Book Title: Siddhantalesa Sangraha
Author(s): Esther A Solomon
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ ન્યાયરક્ષામણિ અને નીલકંઠ દીક્ષિતના નલચરિતમાંથી મળે છે. રંગરાજાધ્વરીને બે પુત્ર હતા–અપ દીક્ષિત અને આચાર્ય દક્ષિત (જે આખ્યાન દીક્ષિત તરીકે પણ ઓળખાય છે). અપષ્ય દીક્ષિતનાં નામ-નામકરણ સંસ્કાર પ્રસંગે તેમને 'વિનાયક' નામ આપવામાં આવેલું એમ મનાય છે. પણ પિતા લાડમાં તેમને “અપા” કે “અપ્પા કહેતા, તેથી તેઓ અwય દીક્ષિત, અપય દીક્ષિત કે અ૫ દીક્ષિત કહેવાયા. દાસગુપ્ત નોંધે છે કે અપધ્યદીક્ષિતની ન્યાયસિદ્ધાન્તમબજરી વ્યાખ્યા પરથી જણાય છે કે તેમનું એક નામ “અવધાનિયવા” પણ હતું. - તેમના ગુરુઓ –અપથ્ય દીક્ષિતે તેમના પિતા રંગરાજાધ્વરી પાસેથી બધી વિદ્યા પ્રાપ્ત કરી હતી એમ માનવા માટે વિદ્યમીમાંસાનાં આવાં વચને પ્રમાણભૂત છે-“તાર. ઘરળ યાયાવ:થાપિતાન', “વિદવારોfઉંદિતfવશ્વનિવર'. કેટલાક માને છે કે નૃસિંહાશ્રમી. પણ તેમના ગુરુ હતા. વળી પ્રાકૃતમણિદીપિકા નામની કૃતિમાં “ગાયામિ વાઢવને વિદ્યાનરાતા:' એમ કહ્યું છે તેથી સચ્ચિદાનન્દ શાસ્ત્રી પણ તેમના ગુરુ હતા એમ કેટલાક માને છે, જો કે ધણુના મતે “પ્રાકૃતમણિદીપિકા' એ પ્રસિદ્ધ અપથ્ય દીક્ષિતની કૃતિ નથી. કેટલાક કહે છે કે સંન્યાસ ગ્રહણ કર્યો તે પહેલાં નૃસિંહાશ્રમીનું જ નામ સચ્ચિદાનન્દ શાસ્ત્રી હતું. અપ્પય દીક્ષિત વિજયનગરના અધીશ્વર ચિત્રોમ, નરસિંહદેવ અને વેંકટપતિરાવના સમકાલીન હતા એમ માનવાને માટે પ્રમાણુ છે– "हेमाभिषेकपमये परितो निषण्णसौ रणसंहतिमिषाच्चिन्नबोम्मभूपः । अप्पय्यदीक्षितमणेरनषद्यविद्याकल्पद्रमस्य कुरुते कनकालवालम् ॥" | (–સમરપુંગવ દીક્ષિતને યાત્રા પ્રબંધ) "द्विर्भावः पुष्पकेतोर्विबुधविटपिनां पौनरुक्त्यं विकल्पश्चिन्तारत्नस्य वीप्सा तपनतनुभुवो वासवस्य द्विरुक्तिः । द्वैतं देवस्य दैत्याधिपमथनकलाकेलिकारस्य कुर्व- . न्नानन्दं कोविदानां जगति विजयते श्रीनृसिंहः क्षितीन्द्रः ॥" | (અપ્પય દીક્ષિતકૃત ચિત્રમી માંસા) "अमुं कुवलयानन्दमकरोदप्पदीक्षितः । नियोगाद व्यङ्कटपतेनिरुपाधिकृपानिधेः ॥" (અપથ્ય દીક્ષિતકૃત કુવલયાનંદ). એવી એકકથા છે કે અપ્પ દીક્ષિત ચિદંબર ક્ષેત્રમાં ગયા અને ત્યાં ચિદમ્બરેશની હાજરીમાં– "आभाति हाटकसभानटपादपद्म ज्योतिर्मयो मनसि मे तरुणारुणोऽयम् ।" "चिदम्बरमिदं पुरं प्रथितमेव पुण्यस्थलं वयांसि मम सप्ततेरुपरि नैव भोगे स्पृहा । सुताश्च विनयोज्ज्वलाः सुकृतयश्च काश्वित्कृताः न किञ्चिदहमर्थये शिवपदं दिक्षे:परम् ॥" Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 624