Book Title: Shruta Upasak Ramanbhai C Shah
Author(s): Kanti Patel
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 554
________________ ૪૯૪ શ્રુત ઉપાસક રમણભાઈ તત્કાળ મુંડન કરેલા ગાંધીના પાત્રમાં મને નિહાળ્યો તેથી ઘણાં જ આનંદિત થયા. મને ધન્યવાદ આપ્યા. અવાર-નવાર પત્રોથી પ્રેમ-હૂંફ ચાલુ રહી. અમદાવાદમાં આવે તો પણ કાર્યક્રમની જાણ કરે. વડોદરામાં બીજે વરસે નવનીતભાઈ શાહની સંસ્થા “મંગલભારતી' ગોલાગામડીમાં ચેક અર્પણના કાર્યક્રમમાં બોલાવ્યો અને કીધું કે, તમારે જ્યારે જ્યારે ગુજરાતમાં મુંબઈ જૈન યુવક સંઘનો આ દાન અર્પણનો કાર્યક્રમ હોય તો અવશ્ય કાયમી આમંત્રણ તરીકે હાજરી આપવી. તેમના સાહિત્યનો લાભ અમને પુસ્તકો આપીને કાયમ માટે આપ્યા જ કરતા હતા. જેના સાનિધ્યમાં અમે કાયમ રહીશું. તેમનો આત્મા જ્યાં હશે ત્યાંથી અમને અમારા ગરીબો પ્રત્યેના સત્કાર્યોમાં અવિરત પ્રેરણા આપતો રહેશે. મુ. તારાબહેનની પ્રભુ તબિયત સારી રાખે. મુ. સ્વ. રમણભાઈના કાર્યોની જ્યોત તેઓ અત્યારે પણ વિચારોથી જલાવી રહ્યા છે. તેથી હું ઘણો જ આનંદ અનુભવું છું. અમારી સંસ્થા વતી સ્વર્ગસ્થ આત્માને વારંવાર વંદન કરું . दिठे मियं असंदिद्धं पडिपुण्णं वियं जियं । अयंपिर-मणुब्बिग्गं भासं निसिर अत्तवं ।। (સર્વાનિ. 8-48) A person with self-control should speak exactly what he has seen. His speech should be to the point, unambiguous, clear, natural, free from prattle and causing no anxiety to others. आत्मार्थी दृष्ट का यथार्थ कथन करनेवाली, परिमित, असंदिग्ध. प्रतिपूर्ण, स्पष्ट, सहज, वाचालता रहित, और अन्य को उद्वेग करनेवाली भाषा बोले । આત્માર્થીએ દષ્ટ વાતનું યથાર્થ નિરૂપણ કરતી, પરિમિત, અસંદિગ્ધ, પ્રતિપૂર્ણ, સ્પષ્ટ, સહજ, વાચાળતારહિત અને બીજાને ઉગ ન કરે એવી વાણી બોલવી જોઈએ. | રમણલાલ ચી. શાહ (“જિન-વચન'માંથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600