________________
શ્રુત ઉપાસક રમણભાઈ
દેસાઈએ પોતાના ભીલ ભાઈબંધ ચૂડામણિ સાથે મળીને મોગલ સૂબાઓને અમદાવાદ સુધી મારી હઠાવ્યા હતા. દામાજી ગાયકવાડે વડોદરામાં હિંદુપત પાદશાહીનો ઝંડો ફરકાવ્યો હતો. ત્યાર પછી અંગ્રેજો સામેના ૧૮૫૭ના બળવામાં મલ્હારરાવ ગાયકવાડે પાદરામાં રહીને વિપ્લવકારીઓને સહાય કરી હતી. પાદરામાં ત્યારે તાત્યા ટોપે થઈ ગયો. પચાસ યુવાન સાથીદારોને લઈને એ નાના સાહેબ પેશ્વાની સાથે જોડાયો હતો. તેઓ અંગ્રેજોની સામે આગળ વધ્યા. તેમની સેનામાં ભરતી થવા લાગી. રાણી લક્ષ્મીબાઈ, બાલાસાહેબ વગેરે સાથે દિલ્હી, કાનપુર, લખનૌમાં તેઓએ પોતાના કેન્દ્રો સ્થાપ્યાં. અંગ્રેજોનાં ઘેરામાંથી બહાદુરીપૂર્વક છટકી જનારતાત્યા ટોપે પોતાના સાથીદાર માનસિંગના વિશ્વાસઘાતથી અલ્વર નજીક પકડાઈ ગયો હતો. ઈનામ તરીકે મોટી જાગીર મળવાની લાલચે માનસિંગે તાત્યા ટોપેની છૂપી બાતમી આપી દીધી હતી. ૧૮૫૯ના એપ્રિલની ૧૮મી તારીખે તાત્યા ટોપેને જાહેરમાં ફાંસી આપવામાં આવી. એ ફાંસી જોવા દૂરદૂરની ટેકરીઓ ઉપર હજારો માણસો એકત્ર થયા હતા. તાત્યા ટોપેનું શબ ફાંસીને માંચડે લટકતું હતું ત્યારે એની યાદગીરી પોતાની પાસે રાખવા માટે કેટલાયે અંગ્રેજો એના માથાના વાળ તોડીને લઈ ગયા હતા. આમ તાત્યા ટોપે, ખંડેરાવ દાભાડે, મલ્હારરાવ ગાયકવાડ, બાલાસાહેબ, દલા દેસાઈ, શામળભાઈ દેસાઈ, બાવા ભિખારીદાસ વગેરે ૧૮૫૭ના બળવાના ક્રાંતિવીરોની ઐતિહાસિક ભૂમિ તરીકે પાદરાનું નામ ઇતિહાસમાં નોંધાયેલું છે.
ગત શતકના પૂર્વાર્ધમાં પાદરા વિવિધ પ્રવૃત્તિઓથી ગાજતું હતું. પાદરાની ભૂમિ ખેતીવાડીની દૃષ્ટિએ ફળદ્રુપ છે. પાદરાની તુવેરની દાળ હજુ પણ વખણાય છે. પાદરાની બાજરી અને બીજું અનાજ પણ બહારગામ વેચાવા જાય છે. હિંગ અને છીંકણી ખરીદવા લોકો પાદરા આવતા. જામફળ અને સીતાફળની ઘણી વાડીઓ આ વિસ્તારમાં હતી. પાદરાની આસપાસ ત્યારે ચારસો જેટલી જુદી જુદી વાડીઓ હતી અને પાદરાના શાકભાજી એક બાજુ ઠેઠ મુંબઈ સુધી અને બીજી બાજુ અમદાવાદ અને આબુ રોડ સુધી જતાં. ખેડૂતો એક વરસમાં ત્રણ પાક લેતા. આજે પણ પાદરા ખેતીવાડીના ક્ષેત્રે મોખરે છે.
જૂના વખતમાં પાદરાનો એક મુખ્ય ઉદ્યોગ તે ડોટી ગજિયા જાતની ખાદીનો હતો. એનું વણાટકામ પાદરામાં ઘણું સરસ થતું. જ્યારે મિલના કાપડ હજુ આવ્યાં નહોતાં ત્યારે પાદારની ડોટી ગજિયા ખાદીની માંગ ઘણી રહેતી. વડોદરામાં
Jain Education International,
For Private & Personal Use Only
www.jainelibrary.org