________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨૭. ત્યારપછી ઘણાં વર્ષે દેરાસરીમાં આવેલા શ્રી શાન્તિનાથ ભગવાનના દેરાસરમાં, બહારના ભાગમાં શ્રી માણિભદ્રવીરની ફરી સ્થાપના થઈ. સાથે ઘંટાકર્ણ વીરની પણ સ્થાપના થઈ. એમ બે દેરીઓ બાજુ બાજુમાં થઈ. નવધરીના નકે આવેલો ઉપાશ્રય અને શ્રી માણિભદ્રવીરનું સ્થાનક એ બંને જીર્ણ થતાં તે તોડીને ત્યાં નવો વિશાળ ઉપાશ્રય બનાવવામાં આવ્યો.
આમ પાદરામાં શ્રી માણિભદ્રવીરની નવી મૂર્તિની સ્થાપના પછી, આરાધના પાછી વેગવાળી થઈ, પરંતુ મૂળ સ્થાનક અને મૂળ મૂર્તિનો મહિમા કંઈક જૂદો જ હતો.
મારા બાળપણના આરાધ્ય દેવતા શ્રી માણિભદ્રવીરની એ મૂર્તિ મને જીવનમાં ફરી ક્યારેય જોવા નથી મળી, પરંતુ એ માટેની મારી શ્રદ્ધા તસુભાર પણ ઓછી નથી થઈ.
શું દેવદેવીઓની આરાધના અનિવાર્ય છે? શું દેવદેવીઓની આરાધના વગર માણસ આત્મકલ્યાણ ન સાધી શકે? શું વિશુદ્ધ આત્મસ્વરૂપની ઉપાસનામાં દેવદેવીની માનતા બાધારૂપ ન બને? શું દેવદેવીની આરાધના માણસને પુરુષાર્થહીન ન બનાવી દે? શું કોઈ એક જ દેવતા અથવા એક જ દેવીની આરાધના કરવી જોઇએ કે એક કરતાં વધુ દેવદેવીની આરાધના કરી શકાય? આ અને આવા બીજા ઘણા પ્રશ્નો ઊઠી શકે. તત્ત્વસિદ્ધાન્તની વિશદ સમજ, વર્તમાન જીવનમાં સુખદુઃખના વિષમ અનુભવો અને અસહાય, લાચાર સ્થિતિ, જીવનું પોતાનું આત્મિક વિકાસનું સ્તર, દઢમૂળ શ્રદ્ધાની નિર્મળતાની તરતમતા, અંગત અનુભવો દ્વારા થતી પ્રતીતિ ઇત્યાદિ ઘણાં બધાં અંગો આ પ્રશ્નોના ઉત્તરમાં ભાગ ભજવી શકે. એટલે વ્યક્તિએ પોતે પોતાની શ્રદ્ધા અને અનુભવને આધારે પોતાનો નિર્ણય કરી લેવો ઘટે. અકારણ અશ્રદ્ધાથી કે અંધશ્રદ્ધાથી પોતે પીડિત તો નથી ને એ પોતાની જાતને જ એકાંતમાં પૂછીને તપાસી લેવું જોઇએ.
* *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org