Book Title: Shruta Upasak Ramanbhai C Shah
Author(s): Kanti Patel
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 564
________________ ૫૦૪ શ્રત ઉપાસક રમણભાઈ - - - - - - - કરુણામૂર્તિ મુરબ્બી રમણભાઈ I ઉષા પ્રવીણ શાહ જીવનમાં ધર્મની ક્રિયાઓ કરીને ધર્મ કરવો અથવા સ્વાધ્યાય કરીને ધર્મને સમજવો અને એથી પણ વધુ ધર્મને સમજીને જીવનમાં ઉતારવો એ ઘણું કઠીન કાર્ય છે. આવો સમન્વય કરનાર મુ. રમણભાઈ જેવી વિરલ વ્યક્તિ જ હોઈ શકે. જેન યુવક સંઘ દ્વારા તેમના પરિચયમાં આવવાનો લાભ મળ્યો જેથી હું ઘણી ધન્ય થઈ છું. મારા જીવનમાં જૈન ધર્મમાં વધુ ઊંડા ઉતરવાનો લ્હાવો આપનાર મુ. રમણભાઈની હું ઋણી છું. તેમનાં તથા મુ. તારાબેન થકી જૈન સાહિત્ય સમારોહમાં નિબંધ વાંચવાનો લાભ મળ્યો. નિબંધ લખવા માટે વિષયમાં ઊંડા ઊતરવું પડે અને જૈનધર્મ એવો છે કે જેનામાં ઊંડા ઊતરવાથી ઘણો આનંદ થાય છે. તેમનું એ કાર્ય અને એ પાછળનાં ભાવો અતિ–ઉત્તમ હતાં. દરેક અભ્યાસીને પ્રેરણા આપવા માટે તેમનો આભાર માનીએ એટલો ઓછો છે. બીજો તેમનો ઉત્તમ ગુણ કરૂણાનો હતો. કરૂણા તેમનાં રોમરોમમાં હતી. તેમને ક્રોધ કરતાં આટલા વર્ષોમાં જોયા નથી. કરૂણાને જીવનમાં ઉતારી અને જૈન યુવક સંઘના દાતાઓને પણ તે માટે પ્રેર્યા. દર વર્ષે એક પ્રોજેક્ટ લઈને તે સંસ્થાના કાર્યકરોને તેમણે રાહત આપી છે. અહીં મને યાદ આવે છે કે જ્યારે અમે બહારગામ જતાં ત્યારે સ્તવનો કે ભક્તિ ગીતો ગાતાં. છેલ્લે મારી પાસે “મારું જીવન અંજલિ થાજો' એ ગીત ગવડાવતાં. ખરેખર તેમનું જીવન અંજલિમય જ હતું. કોઈને જ્ઞાન આપીને મદદ કરતાં. કોઈને દયાભાવથી મદદ કરતાં. કોઈને કંઈ ને કોઈ ને કંઈ.જીવનમાં મુ. રમણભાઈ જોડે જેટલો સમય ગાળવા મળ્યો તે મારા માટે અહોભાગ્ય સમાન હતું. પ્રભુ એમનો આત્મા જ્યાં હોય ત્યાંથી મુક્તિ માટે પ્રગતિ કરે એવી અંતરની પ્રાર્થના. * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600