Book Title: SubhashitSangraha Samucchay
Author(s): Nilanjana Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૧૦
सुभाषितसंग्रहसमुच्चय ભાર મૂક્યો છે અને કહ્યું છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રથી ઓપતું સત્પાત્ર જો દાન લેવા માટે મળે તો દાતા ધન્ય થઈ જાય છે.
આ સંગ્રહમાં શ્રાવકોના વસવાટ માટેના સ્થળ કેવું હોવું જોઈએ તેની વિગત પણ જણાવી છે અને ગૃહસ્થાશ્રમી. શ્રાવક માટેનો આદર્શ આપ્યો છે કે તે નિર્મળ દૃષ્ટિવાળો, વિનયી, ધાર્મિક, પ્રમાદરહિત નમ્ર અને સાવધાન ચિત્તવાળો હોવો જોઈએ.
આ સંગ્રહમાં જૈન દેરાસર બંધાવવા માટે પણ કેટલાંક સૂચનો છે. તેમાં એક સૂચન ખાસ નોંધપાત્ર છે કે જૈન દેરાસરના નિર્માણના દરેક તબક્કે નીતિપૂર્વક કમાયેલું ધન વપરાવું જોઈએ ? તેને બંધાવનાર પણ સદાચારી હોવો જોઈએ.
नयार्जितद्रव्यपतिर्महाशयः सुदृष्टिराचारपर: सुवृद्धिमान् नरोऽधिकारी जिनवेश्मकारणे सदा गुरुणां च वचोऽनुवर्तकः ॥७९॥
જૈન દેરાસરનું નિર્માણ તથા તેના જીર્ણોદ્ધારનું કાર્ય ખૂબ પુણ્ય આપનારું છે એમ પણ કહ્યું છે.
જિનેન્દ્રનું બિંબ તૈયાર થયા પછી દસ દિવસમાં તેની પ્રાણપ્રતિષ્ઠા કરવાનું વિધાન કરીને, આ સુભાષિતોમાં તેની પ્રતિષ્ઠાના ત્રણ પ્રકાર પણ આમાં દર્શાવ્યાં છે. આ નિમિત્તે સંઘના મહત્ત્વ પર ભાર મૂક્યો છે અને પ્રતિષ્ઠા બાદ જિનેન્દ્રચૈત્યમાં યાત્રામહોત્સવવિધિ અને પંચકલ્યાણકપૂજા વગેરે કરવાનું વિધાન કર્યું છે, જેથી જૈન શાસનની ઉન્નતિ થાય.
આ સંગ્રહના પ્રથમ વિભાગમાં આવેલા આ સુભાષિતોનો, સારાંશ જોતાં લાગે છે કે તેનું ધર્માધિકાર' શીર્ષક એકદમ સાર્થક છે.
- આ સંગ્રહના કામાધિકાર' નામના બીજા વિભાગમાં પ્રથમ ૩૮ શ્લોક પૂરા થયા પછી સમાપ્તિસૂચક (9) ચિહ્ન દર્શાવીને પછી પાછા પાંચ શ્લોક આપવામાં આવ્યા છે. એટલે આ વિભાગના કુલ શ્લોક ૪૩ થાય છે.
આ વિભાગના પ્રારંભમાં વિભાગના નામનો નિર્દેશ તો નથી, પણ પ્રથમ પેટાવિભાગ “'નો નિર્દેશ પણ નથી. આ વિભાગમાં “મેઘ', “સિંહ', “હંસ', ગજ', “ચૂત”, “શેષ', “આકાશ', “વિહંગો', “સર્પ', “દુમ', “સરોવર’ મુક્તક અને “સિંહ” – એમ કુલ ૧૩ પેટાવિભાગો છે. આ વિભાગમાં અન્યોક્તિ પ્રકારનાં સુભાષિતો વિશેષ છે. આમાંના ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. અન્યોક્તિ દ્વારા વ્યંગ્યરૂપે સૂચવાતો બોધ પણ સમજવા જેવો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org