________________
૧૦
શ્રુત ઉપાસક રમણભાઈ
હળવાશથી ઊંચક્યો અને હરિયાળો બનાવ્યો. આ સર્વેને કયા શબ્દોમાં નવાજુ? આપણે સર્વે આ સર્વેને નવાજીએ!
ઉતાવળને કારણે ક્યાંક મુદ્રણદોષો રહી ગયા હોય તો ક્ષમા કરશો, ઉપરાંત તા. ૩૦ ડિસેંબર પછી જે લેખો પ્રાપ્ત થયા એ લેખોને અહીં સમાવી શકાયા નથી, ક્ષમા કરશો, પણ “પ્ર. જી.'નો નવેંબરનો “શ્રદ્ધાંજલિ” અને આ સ્મરણાંજલિ' અંકના બધાં લેખો અને અહીં જે લેખોને સ્થાન નથી આપી શકાયું એ સર્વે લેખો હવે પછી પ્રગટ થનાર ગ્રંથ “શ્રત ઉપાસક રમણભાઈ'માં પ્રગટ કરીશું. જે જે મહાનુભાવોએ જે ઉત્તમ ભાવોથી અમને લેખો મોકલ્યા છે, એ સર્વ મહાનુભાવોનો આભાર માની, ધન્યતા અનુભવી હૃદય નમન કરું છું.
અમેરિકા વસતા પૂ. રમણભાઈના તેર વરસના પૌત્ર અર્ચિતને એના શિક્ષકે પૂછયું તારો રોલ મોડલ કોણ ? અર્ચિતે તરત જ કહ્યું, “મારા ગ્રાન્ડ ફાધર રમણભાઈ, કારણ કે એઓ ૧૦૦ થી વધુ પુસ્તકોના લેખક છે, આખી દુનિયા ફર્યા છે, બધાંને મદદ કરવા હંમેશા તૈયાર રહે છે અને એમનામાં ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર છે.” પૂ. રમણભાઈ આપણા બધાંના રોલ મોડલ બની રહો...!
આ અંકનાં એક એક સ્મરણો આપણને રમણભાઈના અનેક ગુણો પાસે લઈ જશે, આપણા જીવનને ભર્યું ભર્યું બનાવશે. આ ફુવારો આપણને સુગંધ અને શીતળતા આપશે.
ગુણભક્તિનો આ સંપુટ આપણા હૃદયમાં અનેક શુભ ગુણોને ગુણાકારે આંદોલિત કરશે જ એવી શ્રદ્ધા છે.
અફસોસ એ થાય કે આપણે સાહેબના આ કે પેલા ગુણને કેમ ન મ્હાણ્યા ? સાહેબે પોતાની સંદૂક આપણી પાસે કેમ ન ખોલી ? કેટકેટલી સરવાણીથી આપણે વંચિત રહ્યા ?
અમને પણ જન્મ જન્માંતરે સાહેબ જેવા ગુરુ મળજો, મિત્ર મળજો, અને એ મેળવવા અમે તપ કરીશું જ.
મિત્ર ગુલાબ દેઢિયાના સુરમાં સુર પરીવીએ, આપણા હૃદયમાંથી પણ શબ્દો વહેશે
ત્વમેવ ચ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org