________________
શ્રત-ઉપાસક : ડૉ. રમણલાલ શાહ
સંપાદકીય
“શ્રતઉપાસક : ડૉ. રમણલાલ શાહ' ગ્રંથ આપના કરકમળમાં મૂકતાં અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. પણ એ હર્ષ નિર્ભેળ નથી. હર્ષની સાથે થોડો ગ્લાનિનો ભાવ પણ ભળેલો છે. કારણ રમણભાઈ આપણી વચ્ચે નથી. એમની પ્રતિભા તથા એમની વ્યક્તિતાને ઉજાગર કરી આપતા આ દળદાર ગ્રંથને જોઈને એમણે શું લાગણી અનુભવી હોત? એમને જાણનારા એમના ચાહકોએ એમને વિશે જે કંઈ લખ્યું છે તે જોઈને એમણે શું પ્રતિભાવો આપ્યા હોત ? શું તેઓ રાજી ના થયા હોત? | પહેલી વાત તો એ કે એમની હયાતીમાં એમણે આવો કોઈ ગ્રંથ તૈયાર કરવાની વાત સ્વીકારી ના હોત. મર્માળુ સ્મિત કરીને તેમણે આ વાતને ઉડાવી દીધી હોત. ડૉ. ધનવંતભાઈ શાહે રમણભાઈ વિશેના તેમના તંત્રીલેખમાં નોંધ્યું છે, “ડો. રમણલાલ શાહ સાહિત્ય સૌરભ-ગ્રંથ ૧ થી ૫' આ કાર્ય કેટલું આગળ વધ્યું છે એ હું એઓશ્રીને જણાવું તો ઉત્તરમાં નિસ્પૃહ ભાવ! અમે વિચાર્યું કે એક ગ્રંથમાં એમના જીવનની વિગતો, ફોટોગ્રાફ્સ અને એઓશ્રીના સંપર્કમાં જે જે મહાનુભાવો આવ્યા હોય, તે સર્વ પાસેથી એઓશ્રીના વ્યક્તિત્વ માટે લેખો મંગાવીએ. વાત વાતમાં મેં એમને વાત કરી. તરત જ, એ જ ક્ષણે મને કહ્યું, “એવું કંઈ ન કરશો. નવું સૂક્ષ્મ કર્મ બંધાય.” આટલા બધાં નિસ્પૃહ અને આમ, પાર્થિવ, અપાર્થિવ બધું છોડ્યું.'
આ જ કારણથી તેમણે શ્રી ગુલાબ દેઢિયા જેવા તેમના વિદ્યાર્થીઓને તેમણે પોતાની ષષ્ઠિપૂર્તિ કે પોતાનો અમૃત મહોત્સવ ઉજવવાની સંમતિ નહોતી આપી. નિગાથાત (પોતાના વખાણ પોતાને મોઢે કહેવાનું પાપ) ન કરવાનું વ્રત લઈને બેઠેલા રમણભાઈ, પોતાને વિષે દળદાર ગ્રંથ તૈયાર થાય એ માટે ક્યારેય સંમત ન થયા હોત. નવું સૂક્ષ્મ કર્મ બાંધવામાં તેઓ માનતા નહોતા. તેથી જ આપણો આ ગ્રંથ પણ, તેમની ઈચ્છા વિરૂદ્ધનું કૃત્ય છે, એમ માનવાનું રહે. આ એક જ બાબત એવી છે કે જેમાં તેમની આજ્ઞા કે ઈચ્છા ઉથાપવા જેવું આપણે કરીએ છીએ. પણ તેમ ન કરીએ તો આપણે નગુણા ઠરીએ.
२३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org