________________
૪૮
ચુત ઉપાસક રમણભાઈ બાએ ના કહી તો પણ ઘરમાં કોઈ પુરુષ નથી એ જોઇને એણે હઠ લીધી અને ઓટલે બેઠો. બેત્રણ વાર કહેવા છતાં એ ખસ્યો નહિ. બાવો બદમાશ જેવો લાગ્યો. બાપુજી ઘરમાં હતા નહિ એટલે બાએ તરત સમયસૂચકતા વાપરી મને પાછલે બારણેથી અલીકાકાને બોલાવવા મોકલ્યો. મુસલમાન અલીકાકા અમારા ઘરની નજીક રહેતા હતા. મેં દોડતા જોઈ અલીકાકાને વાત કરી. તેઓ હાથમાં લાકડી લઇને આવી પહોંચ્યા. એમણે લાકડી ઉગામી બાવાને ગામ બહાર ભગાડ્યો.
એક વાર મોભામાં રાતના આઠ-નવ વાગે “સાપ આવ્યો, સાપ આવ્યો” એવી બૂમ પડી. બધા ઘરની બહાર નીકળી ગયાં. પાંચ છ ઘર દૂર સાપ દેખાયો હતો. બધા લાકડી લઈ બહાર દોયા. કોઈક સાપ પકડવાનો લાકડાનો લાંબો સાણસો લઈ આવ્યું. અંધારું હતું એટલે સાપ ક્યાં ભરાઈ ગયો તે દેખાયું નહિ. સાપ લપાતો લપાતો બાજુવાળા પડોશીના ઘરમાં ભરાયો તે દેખાયો. ત્યાંથી સાપને ભગાડતાં પાછલે બારણેથી નીકળી ગયો, પણ પછી ત્યાંથી અમારા ઘરમાં ભરાયો. ફાનસના અજવાળે તે દેખાયો. પણ ભગાડવા જતાં તે મોભ ઉપર ચડી ગયો અને એક બખોલમાં ભરાયો. ત્યાંથી ઘણા પ્રયત્નો કરવા છતાં તે ઊતર્યો નહિ. છેવટે નક્કી કર્યું કે બધાંએ ફળિયામાં ખાટલા ઢાળીને સૂઈ જવું. થોડાક પુરુષો લાકડી સાથે જાગતા રહે. બાએ અમને ભાઈબહેનને ખાટલામાં સૂવાયાં. અને પોતે જાગતાં રહીને નવકારમંત્રનું રટણ કર્યું. પિતાજી પણ જાગતા રહ્યા. બીકને લીધે આખી રાત સાપ નીકળ્યો નહિ, પણ સવાર થતાં ઘરની બહાર નીકળ્યો તે અમે બધાએ જોયું પણ એને કોઇ પકડે તે પહેલાં તો તે ઝડપથી વગડામાં પહોંચી ગયો.
મોભામાં સ્ટેશનની પાસે જ અમારું ઘર હતું. એટલે સ્ટેશન પર અમે કેટલાક છોકરા રમવા જતા. સ્ટેશન માસ્તરને પણ એ ગમતું કારણ કે એમને અમારી ઉંમરનો એક દીકરો હતો. આખા દિવસમાં એક ગાડી આવે અને એક જાય. પછી માસ્તરને કંઈ કામ નહિ. ત્યારે અમે પાટા પર સમતોલપણું રાખીને ચાલવાની હરીફાઈ કરતા. સિગ્નલથી કેવી રીતે પાટા છૂટા પડે તે તથા એન્જિનનું મોટું બદલવું હોય તો તે માટેના કૂવાના પાટા કેવી રીતે ફેરવવા તથા જ્યારે કેટલા ડંકા વગાડવા તે માસ્તરનો મદદનીશ અમને સમજાવતો.
મોભામાં એક વર્ષ રહી દુકાન સંકેલી પિતાજીને પાદરા પાછા ફરવું પડ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org