Book Title: SubhashitSangraha Samucchay
Author(s): Nilanjana Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પ્રાસ્તાવિક
(૩) મુમ્મણિનો સુભાષિતરત્નકોશ પ્રસ્તુત હસ્તપ્રત નં. ૨૬૪(૧)માં આ સુભાષિતસંગ્રહ ત્રીજા ક્રમે આવે છે. આ હસ્તપ્રતમાં, શરૂઆતમાં તેમજ તેના “ધર્માધિકાર'નામના પ્રથમ વિભાગના અંતમાં, આ સંગ્રહનો નિર્દેશ “મુમ્મણિરચિત સુભાષિત રત્નકોશ' તરીકે મળે છે. આ સંગ્રહના અંતે, તેનો નિર્દેશ “મુમ્મણરચિત સુભાષિતાવલી' તરીકે મળે છે, પણ મુમ્મણિએ પોતે સંગ્રહની અંદર જે શીર્ષક આપ્યું છે, તે પરથી કર્તાનું નામ મુમ્મણિ અને સંગ્રહનું નામ “સુભાષિતરત્નકોશ' જ રાખ્યું છે. સૂચીપત્રમાં પણ મુનિજીએ એ રીતે જ આ સંગ્રહનો ઉલ્લેખ કર્યો છે.
આ સંગ્રહના પ્રથમ વિભાગ “ધર્માધિકારના અંતે આ પ્રકારની પુષ્યિકા મળે છે : પરમવક્રમહાપાતી વાર્તા પુરૂશ્રી વિપુષ્કવિવિરચિત सरस्वतीसर्वस्वकोशाभिधाने सुभाषितरत्नकोशे धर्माधिकारकः प्रथमबोधकः । આ પરથી લાગે છે આ કોશ મુમુણિએ રચેલા વિસ્તૃત “સરસ્વતીસર્વસ્વકોશ'નો એક ભાગ હોવો જોઈએ.
આ સુભાષિત સંગ્રહના બે વિભાગ છે. આ હસ્તપ્રતની ફોટોસ્ટેટ કોપીમાં સંગ્રહના આરંભમાં ધર્માધિકાર વિભાગનો ઉલ્લેખ નથી, પણ ઉપર્યુક્ત પુષ્યિકામાં છે. તેજ પ્રમાણે બીજા વિભાગ અર્થાધિકારનો નિર્દેશ પણ તેની શરૂઆતમાં નથી. પણ મુનિજીએ સૂચિપત્રમાં આ વિભાગો દર્શાવ્યા છે તેથી મૂળ હસ્તપ્રતમાં હશે એમ માની અહીં પણ તેમજ દર્શાવ્યા છે.
આ સંગ્રહના બે વિભાગોમાં કુલ ૧૯૭ શ્લોક છે. પ્રથમ વિભાગ ધર્માધિકારમાં કુલ ૬૩ શ્લોકો છો. (હસ્તપ્રતમાં છેલ્લા શ્લોકનો નંબર ૬૦ છે, પણ શ્લોકનં. ૧૩, ૨૧ અને ૨૬ એ ત્રણ શ્લોકોના નંબર હસ્તપ્રતમાં આપ્યા નથી.) અર્થાધિકાર' નામના બીજા વિભાગમાં ૧૩૪ શ્લોકો છે.
આ સંગ્રહમાંના છ શ્લોકોના (પ૯, ૬૮, ૮૯, ૯૦, ૧૫૮, ૧૬૨). અક્ષરો સાવજ વંચાય નહીં એટલી હદે ઘસાઈ ગયા છે, તેથી ૧૯૭ માંથી ખરેખર આખા શ્લોકો ૧૯૧ જ મળે છે.
આ સંગ્રહના સંગ્રાહક મુમુણિદેવ કોણ હતા અને ક્યારે થઈ ગયા તે વિશેની કશી માહિતી મળતી નથી. ઉપર્યુક્ત પુષ્પિકા પરથી એટલું કહી શકાય કે તેઓ શિવજીના પરમ ભક્ત હતા, મહાપંડિતાચાર્ય હતા અને રાજાના ગુરુ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org