________________
થત ઉપાસક રમણભાઈ
ગાયકવાડી ગામ વિજાપુરના વતની પટેલ બહેચરભાઈ, પછીથી રવિસાગર મહારાજના શિષ્ય સુખસાગર મહારાજ પાસે દીક્ષા લઈ બુદ્ધિસાગરસૂરિ થયા હતા. ગુજરાત તથા ગુજરાત બહાર યોગનિષ્ઠ આચાર્ય તરીકે એમનું નામ પંકાયેલું. બુદ્ધિસાગરસૂરિના વિહાર અને ચાતુર્માસનાં પ્રિય ગામોમાં પાદરાનું નામ પણ આવે. બુદ્ધિસાગરસૂરિના તેજસ્વી પ્રભાવશાળી વ્યક્તિત્વથી અંજાયેલા સયાજીરાવને પોતાના રાજ્યના આ પનોતા નાગરિક માટે ઘણો અહોભાવ હતો. એમણે બુદ્ધિસાગરસૂરિનું વ્યાખ્યાન પોતાના રાજમહેલમાં રાખેલું અને એમના ઉપદેશથી જ સયાજીરાવે પાછલાં વર્ષોમાં શિકારની પ્રવૃત્તિ છોડી દીધી હતી. સમગ્ર પાદરા બુદ્ધિસાગરસૂરિનું અનુરાગી હતું. પાદરાના વકીલ મોહનલાલ હીમચંદ શાહ બુદ્ધિસાગરસૂરિના પરમ ભક્ત હતા. એમના તમામ ગ્રંથોનું સંકલન, સંપાદન, પ્રકાશન, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના ઉપક્રમે વકીલ મોહનલાલ હીમચંદ કરતા. એમના પુત્ર કવિ મણિલાલ પાદરાકરે પાદરા માટે નીચેની સરસ પંક્તિઓ લખી છે :
મુજ જન્મભૂમિ વતન જેનાં ધૂળ-માટી પવિત્ર છે, એને ચરણ વંદન કરોડો, અમર રહો શિરછત્ર એ. એ નગરનાં નરનારીઓ જ્યાં શૌર્ય-સંસ્કારે ભર્યા, જળ અન્ન લીલુડી વાડીઓ, કવિતા કૃષિ નૂર નર્યો.
જ્યાં બાલ ગાંધી, દલા દેસાઈ, જન્મ તાત્યા ટોપે જ્યાં, તે ક્રાંતિકારી વીર યુવકો સત્તાવન બળવે ધર્યા. ઇતિહાસ ઉજ્જવળ નગરનો, ધર્મ-સંસ્કૃતિ જ્યાં ઝર્યા, નરવું નગર એ પાદરા યશલેખ મણિમય કોતર્યા.”
એ જમાનામાં રૂ અને અનાજના વેપારમાં પાદરાને ભારતના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવનાર અમૃતલાલ વનમાળીદાસ, એટલે કે મારા પિતાશ્રીના પિતા હતા. અમૃતલાલ બાપાએ પોતાના પિતાના ખાદી વણાટના વેપારને વિકસાવ્યો. પાદરામાં કાપડની દુકાન ચાલતી હતી. પરંતુ તે ઉપરાંત રૂના વેપારમાં એમણે ઝંપલાવ્યું. એમનો એ વ્યવસાય વિકસતો ગયો અને તેવામાં ભરૂચના પારસી વેપારી રૂસ્તમજી વખારીઆના સંપર્કમાં તેઓ આવ્યા. રૂસ્તમજી શેઠ ભાગમાં વેપાર કરવાની દરખાસ્ત કરી અને ભાગીદારીમાં શરૂ થયેલો વેપાર જોતજોતામાં ઘણો બધો વધી ગયો. ભાઈલી, માસરરોડ, ભીલુપુરી, ઈટોલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org