________________
૩૦
એને રાષ્ટ્રગીત બનાવ્યું એ યોગ્ય નથી થયું એમ લાગ્યા કરેલું.
૧૯૪૨ની ચળવળમાં ઠેર ઠેર નીકળતાં સરઘસોમાં અમે જોડાતા. કોઈ કોઈ વાર પોલીસની લાઠીઓ ખાધેલી. અશ્રુવાયુ (Tear gas) શું એ પહેલી વાર ત્યારે અનુભવેલું. એ છોડવામાં આવે ત્યારે રસ્તા પર સૂઈ જવાથી આંખો બળે એવા અનુભવો ઘણી વા૨ કરેલા. બાબુ પનાલાલ હાઈસ્કૂલમાં મારી સાથે અભ્યાસ કરતા મારા બીજા વડીલ બંધુ નવીનભાઈએ સત્તર વર્ષની વયે ચોપાટી ઉપરના એક સરઘસમાં પોલીસ આવવા છતાં હાથમાંથી ત્રિરંગી ઝંડો છોડ્યો નહિ. એમની ધરપકડ થઈ અને ત્રણ મહિના વરલીની જેલમાં વિતાવ્યાં એ ઘટના અમારા કુટુંબમાં એક ઐતિહાસિક ઘટના બની ગઈ. ધરપકડના સમાચાર આવ્યા એ દિવસે અમારાં માતુશ્રી બહુ રડેલાં એ દૃશ્ય હજુ નજર સામે તરવરે છે.
સગીર વયને કારણે મને જેલમાં જવા ન મળ્યું એનો અફસોસ ઘણા સમય સુધી મનમાં રહ્યા કર્યો છે. ‘આઝાદી આટલી વહેલી કેમ આવી ગઈ? મારે જેલમાં જવાનું હજુ બાકી છે' એવો વસવસો આઝાદી મળી ત્યારે થયેલો.
મેટ્રિકની પરીક્ષા પસા૨ કરી અને કૉલેજમાં જોડાયા તેની સાથે સાથે વિદ્યાર્થી કોંગ્રેસમાં જોડાયા. તદુપરાંત કોંગ્રેસ હાઉસમાં વિદ્યાર્થી સ્વયંસેવક તરીકે પણ અમે જોડાયા હતા. ખાદીનું સફેદ ખમીસ, ઘેરા વાદળી રંગની અર્ધી ચડ્ડી, માથે સફેદ ગાંધી ટોપી અને પગમાં કેનવાસના સફેદ બુટ-એ ત્યારે સ્વયંસેવક તરીકે અમારો પહેરવેશ હતો. અમારી પરેડ કોંગ્રેસ હાઉસના ચોગાનમાં થતી. મને યાદ છે કે એક વખત અમારી ટુકડીની પરેડ ચાલતી હતી એવામાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો. અમારી ટુકડીના નેતા તરત દોડીને કોંગ્રેસ હાઉસના મકાનમાં પેસી ગયા. પરંતુ અમે ચાલીસેક સ્વયંસેવકો ત્યાં ધોધમાર વરસાદમાં અમારી જગ્યાએ ઊભા રહ્યા હતા. થોડી વારપછી એસ.કે.પાટીલ દોડતા બહાર આવ્યા અને બૂમ પાડીને અમને કહ્યું, ‘તમે બધા કેમ ત્યાં વરસાદમાં ઊભા રહ્યા છો ? મકાનમાં અંદર આવી જાવ.’ અમે કહ્યું, ‘અમે કેવી રીતે આવી શકીએ ? ટુકડીના નેતા તરફથી અમને વિસર્જનનો હુકમ મળ્યો નથી.' એ વખતે પાટીલ સાહેબે તરત ટુકડીના નેતાને વરસાદમાં બહાર મોકલ્યા. વિસર્જનનો હુકમ થયો. અમે બધા કોંગ્રેસ હાઉસમાં દોડી ગયા. પાટિલ સાહેબે એક બાજુ અમને આવી શિસ્ત માટે શાબાશી આપી, અને ટુકડીના નેતાને બેદ૨કારી માટે કડક ઠપકો આપ્યો હતો.
શ્રુત ઉપાસક રમણભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org