Book Title: SubhashitSangraha Samucchay
Author(s): Nilanjana Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૧૮
सुभाषितसंग्रहसमुच्चय न शम्भोरम्भोजैश्चरणयुगपूजा विरचिता मृणालैर्न म्लानं स्मरविधुरबालावलयितैः । न पत्रैः विस्तीर्णा दयितविरहायल्लकविधिः परं मातङ्गैस्ते वननलिनि ! लक्ष्मीविलुलिता ॥१०६।।
આ ઉપરાંત આ સંગ્રહમાં બીભત્સ અને શાંત રસને લગતા સુભાષિતો છે, તો ચંદ્રોદય ને લગતાં અને વિરહી પુરુષો અને સ્ત્રીઓની વેદનાને વાચા આપતાં સુભાષિતો છે. આ સંગ્રહના “જાતિ'શીર્ષક નીચેના પેટાવિભાગમાં, પશુપક્ષીઓની સ્વાભાવિક ચેષ્ટાને નિરૂપતાં, કેટલાંક સુભાષિતો તો એવાં છે કે સ્વભાવોક્તિ અલંકારને સુંદર દૃષ્ટાંત તરીકે ટાંકી શકાય. આ સંગ્રહને અંતે આવતાં શિવજીની સ્તુતિ કરતાં સુભાષિતો પણ ઓછાં નોંધપાત્ર નથી. જેમકે મહાદેવની સ્તુતિ કરનારાની તો ઉચ્ચ ગતિ થાય છે, પણ તેમની નિંદા કરનારનું પણ કલ્યાણ થાય છે :
यैर्भूतेश भवन्मयं त्रिभुवनं भव्यात्मभिर्भावितं तन्माहात्म्यविशेषवर्णनविधौ ब्रह्माऽप्यवागीश्वरः । ये चानेककुतर्ककर्कशधियस्त्वामाक्षिपन्तीश्वरं श्रेयस्तेऽपि विभो भजन्ति किमपि त्वन्नामसंकीर्तनात् ॥ १९५॥
આ સુભાષિતસંગ્રહમાં ભવભૂતિરચિત “માલતીમાધવ', “મહાવીરચરિત' અને ‘ઉત્તરરામચરિત'ના શ્લોકો મળે છે તો હનૂમન્નાટક' અને હર્ષરચિત “રત્નાવલી’ નાટકના શ્લોકો પણ મળે છે. તેનો નિર્દેશ તે તે લોકોની સાથે થયો છે. અન્ય પ્રાચીન સુભાષિતસંગ્રહોમાં મળતા આ શ્લોકોને શ્લોકાનુક્રમણિકામાં દર્શાવ્યા છે, સુભાષિતોના છંદોની સૂચિ પણ અંતે આપી છે, તેમાં નોંધપાત્ર બાબત એ છે કે ૧૯૧ માંથી ૬૮ સુભાષિતો શાર્દૂલવિક્રીડિત છંદમાં છે. આ સંગ્રહ હસ્તપ્રતનાં જે પૃષ્ઠોમાં છે, તે પૃષ્ઠો પ્રમાણમાં સારી રીતે વાંચી શકાય તેવાં છે.
મુમ્મણિદેવનો આ સુભાષિત સંગ્રહ સંસ્કૃત સુભાષિતસંગ્રહોમાં એક મહત્ત્વનો ઉમેરો કરે છે એમ કહી શકાય.
(૪)
સૂક્તસંગ્રહ સૂક્તસંગ્રહ નામનો આ સંસ્કૃત સુભાષિતસંગ્રહ પ્રસ્તુત હસ્તપ્રતમાં ચોથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org