________________
શ્રત ઉપાસક રમણભાઈ
જણાવું તો, ઉત્તરમાં નિસ્પૃહ ભાવ! અમે વિચાર્યું કે એક ગ્રંથમાં એમના જીવનની વિગતો, ફોટોગ્રાફ્સ અને એઓશ્રીના સંપર્કમાં જે જે મહાનુભાવો આવ્યા હોય, તે સર્વ પાસેથી એઓશ્રીના વ્યક્તિત્વ માટે લેખો મંગાવીએ. વાત વાતમાં મેં એઓશ્રીને આ વાત કરી, તરત જ, એ જ ક્ષણે મને કહ્યું, “એવું કાંઈ ન કરશો, નવું સૂક્ષ્મ કર્મ બંધાય.” આટલા બધાં નિસ્પૃહ, અને આમ, પાર્થિવ અપાર્થિવ બધું છોડ્યું.
તંત્રી લેખની વાત માટે મેં મારો ક્ષોભ પ્રસ્તુત કર્યો. કહ્યું, “સાહેબ, તમારી જેમ' અને તમારા જેવો લેખ તો મારાથી નહિ લખાય, તો કહે, “જેમ' જેવો” ભૂલી જાવ, “કેમ” અને “કેવા'ને કેન્દ્ર સ્થાને રાખો, લખાશે જ, વિષયની કોઈ ખોટ નહિ પડે.” આવું કહી મારામાં આત્મવિશ્વાસનું અમૃત સિંચ્યું, શ્રદ્ધા પ્રગટ કરી અને આશીર્વાદ આપ્યા.
મારો એઓશ્રી સાથેનો પરિચય ચાર દાયકાનો. હું એટલો પરમ ભાગ્યશાળી કે મને કિશોર અવસ્થામાં, પૂ. દુલેરાય કારાણી, કૉલેજના સમયગાળામાં પૂ. રામપ્રસાદ બક્ષી અને અધ્યાપનના ક્ષેત્રકાળમાં પૂ. રમણભાઈ જેવા ત્રણ મહાત્મા ગુરુજનો પ્રાપ્ત થયા. ત્રણે પોતાના ક્ષેત્રના પ્રકાંડ પંડિતો અને વિશેષ તો ત્રણેનું જેવું કવન એવું જ ઋષિતુલ્ય જીવન.
રમણભાઈ હું અધ્યાપન ક્ષેત્રે પ્રવેશ્યો ત્યારથી મારા માત્ર માર્ગદર્શક જ નહિ, એમના જીવનને જેમ જેમ નિરખતો ગયો તેમ તેમ એઓ મારા આદર્શ બનતા ગયા. યુવક સંઘમાં રસ લેતો મને એઓશ્રીએ જ કર્યો. હંમેશા મારા લેખન-નાટકો અને સંશોધનકાર્યને પ્રોત્સાહિત કરે. મારા ઉદ્યોગ-વ્યવસાયમાં ક્યાંક ક્યારેક મુસીબત આવે ત્યારે હિંમત અને માર્ગદર્શન આપે, અને મારા કુટુંબીજનો માટે તો પિતા સમાન જ. પૂ. તારાબેનના વચનો મારા કુટુંબને કેવા કેવા ફળ્યાં છે એની તો શી શી વાતો કરું ? જ્યારે જ્યારે ફોન કરીએ ત્યારે સામે છેડેથી સાહેબનો ઉષ્માભર્યો સ્વર “બોલો...બોલો....” સંભળાય. એ શબ્દ ધ્વનિમાં ગ્રંથિત થયેલી પ્રસન્નતા આપણે પામી જઈએ અને આપણી એ પળ અને પછીની પળો આનંદોત્સવ જેવી બની જાય. એ હવે ક્યાં સાંભળવા મળવાની છે ?
ક્યાંક કોઈ જગ્યાએ અટકી પડીએ એટલે એઓશ્રી પાસે દોડી જઈએ, સલાહ આપે, પણ ફરી બીજી વખત મળીએ ત્યારે એ આપેલી સલાહનો હિસાબ ક્યારેય ન પૂછે એવા નિસ્પૃહી માનવ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org