________________
૧૪
શ્રુત ઉપાસક રમણભાઈ
જીવનમાં દિશા પરિવર્તન કરાવ્યું.
મારી વાંચવાની પ્રવૃત્તિનો આરંભ કાકાસાહેબના ચિંતનાત્મક સાહિત્યથી થયો હતો. પરંતુ મેટ્રિકના વર્ષ દરમિયાન રમણલાલ દેસાઇની બે નવલકથાઓ દિવ્યચક્ષુ” અને “ગ્રામલક્ષ્મી' વાંચવામાં આવી. ગાંધીજીના વિચારોનું એમાં ઘણું મોટું પ્રતિબિંબ પડેલું હતું. એટલે એ નવલકથાઓ એ જમાનામાં ઘેર ઘેર વંચાતી હતી. રમણલાલ દેસાઇની કથાશૈલી પણ એવી આકર્ષક હતી કે વાચકને છેવટ સુધી જકડી રાખે. આ બે નવલકથાઓના વાંચન પછી કોલેજના વર્ષો દરમિયાન રમણલાલ દેસાઇની બધી જ નવલકથાઓ મેં વાંચી લીધી હતી. એની સાથે સાથે કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી અને ધૂમકેતુની પણ બધી જ નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓનું વાંચન રસપૂર્વક થવા લાગ્યું હતું. આથી કૉલેજમાં પણ મેં એવો નિર્ણય કર્યો કે બી.એ.માં અર્થશાસ્ત્રનો વિષય ન લેતાં ગુજરાતી ભાષા અને સાહિત્યનો વિષય લેવો. એ પ્રમાણે બી.એ. અને એમ.એ.માં મેં મુખ્ય વિષય ગુજરાતી સાહિત્યનો રાખ્યો હતો.
બી. એ. થયા પછી મેં બે વર્ષ “સાંજ વર્તમાન” નામના દૈનિકમાં અને એક જ વર્ષ “જનશક્તિ' નામના દૈનિકમાં પત્રકાર તરીકે કામ કર્યું. સાથે સાથે એમ.એ.નો અભ્યાસ પણ કર્યો. એમ.એ.માં મુંબઈ યુનિવર્સિટીમાં (આખા મુંબઈ ઇલાકામાં ત્યારે માત્ર એક જ યુનિવર્સિટી હતી) ગુજરાતી વિષયમાં પ્રથમ નંબરે આવ્યો અને બળવંતરાય ઠાકોર સુવર્ણચંદ્રક મને મળ્યો. એને પરિણામે મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે મારી નિમણૂક થઈ. પત્રકારત્વનું ક્ષેત્ર છોડીને અધ્યાપનના ક્ષેત્રમાં હું આવ્યો. કાકાસાહેબ કાલેલકરે કોઇક સ્થળે લખેલું હજુ યાદ છે કે માણસે જીવનમાં તક મળે તો થોડોક વખત પણ અધ્યાપનકાર્ય કરવું જોઇએ, કારણકે એથી એના જીવનનો અભિગમ વિકાસશીલ રહે છે. અધ્યાપક થવાના મારા સ્વપ્નમાં એ રીતે કાકાસાહેબ કાલેલકરનું પ્રેરક બળ રહ્યું હતું. અધ્યાપનક્ષેત્ર મળતાં લેખન અને વાંચન માટે ઘણો અવકાશ મળ્યો, જેણે મારા જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.
ઇ. સ. ૧૯૫૫માં હું પૂ. પુણ્યવિજયજી મહારાજના સંપર્કમાં આવ્યો. એમની પ્રેરણાથી મધ્યકાલીન જેન રાસાકૃતિઓનો મેં અભ્યાસ પણ કર્યો. એમ.એ.માં મુંબઇ યુનિવર્સિટીમાં તથા “નળ દમયંતીની કથાનો વિકાસ” એ વિષય પર શોધ નિબંધ લખી મેં મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org