________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૭ ૧
અને કોઈપણ ગામનું નામ બોલાય કે તરત ત્યાંના મુખ્ય આડતિયા અને વેપારીઓના નામ બોલાય. (પિતાશ્રીને સો વર્ષની ઉંમરે પણ એવાં અનેક નામો હજુ મોઢે છે.)
ડાહ્યાકાકાને એમના વાતોડિયા સ્વભાવને કારણે તથા વારંવાર મુસાફરીને કારણે ઘણી વાતોની જાણકારી રહેતી. વળી તેમને કહેવતો પણ ઘણી આવડતી. તદુપરાંત પ્રસંગાનુસાર પ્રાસયુક્ત લીટીઓ જોડતાં પણ તેમને આવડતી. જેમ કે એ જમાનામાં પોપટ નામના એક છોકરાની મા બીજા કોઈક પુરૂષ સાથે નાસી ગઈ હતી. એટલે એ કુટુંબ વગોવાયું હતું. એથી વાણિયા પોપટે જ્ઞાતિમાંથી કન્યા ન મળતાં બહાગામ જઈ પૈસા આપી કોઈક બારૈયા જ્ઞાતિની કન્યાને લાવીને ઘરમાં બેસાડી હતી. એ પ્રસંગે ડાહ્યાકાકાએ લીટીઓ જોડી હતી:
‘કુળ ગયું કાશી અને મા ગઈ નાશી,
પોપટ લાવ્યો બારૈયા, એ વાત મોટી ખાસ્સી.’
એવી રીતે બીજી એક ઘટનામાં એક ભાઈને ત્યાં લગ્નના જમણવાર પ્રસંગે રસોઈમાં એકાદ વાનગી ખૂટી પડી અને બુમરાણ મચી ગઈ. લોકો ગમે તેમ બોલવા લાગ્યા. એથી પેલા ભાઈ ચિડાઈ ગયા. લોકો આટલી નાની વાતમાં ટીકા કરવા મંડી ગયા, તો એ લોકો કંઈ ખવડાવવાને લાયક જ નથી. હવે ખવડાવીશું તો પણ ટીકા કરવાના છે અને નહિ ખવડાવીએ તો પણ ટીકા કરવાના છે એમ માનીને એમણે એમના દીકરા મંગળને હુકમ કર્યો કે રસોડાના ઓરડાને તાળું મારી દે. એ પ્રસંગે ડાહ્યાકાકાએ લીટીઓ જોડી હતીઃ
આમે કાળું તેમે કાળું,
મારે મંગળિયા ઓરડે તાળું.’
આ ડાહ્યાકાકા પાસેથી બધાં છોકરાંઓને ઘણી કહેવતો જાણવા અને કંઠસ્થ ક૨વા મળી હતી. જૂના જમાનાની એ પ્રચલિત કહેવતો હતી, જેમ કે– ‘સરતે (નજર મેળવવાથી) કરડે કૂતરો,
બિનશરતે કરડે વાઘ,
વિશ્વાસે કરડે વાણિયો,
ચંપાયો કરડે નાગ.'
લગભગ પાંચેક દાયકાથી ચાલતા આવા ધમધોકાર વેપારમાં ઈ. સ. ૧૯૨૦માં અચાનક પલટો આવ્યો. ઈંટોલાનું જિન ત્યાંના વેપારી કાલિદાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org