________________
શ્રુત ઉપાસક રમણભાઈ
તાલીમ છોડીને પાછા ચાલ્યા ગયા હતા. મારી સાથે મુંબઈથી આવેલા એક ગુજરાતી અધ્યાપક તો કોલેજની આજ્ઞાથી, પણ મરજી વગર આવેલા. પહેલેથી જ તેઓ ઢીલા હતા. એમણે તો મનથી નક્કી જ કર્યું હતું કે લશ્કરી તાલીમમાં પાસ થઈને સેકન્ડ લેફટનન્ટની રેન્ક પોતાને મેળવવી નથી. એટલે તેઓ તાલીમને હળવી રીતે લેતા હતા અને જેટલું થાય તેટલું કરતા હતા. પરિણામે લશ્કરી તાલીમમાં તેઓ નાપાસ થયા હતા. એનો એમને અફસોસ કે વસવસો પણ થયો નહોતો, બલકે નપાસ થયા તે માટે તેઓ ખુશહાલી અનુભતા હતા.
બેલગામમાં આરંભમાં બે અઠવાડિયા સુધી આ તાલીમ અને પ્રમાણમાં બહુ જ કષ્ટમય લાગી હતી. પરંતુ ધીમે ધીમે અમે બધા ટેવાઈ જવા લાગ્યા હતા. સમયનું ઘડિયાળને કાંટે ચુસ્ત પાલન કરવું, વાતે વાતે “યસ સર' કહીને ઑફિસરો સાથે વાત કરવી, લૂ વરસતા તાપમાં ખુલ્લા મેદાનમાં બાર કે એક વાગે માર્ચ કરવી–વગેરે પ્રકારનાં કષ્ટો હવે પહેલાનાં જેવાં લાગતાં ન હતાં. ત્રીજા-ચોથા અઠવાડિયાથી અમારું શરીર ખડતલ બની ગયું હતું અને લશ્કરી તાલીમને અનુરૂપ થવા લાગ્યું હતું.
આ ત્રણ મહિના દરમિયાન લશ્કરી જીવનનો અમને સાચે જ પૂરેપૂરો પરિચય મળી ચૂક્યો હતો. લશ્કરી જીવન એટલે સામાન્ય નાગરિક જીવન કરતાં એક જુદી જ દુનિયા એમ અવશ્ય લાગે. ઑફિસરોની અને યુનિટોની હેરફેર સતત ચાલતી હોય. એટલે નવી નવી વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું સતત બનતું રહે. આથી લશ્કરી જીવન એટલે દિનપ્રતિદિન અનુભવસમૃદ્ધ બનતું જીવન એવી પ્રતીતિ સતત થયા કરતી હતી.
એન.સી.સી.માં સેકન્ડ લેફટનન્ટ તરીકે જોડાયા પછી છ અઠવાડિયાના રિફ્રેશર કોર્સ (Refresher Course) કરવા માટે પણ બેલગામ, કાપ્ટી, દહેરાદૂન વગેરેનાં લશ્કરી મથકોમાં મારે જવાનું કેટલીક વાર બન્યું હતું. એ વખતે પણ તરેહતરેહના અનુભવો થતા રહ્યા હતા. એ વખતે લશ્કરી તાલીમ પહેલાં જેટલી અઘરી લાગતી નહિ. કેટલીક વસ્તુઓ આવડતી હોવાને કારણે, શરીર હવે ઘડાઈ ગયું હોવાને કારણે તથા મન પણ એ તાલીમ માટે સજ્જ હોવાને લીધે, પહેલાંના જેટલા કડવા અનુભવો થતા નહિ. તાલીમ લેવામાં ભૂલ થતી નહિ એટલે શિક્ષા ક્યારેય મળતી નહિ. વળી રેધારી ઑફિસર હોવાને કારણે બીજા ઑફિસરોના અને ઈન્સ્ટ્રક્ટરોના તોછડા વર્તનમાં આપોઆપ કંઈક સંયમ રહેતો. રાયફલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org