Book Title: Siddhantalesa Sangraha
Author(s): Esther A Solomon
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ આભારદશન શ્રીમદ અપથ્ય દીક્ષિતના ગ્રંથ “સિદ્ધાન્તરાર ’નું નામ અવથ છે કારણ કે તેમાં શ્રીમદ્દ શંકરાચાર્યના ઉત્તરકાલમાં વિકસેલી કેવલાદ્વૈત-વેદાંતની પેટા વિચારસરણીઓ તેમ જ તેના મુખ્ય સિદ્ધાન્તોને યુક્તિયુક્ત રીતે સમજાવવાની વિવિધ પ્રક્રિયાઓનું નિરૂપણ છે. શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર'ના અધ્યક્ષશ્રી એ આ ગ્રંથને ગુજરાતી અનુવાદ (પ્રસ્તાવના અને વિવરણ સાથે) તૈયાર કરવાનું કામ મને સોંપ્યું તે માટે હું અત્યંત આભારી છું. આ કામ કરવામાં મને ખૂબ આનંદ પ્રાપ્ત થયો છે. અશ્રુત કૃષ્ણાનંદની વ્યાખ્યા કૃષ્ણલંકાર' ઉત્તમ કોટિની છે અને તેને મેં પૂરતા પ્રમાણમાં લાભ લીધે છે, તેમ જ અભ્યાસી વાચકને તે મળે તે જોવાનો પ્રયત્ન કર્યો છે. આ કામમાં મેં ચોખાખા સંસ્કૃત ગ્રંથમાલા, વારાણસીમાં ૧૯૧૬માં પ્રકાશિત પુસ્તકને ઉપયોગ કર્યો છે. શ્રી સૂર્યનારાયણ શાસ્ત્રીના અંગ્રેજી અનુવાદ (મદ્રાસ યુનિવર્સિટી, ૧૯૩૫) અને શ્રી મૂલશંકર વ્યાસના હિંદી અનુવાદ (અસ્કૃત ગ્રંથમાલા, કાશી, સંવત્ ૧૯૯૩)ની પણ મેં મદદ લીધી છે, જેને આદરપૂર્વક ઉલ્લેખ કરીને મારો આભાર વ્યક્ત કરું છું. મુ. શ્રી દલસુખભાઈ માલવણિયા, ડો. શ્રી નગીનભાઈ શાહ, ડો. શ્રી રેશ્વર શાસ્ત્રી અને ડે. શ્રી રમેશભાઈ બેટાઈએ દાખવેલા સદ્દભાવ માટે હું તેમને સ્ત:કરણપૂર્વક આભાર માનું છું. ' બનતી ઉતાવળે છાપવાનું કામ ઉત્સાહપૂર્વક અને છતાં ધીરી કરવા માટે શ્રી સ્વામિનારાયણ મુદ્રણ મંદિરના સૈ કાર્યકરોનો આભાર માનું છું. આશા છે કે સૌ રસ ધરાવનાર અભ્યાસીઓને આ ગ્રંથ ઉપયોગી થશે. એસ્તેર સલેમન ૩૩, નરેનગર, અમદાવાદ-૩૮૦ ૦૧૫. તા. ૧૦-૪-૧૯૯૦. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 624