________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૩.
એકત્ર થતા. પ્રાર્થના માટે બહુ મોટા મંડપની વ્યવસ્થા નહોતી એટલે લોકોમાંથી જેને બેસવાનું મળે તે બેસતા અને બાકીના ઊભા રહેતા. અચાનક વરસાદ પડે તો પોતાની છત્રી ખોલતા. ગ્રાંટ રોડથી ટ્રેન પકડી જુહુ પહોંચી પ્રાર્થનાસભામાં કેટલીયે વાર વરસાદમાં છત્રી ખોલીને ઊભા ઊભા અમે હાજરી આપી હતી.
ગાંધીજી થોડા વખત પછી પૂનામાં આવવાના હતા. મારા એક મિત્રની સાથે હું તથા મારા ભાઈ નવીનભાઈ પૂના ગયા હતા. એ વખતે ગાંધીજીની પ્રાર્થનાસભામાં જવાનો એક જુદો જ અનુભવ હતો. પૂનામાં સાઇકલો ઘણી. અમારી પાસે પણ સાઈકલો હતી. પ્રાર્થનાસભામાં આગળના ભાગમાં અનેક લોકો બેસતા. તેઓમાંના ઘણા પોતાની સાઈકલ આસપાસ કોઈ ઠેકાણે રાખી લેતા. જેમની પાસે પોતાની સાઇકલને મારવાનું તાળું ન હોય અને ઊપડી જવાની બીક હોય અથવા ઉતાવળે પાછાં જવાનું હોય એવા બીજા અનેક લોકો પ્રાર્થનાસભામાં છેવાડે પોતપોતાની સાઈકલ સાથે ઊભા રહેતા. અમે પણ સભાના છેવાડે અમારી સાઈકલ સાથે ઊભા રહેતા. એક દિવસ પ્રાર્થનાસભામાં ગાંધીજી પધાર્યા એટલે વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. પ્રાર્થના ચાલુ થઈ. અત્યંત પવિત્ર, શાંત વાતાવરણ પ્રસરી રહ્યું. પ્રાર્થનાને અંતે ગાંધીજીએ મરાઠી ભાષામાં ટૂંકું ઉદ્બોધન કર્યું. રાષ્ટ્રભાષાના પ્રચાર માટેનું એ ઉબોધન હતું. ગાંધીજી બોલે એટલે જાણે કે અમૃતની સરવાણી! શબ્દેશબ્દ હૃદયમાંથી નીકળે. વાકછટા કે આડંબર નહિ. લાંબાં ભાષણોની ગાંધીજી આદત નહોતી. દેશમાં
જ્યાં જાય ત્યાંની પ્રજાની ભાષામાં બોલવાની ભાવના તેઓ રાખતા. ગુજરાતીમાં હોય, હિન્દીમાં હોય, મરાઠીમાં હોય કે તમિળ કે તેલુગુમાં ભાષણ હોય-એ બધી ભાષાઓ ઉપર એમનું પ્રભુત્વ ઘણું સારું હતું. ભારતમાં ગાંધીજીએ જાહેર સભાઓમાં ભારતીય લોકો સમક્ષ અંગ્રેજીમાં ભાષણ કર્યું હોય એવો પ્રસંગ યાદ નથી. પાકિસ્તાનના સર્જક મહમદઅલી ઝીણાનો પ્રસંગ યાદ છે કે મુંબઈમાં ભીંડી બજારના અભણ મુસ્લિમો સમક્ષ પોતાને બરાબર આવડતી એવી એક માત્ર ભાષા તે અંગ્રેજીમાં ભાષણ કર્યું હતું અને સૂચનાનુસાર લોકો તોળીઓ પાડતા હતા. તે ઘટના ઘરની નજીકના વિસ્તારમાં બનેલી એટલે તે ત્યાં જાતે જઈને કુતૂહલવશ જોયાનું યાદ છે. ગાંધીજી અને ઝીણા બંને ગુજરાતી, બંને સ્વતંત્રતાના હિમાયતી, છતાં ઝીણા અંગ્રેજી ભાષા, અંગ્રેજી પોશાક અને અંગ્રેજી ઢબની ઠાઠમાઠવાળી રહેણીકરણીના ચાહક હતા એ એમની જીવનની વિસંવાદિતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org