________________
શ્રુત ઉપાસક રમણભાઈ
મુકામ થાય અને લગ્નના સ્થળે સાત દિવસ જાન રોકાય. રેવાબાની સગાઈ પાદરાના શ્રીમંત શેઠ અમૃતલાલ વનમાળીદાસ અને અમથીબહેનના બીજા પુત્ર ચીમનલાલ (માતા પિતાશ્રી) સાથે થઈ હતી. અઢાર વર્ષની ઉંમરે એમનાં લગ્ન લેવાયાં, પાદરાથી જાન નાવલી આવી અને પરણીને તેઓ પાદરા સાસરે આવ્યાં.
બા જ્યારે પરણીને સારે આવ્યાં ત્યારે તે મોટા ઘરની વહુ તરીકે આવ્યાં હતાં. એમના સસરા (મારા દાદા) શેઠ શ્રી અમૃતલાલનો રૂ-કપાસનો ધમધોકાર ધંધો ચાલતો હતો. ભરૂચ, ઇટોલા, મિયાંગામ, ભાયલી વગેરે છ ગામોમાં એમની જિનિંગ ફેક્ટરી હતી. આખા તાલુકામાં પ્રથમ નંબરના ધનવાનમાં તેમની ગણના થતી હતી. એમનો કેટલોક વેપાર તે વખતના ભરૂચના પ્રખ્યાત પારસી વખારીઆ કુટુંબ સાથે હતો.
એ જમાનામાં શ્રીમંત ઘરની સ્ત્રીઓ બધું જ ઘરકામ હાથે કરતી, પણ તેઓને નોકરચાકરની મદદ મળતી. ત્યારે બજારમાં ખરીદી કરવા, શાકભાજી લાવવા સ્ત્રીઓ જતી નહિ. ઘરના પુરુષવર્ગ દ્વારા અથવા નોકરચાકર દ્વારા આવું કામ
થતું.
બાનાં સાસુ અમથીબહેન એક ગોરાં, દેખાવડાં, જાજવલ્યમાન સ્ત્રી હતાં. તેઓ ધર્મપ્રેમી, સંસ્કારી, ઉદાર મનનાં અને મંત્રતંત્રનાં સાધક હતાં. સાબુ, ધુપેલ, તપખીર વગેરે તેઓ હાથે બનાવતાં અને ઘણાંને પ્રેમથી મફત આપતાં. બાને એક જેઠાણી, બે દેરાણી અને એક નણંદ હતાં. અમૃતલાલભાઇનું એક મોટું પચાસ માણસનું સંયુક્ત કુટુંબ હતું. દસ તો નોકરચાકર હતાં. કેટલાંકને ગોલા' કહેતા.
રેવાબાનાં અમે આઠ સંતાનો. છ ભાઈ અને બે બહેન. મારા બે મોટા ભાઈ તે વીરચંદભાઈ અને જયંતીભાઇનો જન્મ પિયરમાં નાવલીમાં થયો હતો. મારા ત્રીજા મોટા ભાઈ નવીનભાઇનો જન્મ પણ પિયરમાં ઓડ પાસે કણભાઇપરામાં થયો હતો, કારણ કે મારા નાના-નાની નાવલી છોડીને દીકરીઓ પાસે ઓડ તથા પાસે કણભાઈપરામાં રહેવા આવ્યાં હતાં. મારો તથા બીજા બે ભાઈ પ્રમોદભાઈ અને ભરતભાઈનો અને બે બહેન પ્રભાવતીબહેન તથા ઇન્દિરાનો જન્મ પાદરામાં થયો હતો.
મારો જન્મ બાના ચોથા દીકરા તરીકે વિ. સં. ૧૯૮૩માં કારતક વદ ૧૩ના દિવસે (૩૧૨-૧૯૨૬) થયેલો. આ વખતે બા પિયર ગયા નહિ, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org