________________
શ્વત ઉપાસક રમણભાઈ
૧૫
પછી ૧૯૬૩ માં ડો. હરિવલ્લભ ભાયાણીની ભલામણથી આચાર્ય હેમસાગરસૂરિજીએ ‘કુલવયમાળા' નામના પ્રાકૃત ગ્રંથના અનુવાદનું કામ મને સોંપ્યું. બે વર્ષ એ કાર્ય ચાલ્યું. મહાન આચાર્ય ઉદ્યોતનસૂરિ કૃત ‘કુલવયમાળા” નામનો ગ્રંથ પ્રાકૃત ભાષાનો એક અદ્ભુત ગ્રંથ છે. એ પ્રાકૃતમાં વાંચતાં અનેરો આલાદ અનુભવ્યો. એની સાથે સાથે એ ગ્રંથે જૈન ધર્મના સૂક્ષ્મ સિદ્ધાંતો સમજવા માટેની પ્રેરણા મને આપી એથી કવિતા, નવલકથા, નાટકાદિ લલિત સાહિત્ય તરફથી હું જૈન સૈદ્ધાંતિક સાહિત્યના અધ્યયન તરફ વળ્યો. ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમનાં વચનોથી મહેંકતા “કુવલયમાળા” ગ્રંથ દ્વારા મારા જીવનમાં એક નવો ઉઘાડ થયો. એ ગ્રંથનું ત્રણ મારે માથે ઘણું મોટું છે. છેલ્લા ત્રણેક દાયકામાં જેનદર્શન ઉપરાંત અન્ય દર્શનોના શાસ્ત્રીય ગ્રંથો વાંચવાની અભિરુચિ મને જે થઈ છે તેમાં “કુવલયમાળા'નું પ્રેરકબળ ઘણું મોટું રહ્યું છે. અલબત્ત શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી યશોવિજયજી, શ્રી સમયસુંદર, શ્રી આનંદધનજી, શ્રી દેવચંદ્રજી વગેરેની કૃતિઓએ પણ મારા જીવનમાં આ રસનું પોષણ કરવામાં મહત્ત્વનું કાર્ય કર્યું છે.
આમ, ગાંધીજીની આત્મકથા, કાકાસાહેબના જીવનલક્ષી ગ્રંથો, રમણલાલ દેસાઇની નવલકથાઓ અને ઉદ્યોતનસૂરિ કૃત “કુવલયમાળા' વગેરેનું મારા જીવનને ઘડવામાં ઘણું મોટું યોગદાન રહ્યું છે. એવું નથી કે માત્ર આ કૃતિઓથી જ જીવન ઘડાય. સામાજિક, કૌટુંબિક, વ્યાવસાયિક, આર્થિક ઇત્યાદિ સંજોગોનુસાર દરેકના જીવનને ઘડનાર જુદી જુદી કૃતિઓ હોઈ શકે. મનુષ્યનાં જીવનધ્યેય ને જીવનપથ ઉપર તેનો ઘણો આધાર રહે છે.
હું વ્યવસાયે આરંભમાં પત્રકાર હતો. પછી કૉલેજમાં અને યુનિવર્સિટીમાં અધ્યાપક થયો એટલે વાંચનની પ્રવૃત્તિ મારા જીવનમાં અનિવાર્યપણે જોડાયેલી રહી છે. વ્યવસાયકાળના ચાર દાયકા અને નિવૃત્તિકાળનો લગભગ એક દાયકો એમ પાંચ દાયકામાં લાખો પૃષ્ઠનું વાંચન થયું હશે. (વિદ્યાર્થીઓના ઉત્તરપત્રોનું, કે પીએચ.ડી.ના શોધનિબંધોનું વાંચન તે જુદું) આટલા બધા વાંચન પછી ભૂતકાળ ઉપર દૃષ્ટિ કરતાં લાગે છે કે જેટલું કામનું અને ઉપયોગી વંચાયું છે તેના કરતાં બિનજરૂરી પ્રાસંગિક વાંચન ઘણું વધુ થયું છે. અને તેમાં કેટલુંક તો ફરજિયાત કરવું પડ્યું છે.
શબ્દમાં અચિંત્યશક્તિ છે. વાંચન જીવનને ઘડે છે એ નિર્વિવાદ હકીકત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org