________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૬૯
પણ સમસ્યાનો ઉકેલ શોધી શકતા. તેમની સૂઝ, સત્યપ્રીતિ અને ન્યાયબુદ્ધિને લીધે ભાઈ–ભાઈ વચ્ચે, સગાંસંબંધીઓ વચ્ચે, જ્ઞાતિનાં બે જૂથો વચ્ચે ઝઘડો થાય ત્યારે લવાદ તરીકે તેમની નિમણૂંક થતી અને તેઓ પોતાની આગવી સૂઝથી ન કલ્પેલો એવો સરસ ઉકેલ બતાવતા કે જે બંને પક્ષને સહર્ષ મંજૂર
હોય.
અમૃતલાલ બાપાના વડવાઓ રાજસ્થાનમાં ઓશિયાંથી કચ્છમાં થઈ ગુજરાતમાં આવેલા. વિશા ઓશવાળ એમની જ્ઞાતિ. વહાણવટી શિકોતરી માતા તે કુળદેવી. એમની પેઢી આ રીતે ગણાવાય છેઃ અમૃતલાલ-વનમાળીદાસસાકરચંદભાઈચંદ–વસંતચંદ-લક્ષ્મીચંદ જસાજી. અમૃતલાલ બાપાને ચાર દીકરા-સોમાલાલ, ચીમનલાલ, જમનાદાસ અને નગીનદાસ અને દીકરી ચંપાબહેન. એ પાંચે તથા એમનાં સંતાનો મળીને પચાસેક સભ્યોનું કુટુંબ થયું હતું. બધાં એમને “બાપા” કહીને સંબોધતાં.
મારા પિતાશ્રીના માતુશ્રી એટલે કે મારાં દાદીમાનું નામ અમથીબહેન હતું. તેઓ પાદરા પાસે ડભાસા ગામના વતની હતાં. તેઓ જાજવલ્યમાન હતાં. અમથીબાએ જીવનમાં ઘણી જાહોજલાલી જોઈ હતી. તેઓ ઘણીવાર મુંબઈ આવતાં અને પાછાં પાદરા આવે ત્યારે પડોશમાંથી ઘણી બહેનો એમની મુંબઈની વાતો સાંભળવા રાત્રે એકઠી મળતી. એ દિવસોમાં સામાન્ય માણસો માટે મુંબઈ એ સ્વપ્ન સમાન હતું. ગામમાંથી કોઈક જ મુંબઈ સુધીનું રેલ્વેભાડું ખર્ચી શકે. અમથીબા ઘણાં હોશિયાર, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર અને પરગજુ હતાં. પાદરામાં બાળપણમાં મેં એમની સાથે દસેક વર્ષ ગાળેલાં એ દિવસો અને મુંબઈ કાયમ માટે આવીને રહ્યાં એ દિવસો નજર સામે તરવરે છે. અમથીબાને ઘણી વિદ્યાઓ આવડે. સાપ કે વીંછી કરડ્યો હોય, આધાશીશી થઈ હોય કે નાના છોકરાંઓને તાવ આવ્યો હોય કે ઉટાંટિયું થયું હોય-એ બધું ઉતારવાની મંત્રવિદ્યાઓ તેમને આવડતી. એમની એ વિદ્યાથી ઘણાંને લાભ થતો અને ગામના લોકોને એમનામાં ઘણી શ્રદ્ધા હતી. દિવસ કે રાત દરમિયાન ગમે ત્યારે ગમે તે વ્યક્તિ આવી હોય, પણ અમથીબાના મોઢામાંથી કોઈને ના કહેવાયું હોય કે પછીથી આવજો” એવું પણ કહેવાયું હોય એવું બન્યું નહોતું. મચકોડ ઉતારવા માટે તેઓ “કાંકરા' (મરડિયા)નો ઉપયોગ કરતા. આંખ આવી હોય તે વ્યક્તિને પોતાની સામે બેસાડતાં. વચ્ચે પાણી ભરેલી થાળી રાખતાં અને કાઠી સળગાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org