________________
જીવનના મર્મો હસતા હસતા સાહેબ આપણને સમજાવે એ એઓશ્રીની વિશિષ્ટતા.
પૂ. સાહેબનું લગભગ બધું જ સાહિત્ય વાંચવાનો મને લાભ મળ્યો. એ બધું જ ઉત્તમ અને જીવનને ઊર્ધ્વગામી બનાવે એવું તત્ત્વશીલ છે. “પ્રબુદ્ધ જીવન” પ્રગટ થાય એટલે વહેલી સવારે પૂ. સાહેબનો લેખ વાંચવાનો નિયમ થઈ ગયો. એમના વિચારોને મનમાં વાગોળું અને | સાહેબ સાથે એ લેખ વિશે વિશેષ જાણકારી મેળવું. આપણે એ લેખની પ્રસંશા કરીએ તો સાહેબ મૌન મિત સાથે, નિસ્પૃહ ભાવે એ ઝીલી લે, અને શંકાનું સમાધાન કરે. - પૂ. સાહેબે તેમનો ‘ગૂર્જર ફાગુ સાહિત્ય' ગ્રંથ મને મોકલ્યો. નવું પુસ્તક પ્રગટ થાય એટલે સાહેબ અચૂક સ્નેહી મિત્રો અને અભ્યાસીઓને મોકલે. એ ગ્રંથ વાંચીને હું તો અવાજ બની ગયો. | આટલું બધું પરિશ્રમ પૂર્વકનું સંશોધન તેમજ ગહન ચિંતન મેં ભાગ્યે જ કોઈ ગ્રંથમાં જોયું છે. ઉત્સાહથી મેં સાહેબને ફોન કર્યો, દસ મિનિટ સુધી હું બોલતો જ રહ્યો, અને છેલ્લે કહ્યું, “સાહેબ આ ગ્રંથને તો ડી. | લીટ ની ઉપાધિ મળવી જોઇએ, પરદેશમાં આવું સંશોધન આપે કર્યું હોત તો...' તો સામા પક્ષે સાહેબનું માત્ર મૌન જ, અને છેલ્લે-ઉપાધ્યાય યશોવિજયજી કૃત “અધ્યાત્મસાર' અને જ્ઞાનસાર'...બે ગ્રંથો એઓશ્રી પાસેથી જૈન જગતને મળ્યા એ તો આપણા સૌનું પરપ સદ્ભાગ્ય. એ ગ્રંથોનું વિશદ્ ચિંતન અહીં એક લીટીમાં શું સમાવું? અને એ માટે હું અધિકારી પણ નથી.
એક વખત ફોન ઉપર વાતો કરતા કરતા મેં સાહેબને કહ્યું આપનું | સાહિત્ય જગત વિશાળ છે, એનું ચયન કરી ચાર પાંચ ગ્રંથો તૈયાર થાય તો અનેક જ્ઞાનપિપાસુને વિશેષ લાભ મળે. કોણ જાણે કેમ એ | ઘડી આપણા માટે શુભ હશે, તો સાહેબથી સહેજ બોલાઈ ગયું. “હા હમણાં જ મિત્ર પ્રા. જશવંત શેખડીવાળાએ પણ મને એવું સૂચન કર્યું હતું' પણ બીજી જ પળે એ વાક્યથી દૂર લઈ જવા મને બીજી વાતોએ | વળગાડી દીધો. હું સમજી ગયો કે સાહેબની મને આ વાત કહેવાની | ઇચ્છા ન હતી. પણ એમનાથી “કહેવાઈ ગયું'! એ એમને દુ:ખ હતું.
૧ર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org