________________
શુત ઉપાસક રમણભાઈ
૩૧
આઝાદીની લડતના નેતાઓને મુંબઈમાં જોવા-સાંભળવાની એક પણ તક અમે ગુમાવતા નહિ. રાષ્ટ્રીય નેતાઓના ફોટાઓ ઘરમાં રાખવા-ટાંગવાનો ઘણો શોખ હતો. ૧૯૪૨ના ઓગસ્ટમાં મુંબઈમાં ગોવાળિયા તળાવના મેદાનમાં મળેલા કોંગ્રેસ અધિવેશનમાં અમને સ્વયંસેવક તરીકે કેટલાયે નેતાઓને નજીકથી જોવા-સાંભળવાનો લહાવો મળ્યો હતો. ચા-પાણીના સમયે સરદાર, જવાહરલાલ, કૃપલાણી, મૌલાના આઝાદ , રાજેન્દ્રબાબુ વગેરે મોટા મોટા નેતાઓને અમે હોંશથી ચા-પાણી આપવા દોડી જતા. જવાહરલાલને ત્યારે સિગારેટ પીતા જોઈને અમે આઘાત અનુભવેલો.
મહાત્મા ગાંધીને જોવા-સાંભળવાની ઉત્કંઠા તો ઘણી જાગી હતી, પરંતુ તેવી કોઈ તક મળી નહોતી. દેશના અનેક લોકોને ગાંધીજીને જોવા-સાંભળવાની ઉત્કંઠા રહેતી. ગાંધીજી જ્યાં જાય ત્યાં તેમને જોવા માટે હજારો-લાખો લોકો એકત્ર થતા. લોકોની ભીડના ત્રાસમાંથી બચવા માટે ક્યારેક ગાંધીજી ટ્રેનમાંથી અધવચ્ચે ઊતરી જતા. પ્લેટફોર્મ પર એકત્ર થયેલી મેદની ત્યારે નિરાશ થતી. પોતાને જોવાની લોકોની ઈચ્છા સંતોષાય એટલા માટે ગાંધીજીએ સવાર-સાંજની પોતાની પ્રાર્થનાના કાર્યક્રમને જાહેર કાર્યક્રમ બનાવી દીધો હતો. એટલે ગાંધીજીને નિરાંતે જોવા-સાંભળવાનો યોગ્ય અવસર એ એમની પ્રાર્થનામાં હાજર રહેવાનો હતો. - ઈ. સ. ૧૯૪૪માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી ઝેવિયર્સ કૉલેજમાં હું દાખલ થયો અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહ્યો હતો. તે સમયે ગાંધીજી મુંબઈ થોડા દિવસ માટે પધારેલા. ખબર પડતાં અમે કેટલાક વિદ્યાર્થીમિત્રો બિરલા હાઉસમાં ગાંધીજીની પ્રાર્થનાસભામાં પહોંચી ગયા હતા. પ્રાર્થનાસભામાં ગાંધીજી આવ્યા. એમને જોતાં જ શ્રોતાઓમાં કોલાહલ થાય, કોઈ જોવા માટે ઊભા થાય, કોઈ ઊભા થયેલાને બેસી જવા બૂમ પાડે એમ બનવું સ્વાભાવિક હતું. ગાંધીજીએ ગાદી ઉપર બેસીને તરત બધાંને શાંત થવા માટે પોતાના નાક ઉપર તર્જની આંગળી મૂકીને ઇશારો કર્યો. તરત જ બધાં શાંત થઈ ગયાં. સભામાં ગિર્દી ઘણી હતી. એક છેડે અમને સ્થાન મળ્યું હતું. બધાં ગાંધીજીની સામે એકીટશે જોઈ રહેતાં. એમની દિવ્ય મુખાકૃતિ પરથી નજર ખસેડવાનું ગમતું નહિ. પ્રાર્થના શરૂ થઈ. મધુર કંઠે સર્વધર્મની નિયત થયેલી પ્રાર્થના ગવાઈ. ત્યાર પછી ગાંધીજીએ દસેક મિનિટ હરિજનોના ઉદ્ધાર માટે સંક્ષેપમાં ઉદ્ધોધન કર્યું. પ્રાર્થના પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org