રાવણુ ૧૯૯૫ (: ભાઇ મણિમય, તમારા મનની એ અવસ્થામાં, તમારા કર્તવ્ય સબંધે મારા અભિપ્રાય માગેા છે ? તમારા ગંભીર દુઃખથી ખરેખર હું દુઃખી થાઉં છું. કિંતુ તમને કાંઈ પણ કહી શકતા નથી. તમારું મન પાતેજ તમારા માર્ગ બતાવશે... X × X ભાઈ તમારું ધૈર્ય અસીમ છે. તમારા જેવી અવસ્થામાં હું જે પાત્રો ઢાંઉ તા મારે માટે તે આત્મહત્યા સિવાય બીજો કાઇ ઉપાય રહે નહિ. હરને ન્યાયાધીશને કહ્યું કે, “હું એક લેખક છું. પત્રના ઉત્તર-પ્રત્યુત્તરના રૂપમાં એક વાર્તા લખી એક માસિકના સંપાદક તરફ મેાકલાવી હતી. આ પત્ર તે વાર્તાના એક ભાગ છે.’ ન્યાયાયાધીશે પૂછ્યું:“ત્યારે તે સંપાદક સાથે આપને શત્રુતા હતી, તેથી આપને વિપદમાં નાંખવા આ પત્ર તેણે પેાલીસ તરફ મેાકલાવ્યા છે, એમ આપ કહેવા માગે છે?” " હરેન કહે, “ ના જી .” ન્યાયાધીશે કહ્યું: “ત્યારે એમ કહેવા માગેા છે કે, પોલીસની સાથે આપને શત્રુતા છે. જેથી સંપાદકની આપીસમાંથી તેઓ તમારી વાર્તામાંથી આ પૃષ્ઠ કાપી લાવ્યા છે? '' હરેન કહે, “ના . ,, ન્યાયાધીશ કહેઃ “યારે શું કહેવું છે? હું તમારી લેખક તરીકે પરિચય આપવાની પ્રત્યુત્પન્ન મતિની તારીફ કરું છું. હું નણું છું કે, આજકાલના જીવાનેમાં તે વસ્તુને "" અભાવ નથી. હરેન નિરુત્તર રહ્યો. ન્યાયાધીશે ફરી પૂછ્યું: “આપ એમ કહેવા માગે છે કે, પત્રમાં લખેલેા મણિમય આપની કલ્પનાસૃષ્ટિનું એક પાત્ર માત્ર છે ? 39 હરેન મેલ્યાઃ “નિશ્ચય, એમ જ છે. ’ ન્યાયાધીશ કહેઃ “ અને કલ્પિત મણિમયની સાથે આત્મધાતી મણિમયના નામના મેળ એક અકસ્માત માત્ર છે. એવી ઘટના પણ ઘટી શકે. એમ જ કહેવું છે ને ?” હરૈન આશ્વાસિત થઈ એયેાઃ “ હા જી. એ એક અકસ્માત માત્ર. ખીજું શું?” ન્યાયાધીશ એલ્યું: “ ત્યારે આપ એમ પણ કહેવા માગે છે કે, આપના આ પત્ર ર્માણમયના ઘરની તપાસ દરમ્યાન મળી આવ્યે એ પણ એક અકસ્માત હાવાને સંભવ છે ? ’’ હરેન ચૂપ રહ્યો. ન્યાયાધીશ ધીમું હસીને ખેલ્યાઃ “ પત્રમાં આપેલા કલ્પિત નામ સાથે આપના પેાતાના વાસ્તવિક નામને મેળ પડે છે એ પણ એક અકસ્માત છે ? શું કહેવું છે ? હરેન કહેઃ “ આપનું કથન બરાબર સમળતું નથી. ’ ન્યાયાધીશઃ “ એમ પૂછું છું કે, આ પત્રની નીચે હરેન્દ્ર નામથી આપતી પાતાની સહી કરેલી છે. એ પણ કાલ્પનિક છે ? '' હરેને અત્યારસુધી તે સહી જોઈ ન હતી. તેણે તે પત્રમાં એકવાર જોઈ લીધી, પછી તે ખાલ્યુાઃ જી, એ નામ મારું છે, પરંતુ મેં લખેલું નથી. મારી લખેલી વાર્તામાં પત્રતી નીચે ફક્ત “તમારા ગુણમુગ્ધ બંધુ ' એટલું જ લખેલું હતું. બીજું ન્યાયાધીશ: આ પત્રમાં નીચે આપના હાથની સહી કરેલો કંઈ લખ્યું ન હતું. ” દેખાય છે. તે આપના હાથે થયેલી નથી એમ કહેવું છે ?” * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52