Book Title: Shruta Upasak Ramanbhai C Shah
Author(s): Kanti Patel
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 594
________________ ૫ ૨૬ શ્રુત ઉપાસક રમણભાઈ પ્રદાન-પ્રવૃત્તિ થાય એ માટે એઓશ્રીએ પ્રત્યેક વ્યાખ્યાનમાળા દરમિયાન ગુજરાતના પછાત પ્રદેશની સંસ્થાઓ માટે દાન એકત્રિત કરવાની પ્રેરણા પણ આપી, જેથી એ સંસ્થાને મદદ ઉપરાંત સમાજના આમ આદમીને પણ દાન આપવાની તક મળે. આ રીતે અત્યાર સુધી લગભગ અઢી કરોડ રૂપિયા જેટલી રકમ ગુજરાતની ૨૧ સંસ્થાઓ સુધી પહોંચી છે અને એ સર્વે સંસ્થાઓએ આજે પ્રગતિની હરણફાળ ભરી છે અને સમાજને ઉપયોગી બની છે. ડૉ. રમણભાઈ શાહનું આ કલ્પન અનન્ય અને અનેક સંસ્થાઓ માટે પ્રેરક છે, જે જાળવી રાખવા માટે આ સંસ્થાના ભવિષ્યના કાર્યકરો વચનબદ્ધ રહેશે. ૧૯૩૨ માં પ્રારંભાયેલું આ સંઘનું મુખપત્ર સામયિક “પ્રબુદ્ધ જૈન' જે ૧૯૫૩માં “પ્રબુદ્ધ જીવન” બન્યું. આ માતબર અને વૈચારિક સામયિકનું સુકાન પ્રારંભમાં શ્રી ચંદ્રકાંત સુતરિયા, શ્રી મણિલાલ મોકમચંદ શાહ, શ્રી પરમાણંદ કુંવરજી કાપડિયા અને અન્ય મહાનુભાવ વિદ્વાનો તેમ જ તેજસ્વી બુદ્ધિવંત શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પછી ૧૯૮૨ થી આજ દિવસ સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી, એટલે કે સતત ૨૩ વર્ષ સુધી તંત્રીપદે રહી સંભાળ્યું અને ડૉ. રમણભાઇની નિષ્ઠાથી આ સામયિક ગુજરાતી ભાષી અન્ય સામયિકોની કક્ષાથી અનેક રીતે વિશિષ્ટ બની રહી ગુજરાતીભાષી વિદ્વાનોની અનન્ય પ્રશંસાને પાત્ર બન્યું છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખસ્થાને ડૉ. રમણભાઈ ૧૯૮૨માં સર્વે સભ્યોના આગ્રહથી બિરાજ્યા, અને પોતાની ૭૦ વર્ષની ઉંમર પછી કોઇ પણ સામાજિક સંસ્થાના કોઈ હોદ્દા ઉપર ન રહેવાની એઓશ્રીએ પ્રતિજ્ઞા લીધી હતી એટલે સંઘના પ્રમુખસ્થાનેથી એઓશ્રીએ ડિસેમ્બર ૧૯૯૬માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. આમ સતત ૧૪ વર્ષ સંઘના પ્રમુખસ્થાને બિરાજી, એઓશ્રીના માર્ગદર્શન હેઠળ સંઘે અનેક ક્ષેત્રે ઊંચાઈ પ્રાપ્ત કરી હતી. પ્રમુખ સ્થાનેથી નિવૃત્ત થયા પછી પણ જીવનના અંતિમ શ્વાસ સુધી સંઘની પ્રત્યેક પ્રવૃત્તિ સાથે એઓ પૂરા તન, મન, ધનથી સક્રિય રહ્યા હતા. ગુજરાતી અને જેને સાહિત્ય ક્ષેત્રે ડૉ. રમણભાઇનું પ્રદાન અનન્ય છે. લગભગ ૧૧૫ થી વધુ પુસ્તકો અને ગ્રંથોનું એઓશ્રીનું સર્જન, એ પણ વિવિધ વિષયો અને વિવિધ સ્વરૂપે, એમાંના કેટલાંક ગ્રંથોનું સર્જન તો એવું કે એ એક એક ગ્રંથ પીએચ.ડી.ની અને એથીય આગળ ડી.લીટની ઉપાધિ માટે સમર્થ. આ બધાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596 597 598 599 600