Book Title: SubhashitSangraha Samucchay
Author(s): Nilanjana Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
सुभाषितसंग्रहसमुच्चय જણાય છે. તે જ પ્રમાણે, “બોધપ્રદીપ' નામના અજ્ઞાતકર્તક સંગ્રહના સંગ્રાહક પણ શૈવધર્મના અનુયાયી જણાય છે, જ્યારે બાકીના ત્રણે સંગ્રહોને સૂક્તાવલી, સૂક્તસંગ્રહ અને (લઘુ) સૂક્તાવલીને – જૈન વિદ્વાનોએ તૈયાર કરેલા છે.
આ પ્રસ્તુત પાંચ સંગ્રહોને મોડામાં મોડા ઈ.સ. ની ચૌદમી સદીના અંત પહેલાના સમયમાં મૂકી શકાય.
ભતૃહરિના શતકગ્રંથમાં તેમજ અન્ય પ્રાચીન સુભાષિત સંગ્રહોમાં, પ્રસ્તુત સંગ્રહોના જે જે શ્લોક મળે છે, તેમને તે તે સંગ્રહની શ્લોકસૂચીમાં દર્શાવેલ છે.
આ પાંચમાં પ્રથમ ક્રમે આવતા, “સૂક્તાવલી' સંગ્રહના ધર્માધિકાર નામના પ્રથમ વિભાગમાં તેમજ બીજા ક્રમે આવતા “બોધપ્રદીપ' નામના સંગ્રહમાં બધાં જ બોધપ્રધાન સુભાષિતો છે, જયારે “સૂક્તાવલી'ના બીજા વિભાગમાં અને સુભાષિત રત્નકોશ'માં વિવિધ પદ્ધતિઓ અનુસાર આપેલા શ્લોકો છે. જેમાં અન્યોક્તિ પ્રકારના શ્લોકો પણ છે, જ્યારે “સૂક્તસંગ્રહમાં અને લઘુ સૂક્તાવલી'માં પદ્ધતિ પ્રમાણે વર્ગીકરણ કર્યા સિવાયનાં બધાં સંકીર્ણ સુભાષિતો છે.
ખંભાતની ૨૬૪(૧) નં.ની તાડપત્રીય હસ્તપ્રતમાં પ્રથમ ક્રમે આવતા આ સુભાષિતસંગ્રહનું નામ “સૂક્તાવલી છે. આ સંગ્રહમાં કુલ ૧૪૭ શ્લોકો છે અને આ સંગ્રહનો આરંભ “ૐ નમો વીતીયા 'થી થાય છે.
આ સંગ્રહના સંગ્રાહકનું નામ ક્યાંય જણાવ્યું નથી, પણ સંગ્રહનો પ્રારંભ તીર્થકરને નમસ્કાર કરવાથી થતો હોવાથી તેમજ તેના પ્રથમ વિભાગમાં આવેલા જૈન ધર્મને લગતા શ્લોકો હોવાથી સ્પષ્ટ જ જણાય છે કે જૈન ધર્મના વિદ્વાને આ સંગ્રહ તૈયાર કર્યો છે.
મુનિશ્રી પુણ્યવિજયજીએ સૂચીપત્રમાં આ સંગ્રહમાં બે વિભાગ-ધર્માધિકાર અને કામાધિકાર છે એવો નિર્દેશ કર્યો છે. ફોટોસ્ટેટ નકલમાં જે પ્રારંભમાં કે અંતમાં વિભાગ દર્શાવેલા જણાતા નથી. પણ મૂળ હસ્તપ્રતમાં એ બંને વિભાગ, દર્શાવેલા હશે. તેમ માનીને અહીં પણ તે પ્રમાણે દર્શાવ્યા છે. ધર્માધિકાર' નામના પ્રથમ વિભાગમાં ૧૦૪ શ્લોકો છે તેમાં બીજા પેટા વિભાગો નથી, જયારે કામાધિકાર' નામના બીજા વિભાગમાં ૪૩ શ્લોકો છે અને તેમાં ૧૩ પેટાવિભાગો છે. આ સંગ્રહમાં એ બધા શ્લોકોના સળંગ નંબર આપ્યા છે.
ધર્માધિકાર' નામના વિભાગમાં પ્રારંભના સુભાષિતમાં ધર્મમાર્ગે પળવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org