Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 8
________________ સર્વસિદ્ધિ ત્રદશી શ્રી. જેઠાલાલ ત્રિવેદી પંચાંગલેખકે ઉપર હરેન મજમુદારને મૂળથી જ સ્વાભાવિક રોષ હતો. ભગવાને સરજેલા દિવસમાં શબની વાઢકાપ કરનાર ડોકટરોની પેઠે યથેચ્છ કાપકૂપ કરવી એ હરેનની દષ્ટિએ અગ્ય લાગતું. વિંછુડો, વ્યતિપાત, શનિની દશા વગેરેમાં હરેનબાબુ બિલકુલ માનતા નહિ. એવા કુસંસ્કાર અને વહેમમાં એમના જેવો વિદ્વાન માણસ આસ્થા રાખે તે થઈ રહ્યું ? જે રીતે હરેનબાબુ પંચાંગમાં લખેલા નિષેધદિનેને માનતા નહિ, તે જ રીતે તેમાં ઉલ્લેખ કરેલા શુભ દિનેમાં કામ કરવા માટે પણ ઈચ્છા રાખતા ન હતા. પોતે કોઈ કામ માટે બહાર નીકળે તે વખતે કોઈ તેમને કહે કે “આજ સારે દિવસ છે તેથી કાર્યસિદ્ધિ થશે. ” તો તે જ વખતે તેઓ કદ્ધ થઈ ઘેર પાછા ફરતા. પછી તે દિવસ તેમને કામ કરવા માટે નકામે સમજવો. આ વિષયમાં તે તેમના સાહિત્યક બંધુ પ્રમથને કેટલે બધો ચીડવતા ને સમજાવતા તેની તે ગણત્રી જ ન થઈ શકે. ઊગતો લેખક હોવા છતાં પ્રમથ, એવા વહેમમાં માને છે એ તેમનાથી સહન થઈ શકતું નહિ. પરંતુ હજારવાર પ્રયત્ન કર્યા છતાં પણ તેઓ પ્રમથને પિતાના પક્ષમાં ભેળવી શક્યા નહિ. હરેન પોતે પણ લખતા હતા. એ વિષયમાં તેઓ પ્રમથ પાસેથી પ્રેરણું પણ મેળવતા હતા. પરંતુ અદ્યાપિપર્યત પત્રસંપાદકોને કૃપાલાભ તેમને નસીબે લખાયો હોય એમ લાગતું નહિ. તેમણે લગભગ બે ડઝન ટૂંકી વાર્તાઓ લખી, બધીએ એક પછી એક તમામ પ્રચલિત માસિક પત્રોના તંત્રીઓ તરફ મોકલાવી હતી. પરંતુ બધાની તરફથી તે વાર્તાઓ “સાભાર પરત”ના શેરા સાથે પરત કરવામાં આવી હતી. પરંતુ તેથી હરેન હારી જાય તેમ ન હતું. આ વખતે તેમણે પત્રના ઉત્તર-પ્રત્યુત્તરના રૂપમાં ટૂંકી વાર્તાઓ લખવાની નવી રીત શોધી કાઢી. એ નવી વાર્તા એમને એટલી ગમી ગઈ કે, હવે તે વાર્તા કેઈ સંપાદક પાછી નહિ મેલે એવી દઢ ધારણ તેમના મનમાં બંધાઈ ગઈ. પરંતુ ભૂતકાળની નિષ્ફળતાની સ્મૃતિ તેમના મનમાંથી હજી ભૂસાઈ ગઈ ન હતી. આથી તે વાર્તા રવાના કરતાં પહેલાં તેઓ એકવાર પ્રમથની પાસે ગયા ને પૂછ્યું: “તું શું ઉપાય કરે છે કે તારે કાઈ લેખ પાછો આવતો નથી ? જેવો મોકલાવે છે તેવો જ છપાઈ જાય છે. તેનું કારણ શું?” પ્રમથ સરળ ભાવે બેલ્યો “ભાઈ હું કાંઈ ઉપાય-બુપાય જાણતા નથી. પરંતુ એટલું ખરું કે, શાસ્ત્રવાકયમાં વિશ્વાસ કરીને સર્વસિદ્ધિ દશીને દિવસે હું મારા લેખ રવાના “એ બધા કુસંસ્કાર” કહીને હરેને દલીલ ચલાવવા ઈછા કરી. પણ સામો માણસ પ્રતિવાદ કરવા તૈયાર ન હોય ત્યાં દલીલ શી રીતે ચાલી શકે ? હરેન છાનામાને ઊઠીને પર તરફ વિદાય થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52