________________
શ્રુત ઉપાસક રમણભાઈ
તીર્થંક૨ ૫૨માત્માનાં યક્ષયક્ષિણીની આરાધના મુખ્યત્વે સકામ પ્રકારની હોય છે. એમની સહાય પણ અધ્યાત્મ સાધના માટે, મોક્ષમાર્ગના પુરુષાર્થ માટે, જ્ઞાનોપાસના માટે માગી શકાય છે. તીર્થંકર પરમાત્માનાં યક્ષયક્ષિણી ઉપરાંત અન્ય દેવદેવીઓની ભક્તિ પણ થાય છે. વર્તમાન કાળમાં શ્રી મણિભદ્ર અથવા માણીભદ્રવીર (દિગંબરોમાં માનભદ્ર પણ બોલાય છે), શ્રી ભૈરવજી, શ્રી ઘંટાકર્ણવીર વગેરેની ભક્તિ થાય છે. દેવતાઓ અસંખ્ય છે. એમાં કયા દેવતા સમકિતી છે અને કયા મિથ્યાત્વી છે એનો વિવાદ વખતોવખત થાય છે અને એથી ઘણા જીવો મૂંઝાય છે. આવા વિવાદોમાં અંતિમ નિર્ણય તો સર્વજ્ઞ ભગવંત સિવાય કોણ આપી શકે ? એટલે જ્યાં ભક્તનું મન ડામાડોળ રહે ત્યાં તેને બહુ લાભ થાય નહિ. એના કરતાં તો ‘હે દેવ ! તમે સમકિતી છો એવું શ્રદ્ધાપૂર્વક માનીને હું તમારી આરાધના કરું છું. મારા અજ્ઞાનને લીધે જો કંઈ દોષ થતો હોય તો તે માટે ક્ષમા પ્રાર્થં છું.’-આવા ભાવ સાથે જો કોઈ ભક્તિ કરે તો તેને પેલાના કરતાં વિશેષ લાભ થવાનો સંભવ છે.
૧૮
સામાન્ય લોકોને ઈષ્ટવિયોગ અને અનિષ્ટયોગના દુઃખમાંથી મુક્ત થઈ, ઈષ્ટયોગ અને અનિષ્ટવિયોગનું સુખ મેળવવું હોય છે. ઐહિક જીવનમાં કર્મનો ક્રૂર વિપાક જીવને જ્યારે લાચાર કરી મૂકે છે ત્યારે તે દેવદેવીની સહાય માટે દોડે એ સ્વાભાવિક છે. શું જૈન ધર્મ કે શું અન્ય ધર્મ, લોકો મુખ્યત્વે ઐહિક ભૌતિક આશયથી જ દેવદેવીની ભક્તિ-આરાધના કરે છે. અલબત્ત, શાસનનાં કાર્યો માટે કે અધ્યાત્મસાધનામાં દેવદેવની સહાય યાચનારા પણ હોય છે. ભલે તેનું પ્રમાણ ઘણું ઓછું હોય.
‘આપણે મનુષ્ય છીએ અને દેવો આપણાં કરતાં ઊતરતી કોટિના છે, એવાં દેવદેવીની સહાય આપણે કેમ લેવી? સાધુભગવંતો સર્વવિરતિમય છે. એમનાથી અવિરતિમય દેવોની ઉપાસના કેમ થઈ શકે ?' આવા આવા મત પણ પ્રવર્તે છે. પરંતુ આવા મતોને પણ એકાંતે ન પકડી રાખતાં, ભિન્નભિન્ન અપેક્ષાએ સમજવાનો પ્રયાસ ક૨વો જોઈએ.
દેવદેવીઓએ સહાય કરી હોય એવી ચમત્કારિક ઘટનાઓ વિશે વારંવાર સાંભળીએ છીએ. એવી કેટલીક ઘટનાઓ પૂર્વપ્રયોજિત હોય છે, બીજાને ભરમાવવા માટેની બનાવટ હોય છે,દૃષ્ટિભ્રમરૂપ હોય છે. ભોળા લોકોને છેતરવા માટે જાદુગરો કે લેભાગુ સાધુસંન્યાસીઓ એવા ચમત્કારો બતાવે છે. કેટલીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org