________________
શ્રત ઉપાસક રમણભાઈ
પ્રબુદ્ધ જીવનનો આ નવેમ્બરનો અંક “શ્રદ્ધાંજલિ' અંક અને ડિસેમ્બરનો સ્મરણાંજલિ” અંક સ્વીકારો રમણભાઈ !
તમારા દર્શાવેલા કાર્યો અમે આગળ ધપાવીએ એ અમારી કાર્યાંજલિ અને ભાવાંજલિ ! આશીર્વાદ આપો. વ્યક્તિભક્તિ નહિ પણ ગુણભક્તિ કરવાનો તો અમારો અધિકાર છે !
* * *
પંડિત સુખલાલજી ‘બળવાખોર પંડિત' તરીકે જાણીતા હતા. કેટલાયે ધાર્મિક જડ ક્રિયાકાંડો ઉપર એમણે પ્રહારો કરેલા છે. આમ છતાં પંડિતજી માત્ર બુદ્ધિવાદી નહોતા, શ્રદ્ધાના તત્ત્વને પણ તેમના જીવનમાં પૂરો અવકાશ હતો. મને એક પ્રસંગનું બરાબર સ્મરણ છે. ચોમાસાના દિવસો હતા. પર્યુષણા વ્યાખ્યાનમાળા માટે પંડિતજી મુંબઈ આવવા નીકળતા હતા. હું પંડિતજીને લેવા માટે “સરિતકુંજ'માં ગયો. તેઓ તૈયાર જ હતા. મેં એમનો હાથ પકડી ચાલવા માંડ્યું ત્યાં પંડિતજી કહે, ‘એક મિનિટ ઊભા રહો.” મને એમ કે કંઈ લેવાનું ભૂલાઈ ગયું હશે. પરંતુ પંડિતજીએ મોઢા આગળ હથેળી ધરી નવકાર મંત્ર બોલવાનું શરૂ કર્યું. ત્રણ નવકાર ગણીને એમણે રૂમની બહાર પગ મૂક્યો. મેં પંડિતજીને પૂછ્યું, “આપ પણ નવકાર ગણો છો ?' તેમણે કહ્યું, ‘શ્રદ્ધા વગર આપણું જીવન ટકી ન શકે. બહારગામ જતાં કોઈ સારા કામ માટે જતાં હું હંમેશાં મનમાં નવકાર ગણી લઉં
D રમણલાલ ચી. શાહ (‘વંદનીય હૃદયસ્પર્શમાંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org