Book Title: Shruta Upasak Ramanbhai C Shah
Author(s): Kanti Patel
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 534
________________ ४७४ શ્રુત ઉપાસક ૨મણભાઈ સાહિત્યજગતના સેવાવ્રતી I ગંભીરસિંહ ગોહિલ પ્રો. રમણભાઈ શાહના જવાથી સમગ્ર સાહિત્ય-શિક્ષણ જગતને અને જેન સમાજને મોટી ખોટ પડી છે, જે પૂરી શકાય તેમ નથી. તેમના સાલસ અને સહૃદયી સ્વભાવથી હું પ્રભાવિત થયો હતો. સાહિત્યજગત માટે તો રમણભાઈ એક ભેખધારી સેવાવ્રતી બની રહ્યા છે. તેઓ વર્ષો સુધી ‘પ્રબુદ્ધ જીવન'નું સંપાદન કરતા રહ્યા. તેમના કુશળ અને દૃષ્ટિવંત સંપાદનકાર્યથી તેઓ અગ્રણી વિચારક શ્રી ચીમનલાલ ચકુભાઈના સમર્થ અનુગામી બની રહ્યા. એટલું જ નહિ, “પ્રબુદ્ધ જીવનને તેમણે સાહિત્યિક સંસ્પર્શ આપ્યો. જૈન તત્ત્વચિંતનના તજજ્ઞો ઉપરાંત અનેક સાહિત્યકારોને તેમણે પ્રબુદ્ધજીવનમાં લખતા કર્યા. તેનાથી જૈન તત્ત્વચિંતનનો પ્રભાવ વિસ્તાર વધ્યો હોય તેવું જણાય છે. જૈન સમાજની બહાર પણ “પ્રબુદ્ધ જીવનઘણો આદર પામતું રહ્યું. રમણભાઈ પોતે પણ જૈન તત્ત્વચિંતન અને સાહિત્ય અંગે “પ્રબુદ્ધ જીવનમાં વૈવિધ્યપૂર્વક સતત લખતા રહ્યા. અઘરા વિષયોને ઘણા સુગમ અને સર્વસ્પર્શી બનાવી દેવાની તેમનામાં ક્ષમતા હતી. તે ઉપરાંત જીવન સમગ્રના અનેક વિષયો અંગે તેમણે માહિતીપૂર્ણ, ચિંતનાત્મક અને ચરિત્રાત્મક લેખો લખ્યા જે ખૂબ મર્મગામી બની રહેતા. તેમના આ લેખો “સાંપ્રત સહચિંતન', “વંદનીય હૃદયસ્પર્શ વગેરે નામથી અનેક ભાગોમાં પ્રગટ થયા છે. સામયિક પ્રશ્નોની તેઓ ખૂબ જ સરસ છણાવટ કરતા. રમણભાઈના લેખો ગુજરાતી નિબંધ સાહિત્યને સમૃદ્ધ કરી શકે તેવા સક્ષમ છે, રસાવહ પણ છે. તેમના કેટલાય ચરિત્રાત્મક નિબંધો તો યાદગાર બની રહ્યા છે. વ્યક્તિની અનેક અજાણી રહી ગયેલી વિગતો ગૂંથી લઈને જીવંત ચરિત્રરેખા આપવા સાથે તે તેમના મનોગતનો પણ પરિચય કરાવી જાય છે. આથી વ્યક્તિનો નિકટતમ અને ઉષ્માસભર પરિચય આપવામાં આ નિબંધો કામયાબ નીવડે છે. તેમના ચિંતનાત્મક નિબંધો વિષયના ઊંડાણમાં જવા સાથે અત્યંત સરળ અને મર્મગામી બની રહ્યા છે. વિષયની સાથે તેમનો હૃદયભાવ પણ ભળેલો હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600